74 વર્ષની ઉમરે સિંગર એસપી બાલાસુબ્રમણ્યમે દુનિયાને કહ્યું અલવિદા, બોલિવૂડના આ સ્ટાર્સે આપી શ્રદ્ધાંજલિ

મનોરંજન

વર્ષ 2020 સિનેમા જગત માટે કાળ સાબિત થઈ રહ્યું છે. વર્ષની શરૂઆતથી, ઘણા સટાર્સે આ દુનિયાને અલવિદા કહ્યું છે. આવી સ્થિતિમાં હવે દિગ્ગ્જ ગાયક એસપી બાલાસુબ્રમણ્યમના ચાહકો માટે ખરાબ સમાચાર આવ્યા છે. એસપી બાલાસુબ્રમણ્યમનું શુક્રવારે બપોરે અવસાન થયું હતું. એસ.પી.બાલાસુબ્રમણ્યમના નિધનના સમાચાર ગાયકના પુત્ર એસ.પી.ચરણે આપ્યા છે. એસપી બાલાસુબ્રમણ્યમે તાજેતરમાં કોરોનાને હરાવ્યો હતો, પરંતુ શ્વસન સંબંધી સમસ્યાઓના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારે સમાચાર આવ્યા હતા કે એસપી બાલાસુબ્રહ્મણ્યમની તબિયત નાજુક છે, જ્યારે શુક્રવારે સમાચાર આવ્યા કે તેમનું નિધન થયું છે. એસપી બાલાસુબ્રમણ્યમના નિધન પછી સ્ટાર્સથી લઈને સામાન્ય ચાહકો સુધી તેમને યાદ કરીને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

સલમાન ખાને એસપી બાલાસુબ્રમણ્યનને યાદ કરીને ટ્વીટ કર્યું છે. સલમાન ખાને લખ્યું છે કે, ‘બાલાસુબ્રમણ્યમ સરના નિધનના સમાચાર સાંભળીને દિલ તૂટી ગયું. તમે તમારા શ્રેષ્ઠ સંગીત અને ગીતોના આધારે હંમેશાં હાજર રહેશો. પરિવારને મારી સંવેદના. ‘ જણાવી દઈએ કે જ્યારે સલમાન ખાન નવા-નવા ફિલ્મોમાં આવ્યા ત્યારે ઘણા વર્ષો સુધી એસપી બાલાસુબ્રમણ્યમને સલમાન ખાનના અવાજ માનવામાં આવતા હતા. ‘મૈંને પ્યાર કિયા’, ના ગીત હોય કે ‘સાજન’ કે પછી ‘હમ આપકે હૈ કૌન’ આ બધી ફિલ્મોમાં સલમાનને એસપી એ જ અવાજ આપ્યો હતો. તે જ સમયે, થોડા વર્ષો પહેલા આવેલી ચેન્નઈ એક્સપ્રેસનું ટાઇટલ સોંગ એસપી બાલાસુબ્રમણ્યમે જ ગાયું હતું.

સોશિયલ મીડિયા પર સાઉથ ઇન્ડિયન સેલેબ્સની સાથે બોલીવુડના સેલેબ્સ પણ સર એસપીને યાદ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં રિતેશ દેશમુખે ટ્વિટ કરીને લખ્યું કે, ‘હમ બને તુમ બને – એક દુજા કે લિયે. બાલાસુબ્રમણ્યમજી આભાર તે બધા ગીતો માટે જે તમે અમને આપ્યા. ભારે હૃદયથી કહેવું પડી રહ્યું છે કે- સાથિયા કે તમે શું કર્યું? ભગવાન તમારા આત્માને શાંતિ આપે અને તમારા પરિવારના સભ્યો સહિત તમારા બધા ચાહકોને આ દુઃખ સહન કરવા માટે શક્તિ આપે. ‘

નીલ નીતિન મુકેશે એસપીને યાદ કરતાં ટ્વીટ કર્યું, ‘તમારા પરિવાર પ્રત્યે મારી સંવેદના. આ ખરેખર હાર્ટ બ્રેકિંગ ન્યૂઝ છે. તમારા બધા ગીતો ખૂબ પસંદ છે, તમારો અવાજ અને તમારી સ્ટાઇલ સૌથી અલગ હતી. ભગવાન તમારા આત્માને શાંતિ આપે સર.

દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે, ‘દિગ્ગજ ગાયક એસપી બાલાસુબ્રમણ્યમના નિધનના સમાચાર સાંભળીને હું ચોંકી ગયો છું. સંગીતની દુનિયામાં તમારી ખોટ ક્યારેય પુરી નહીં થાય. ‘ આ ટ્વીટ સાથે એસપી બાલાસુબ્રમણ્યમની એક તસવીર પણ શેર કરવામાં આવી છે.

બોલિવૂડના સ્ટાર્સની સાથે સાથે નેતાઓ સહિત ખેલાડીઓએ પણ એસપી બાલાસુબ્રમણ્યમને પણ યાદ કર્યા છે. સોશિયલ મીડિયા પર ચાહકો અને સ્ટાર્સ એસપી બાલાસુબ્રમણ્યમને યાદ કરીને તેમની તસવીર અને વીડિયો શેર કરી રહ્યાં છે. નોંધપાત્ર વાત એ છે કે એસપી બાલાસુબ્રમણ્યમ વિશે તે પ્રખ્યાત છે કે તેણે એક જ દિવસમાં 21 કન્નડ ગીતોને અવાજ આપીને રેકોર્ડ બનાવ્યો હતો અને એવો પણ દાવો કરવામાં આવે છે કે સૌથી વધુ ગીતો (લગભગ 40000) ગાવાનો રેકોર્ડ પણ તેના નામે છે. પરંતુ એસપી બાલાસુબ્રમણ્યમે પોતે જ 2016 માં કહ્યું હતું કે હવે તે જાતે ગણતરીને ભૂલી ગયા છે.

1 thought on “74 વર્ષની ઉમરે સિંગર એસપી બાલાસુબ્રમણ્યમે દુનિયાને કહ્યું અલવિદા, બોલિવૂડના આ સ્ટાર્સે આપી શ્રદ્ધાંજલિ

Leave a Reply

Your email address will not be published.