પુત્રી આથિયાના લગ્ન પહેલા ઈમોશનલ થયા પિતા સુનીલ શેટ્ટી શેર કરી પુત્રીના બાળપણની કેટલીક ક્યૂટ તસવીરો, તમે પણ અહીં જુવો આ તસવીરો

બોલિવુડ

ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. લગ્નની તૈયારીઓ ચાલી રહી છે, ટૂંક સમયમાં આથિયાના પિતા સુનીલ શેટ્ટી લગ્ન સ્થળની મુલાકાત લેવાના છે. જેમ કે અમે તમને પહેલા પણ જણાવ્યું હતું કે રાહુલ તરફથી કેટલાક સંબંધીઓને લગ્નની તારીખ પણ જણાવવામાં આવી ચુકી છે.

બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા અને ક્રિકેટર રાહુલ વચ્ચે ઘણા સમયથી લગ્નની વાત ચાલી રહી છે. બંને 2020 થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઘણી સીરીઝ દરમિયાન આથિયા રાહુલ સાથે જાય છે.

સાથે જ રાહુલ પણ ઘણા પ્રસંગો પર આથિયા સાથે જોવા મળે છે. ગઈ IPL સિઝનમાં રાહુલે પહેલી વખત લખનઉની કમાન સંભાળી હતી, તે ટીમને સપોર્ટ કરવા અથિયા સાથે સુનીલ શેટ્ટી પણ પહોંચી ગયા હતા.

ટૂંક સમયમાં લગ્ન સ્થળ પર જશે સુનીલ શેટ્ટી: અથિયાના પિતા સુનિલ શેટ્ટી ટૂંક સમયમાં પોતાના ખંડાલા વાળા ઘરે જશે, ત્યાં તૈયારીઓ શરૂ થાય તે પહેલાં તેઓ એકવાર સ્થળ પર વિઝિટ કરશે. સમાચાર છે કે આ ઘરમાં લગ્ન થવાના છે, અને કેવી રીતે ઘર સજાવવામાં આવશે, કેવી રીતે તૈયારીઓ થશે તેનું આયોજન કરવા જ સુનીલ શેટ્ટી પોતાની પત્ની સાથે જશે.

કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન 21 થી 23 જાન્યુઆરી વચ્ચે છે. બંનેએ તેમના સંબંધીઓને આ વિશે જાણ પણ કરી દીધી છે. હલ્દી, સંગીત કાર્યક્રમ, ફેરા 21 થી 23 જાન્યુઆરી વચ્ચે જ યોજાશે.

આ લગ્નમાં રાહુલના નજીકના મિત્રો સાથે ઘણા ક્રિકેટર્સ પણ શામેલ થશે. લગ્નમાં હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, વિરાટ કોહલી સહિત ઘણા મોટા લોકો શામેલ થશે. લગ્નમાં ક્રિકેટર્સ ઉપરાંત બોલિવૂડ જગતના લોકો પણ પહોંચશે. સુનીલ શેટ્ટી એક પ્રખ્યાત અભિનેતા છે અને તેમનો ઘણા સ્ટાર્સ સાથે પરિવાર જેવો સંબંધ છે. લગ્નમાં સલમાન ખાન, શાહરૂખ ખાન, શિલ્પા શેટ્ટી, અક્ષય કુમાર જેવા મોટા સ્ટાર્સ હાજરી આપે તેવી શક્યતા છે.

ક્યાં થશે લગ્નઃ કેએલ રાહુલ અને આથિયાના લગ્ન સુનીલ શેટ્ટીના ખંડાલા વાળા ઘરમાં થશે. તેના માટેની તૈયારીઓ થોડા દિવસોમાં શરૂ થઈ જશે.