બોલિવુડ અભિનેત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ 23 જાન્યુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આ બંને એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા હતા. હવે આ બંને લગ્ન કરીને તેમના જીવનની નવી શરૂઆત કરી ચુક્યા છે. તાજેતરમાં જ અભિનેત્રી આથિયા શેટ્ટીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેની હલ્દી સેરેમનીની કેટલીક અનસીન તસવીરો શેર કરી છે, જેમાં તે ગોલ્ડન સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાલો તે તસવીરો જોઈએ.
જ્યારથી બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટીએ ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્ન કર્યા છે ત્યારથી તેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. આ દરમિયાન, અથિયાએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોતાની હલ્દી સેરેમનીની કેટલીક અનસીન તસવીરો શેર કરી છે, જેમાં તે કેએલ રાહુલને હલ્દી લગાવતા જોવા મળી રહી છે. તસવીરોમાં તેનો બ્રાઇડલ ગ્લો અને ખુશી પણ જોવા લાયક છે.
અથિયાએ શેર કરી હલ્દી સેરેમનીની કેટલીક ન જોયેલી તસવીરો: આથિયા શેટ્ટીએ 27 જાન્યુઆરી 2023 ના રોજ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી હલ્દી સેરેમનીની અનસીન તસવીરોની એક સીરીઝ શેર કરી છે. પહેલી તસવીરમાં આથિયા અને કેએલ રાહુલ હલ્દીમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે. તસવીરમાં ખિલખિલાટ હસતી આથિયા ખૂબ જ સુંદર લાગી રહી છે. આ દરમિયાન કપલે ગોલ્ડન કલરના આઉટફિટ પહેર્યા છે. અથિયા જ્યાં ગોલ્ડન કલરના હેવી એમ્બેલિશ્ડ સૂટ અને દુપટ્ટામાં જોવા મળી રહી છે, તો સાથે જ રાહુલ ગોલ્ડન કુર્તા-પાયજામા પહેરીને ટ્રેડિશનલ લુકમાં ડેશિંગ લાગી રહ્યા છે. આથિયાએ પોતાના લુકને ખુલ્લા વાળા અને માંગટીકા સાથે કમ્પ્લીટ કર્યો છે.
આથિયા એ પોતાના ભાઈ અહાનને પણ લગાવી હલ્દી: અથિયાની હલ્દી સેરેમનીમાં અમને એક ઝલક અભિનેત્રીના ભાઈ અહાન શેટ્ટીની પણ જોવા મળી, જેમાં આથિયા પોતાના ભાઈને હલ્દી લગાવતા જોવા મળી રહી છે. આ તસવીરમાં ભાઈ-બહેન વચ્ચેનો મજબૂત અને ક્યૂટ બોન્ડિંગ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ દરમિયાન અહાન પીચ કલરના કુર્તામાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે.સાથે જ છેલ્લી તસવીરમાં, આથિયા પોતાની હલ્દી સેરેમનીને એન્જોય કરતા જોવા મળી રહી છે, જેની ખુશી તેના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે. આ તસવીરો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં ‘ખુશી’ લખ્યું છે.
જણાવી દઈએ કે આથિયા અને કેએલ રાહુલના લગ્ન 23 જાન્યુઆરી 2023ના રોજ ખંડાલામાં સુનીલ શેટ્ટીના બંગલા ‘જહાં’માં થયા હતા. તેમના લગ્નમાં માત્ર તેમના નજીકના સંબંધીઓ અને પરિવારના સભ્યો જ શામેલ થયા હતા.પોતાના લગ્નમાં, આથિયા અને રાહુલ પેસ્ટલ પિંક આઉટફિટ્સમાં ટ્વિનિંગ કરતા ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.