IAS ઓફિસર ટીના ડાબી અને IAS અતહર આમિર ખાન એક સમયે પતિ-પત્ની હતા. બંનેની જોડી સોશિયલ મીડિયા પર ખૂબ જ છવાયેલી રહેતી હતી. વર્ષ 2015 ની UPSC પરીક્ષામાં, ટીના ડાબીએ ફર્સ્ટ રેન્ક મેળવીને ટોપ કર્યું હતું, સાથે જ અતહર ઓલ ઈંડિયામાં નંબર-2 રેન્ક પર આવ્યા હતા. ટીના અને અતહરે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. જોકે, 2021માં બંનેએ છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા પછી, 2022 માં ટીનાએ રાજસ્થાનના સીનિયર IAS પ્રદીપ ગવાંડે સાથે બીજા લગ્ન કર્યા.
અતહર આમિર ખાને કર્યા બીજા લગ્ન: હવે તાજેતરમાં જ IAS અતહર આમિર ખાને પણ બીજા લગ્ન કર્યા છે. તેમની દુલ્હનનું નામ મહરીન કાઝી છે. તે વ્યવસાયે ડૉક્ટર છે અને જમ્મુ-કાશ્મીરની રહેવાસી છે. હાલમાં તે દિલ્હીમાં રાજીવ ગાંધી કેન્સર ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ, સાયંટિફિક ઓફિસર તરીકે કામ કરી રહી છે. આ ઉપરાંત મહરીન એક સોશિયલ એંફ્લૂએંસર પણ છે. તે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઘણી બ્રાંડને એંડોર્સ પણ કરે છે.
ટીના ડાબીના પૂર્વ પતિ અને શ્રીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર IAS અતહર અમીર ખાનના બીજા લગ્નનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા પછી ચાહકો ખૂબ જ ખુશ થઈ રહ્યા છે. આ સ્થિતિમાં અતહર આમિર ખાન અને મહરીન કાઝીની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે. લોકો તેને ખૂબ અભિનંદન આપી રહ્યા છે. સાથે જ બંનેની જોડીની ખૂબ પ્રસંશા પણ થઈ રહી છે.
ચાહકોને પસંદ આવી બંનેની જોડી: આ લગ્ન દરમિયાન આમિર અને મહરીન ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. અતહર ક્રીમ કલરની શેરવાનીમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. સાથે જ મહરીન કાઝીએ પણ સુંદર લહેંગો પહેરીને લાખો દિલો લૂંટી લીધા હતા. તે દુલ્હન બનીને ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેનો આ લુક જોઈને ચાહકોના મોઢામાંથી નીકળ્યું ‘વાહ માશાઅલ્લાહ’. આ સાથે જ ઘણા લોકોએ અતહર આમિરને ખૂબ જ નસીબદાર જણાવ્યો કે તેને આટલી સુંદર દુલ્હન મળી.
View this post on Instagram
જો કે, કેટલાક ચાહકોને એ વાતનું પણ દુ:ખ થયું કે અતહર અને ટીનાના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. જ્યારે આ બંનેના લવ મેરેજ હતા. બંને યુપીએસસી ટોપર્સ હતા. તાલીમ દરમિયાન જ તેમનો પ્રેમ ખીલ્યો હતો. જોકે કેટલાક લોકોએ તેમના લગ્નનો વિરોધ પણ કર્યો હતો. તેનું કારણ એ હતું કે બંને અલગ-અલગ ધર્મના હતા. હાલમાં ટીના અને અતહર બંને પોતપોતાના નવા જીવનસાથી સાથે સુખી જીવન જીવી રહ્યા છે.