કેએલ રાહુલ-આથિયા શેટ્ટીને લગ્નમાં મળી કરોડોની ગિફ્ટ, સલમાને આપી ઓડી તો વિરાટ એ આપી આટલા કરોડની કાર

બોલિવુડ

છેવટે બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટીએ ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્ન કરી લીધા છે. અભિનેતા સુનીલ શેટ્ટીની લાડલી પુત્રી અથિયા શેટ્ટીએ 23 જાન્યુઆરી 2023 ના રોજ પોતાના સપનાના રાજકુમાર અને ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્ન કરીને પોતાના જીવનની એક નવી સફરની શરૂઆત કરી છે. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન સુનીલ શેટ્ટીના ખંડાલા વાળા બંગલામાં નજીકના પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં થયા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ ઈન્ડસ્ટ્રીના લોકો અને તેમના મિત્રો માટે મુંબઈમાં એક રિસેપ્શન આપશે. સુનીલ શેટ્ટીએ માહિતી આપી હતી કે લગ્નનું રિસેપ્શન IPL પછી યોજાશે. હાલમાં આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયા છે. લગ્નની તસવીરો એક પછી એક સામે આવી રહી છે, જેને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

પરંતુ આ ઉપરાંત આ લગ્નમાં દૂલ્હા-દૂલ્હનને જે ગિફ્ટ મળી છે, તેને લઈને પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, આથિયા શેટ્ટી અને કેએલ રાહુલને પોતાના પ્રિયજનો તરફથી લગ્નની કેટલીક અદભૂત ગિફ્ટ મળી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બંનેને લાખોમાં નહીં પરંતુ કરોડોમાં ગિફ્ટ મળી છે. તો ચાલો જાણીએ કોણે શું આપ્યું છે.

આથિયા શેટ્ટીને કોણે શું આપ્યું: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી કેએલ રાહુલ અને બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટીને લગ્ન પર ખૂબ જ મોંઘી ગિફ્ટ મળી છે. સલમાન ખાનથી લઈને જેકી શ્રોફ સુધી એ તેમના મિત્ર સુનીલ શેટ્ટીની લાડલી પુત્રી પર ખૂબ પ્રેમ લુટાવ્યો છે. રિપોર્ટ્સનું માનીએ તો સલમાન ખાને આથિયા શેટ્ટીને એક લક્ઝુરિયસ ઓડી કાર ગિફ્ટ તરીકે આપી છે, જેની કિંમત 1.64 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

સાથે જ જેકી શ્રોફે પણ સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટીને ગિફ્ટ આપી છે. તમને જણાવી દઈએ કે જેકી શ્રોફ સુનીલ શેટ્ટીની ખૂબ જ નજીક છે અને તે આથિયા શેટ્ટીને પોતાની પુત્રી માને છે. જેકી શ્રોફ લગ્નમાં આથિયા શેટ્ટી માટે ઘડિયાળ લઈને પહોંચ્યા હતા, જેની કિંમત 30 લાખ રૂપિયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

સાથે જ અર્જુન કપૂરે પોતાની મિત્ર આથિયા શેટ્ટીને ડાયમંડ બ્રેસલેટ ગિફ્ટ કર્યું છે, જેની કિંમત 1.5 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે અર્જુન કપૂર અને આથિયા શેટ્ટીએ ફિલ્મ ‘મુબારકાં’ માં સાથે કામ કર્યું છે.

કેએલ રાહુલને ગિફ્ટમાં મળી આ મોંઘી ગિફ્ટ્સ: તમને જણાવી દઈએ કે કેએલ રાહુલને તેના ક્રિકેટર મિત્રો તરફથી કેટલીક મોંઘી ગિફ્ટ મળી છે. સમાચાર છે કે વિરાટ કોહલીએ કેએલ રાહુલને 2.25 કરોડની કાર ગિફ્ટ કરી છે. સાથે જ મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના સાથી ક્રિકેટરને એક બાઇક ગિફ્ટ કર્યું છે. તે પોતે પણ બાઇકના ખૂબ શોખીન છે. મહેન્દ્ર સિંહ ધોનીએ રાહુલને 80 લાખ રૂપિયાનું બાઇક ગિફ્ટ કર્યું છે.

નોંધપાત્ર છે કે રાહુલ અને આથિયાના રિલેશનના સમાચાર ઘણા સમયથી ચાલી રહ્યા હતા. આ બંને લગ્ન પહેલા ઘણી વખત સાથે જોવા મળી ચુક્યા છે. રાહુલ અને આથિયાએ લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી 23 જાન્યુઆરીએ લગ્ન કર્યા છે. લગ્ન પછી હવે દરેકની નજર આથિયા શેટ્ટીના વેડિંગ રિસેપ્શન પર છે. પરંતુ સમાચાર છે કે IPLના કારણે લગ્નનું રિસેપ્શન નહીં થાય.