શ્રેયા ઘોષાલના ઘરે લગ્નના 6 વર્ષ પછી ગુંજી કિલકારીઓ, મેલોડી ક્વીને આપ્યો એક પુત્રને જન્મ

બોલિવુડ

બોલિવૂડની સૌથી મોટી સિંગર માંની એક અથવા એમ કહીએ કે માત્ર તે એક જ સિંગર આપણે વાત કરી રહ્યા છીએ પ્રખ્યાત પ્લેબેક સિંગર શ્રેયા ઘોષાલ વિશે. શ્રેયા ઘોષાલ તાજેતરમાં જ એક બાળકની માતા બની છે. શ્રેયાએ તેમના લગ્નના 6 વર્ષ બાદ શનિવારે બપોરે પુત્રને જન્મ આપ્યો હતો. શ્રેયાએ તેના સોશિયલ એકાઉન્ટ દ્વારા આ માહિતી આપી હતી. શ્રેયા આ સમયે 37 વર્ષની થઈ ચુકી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું. ભગવાનને આજે બપોરે અમને એક પુત્ર આશીર્વાદ તરીકે આપ્યો છે. આ એક એવી ફિલિંગ છે જે અમે પહેલા ક્યારેય પણ અનુભવી નથી.

સાથ જ આ સિંગરે લખ્યું શીલાદિત્ય અને હું મારા પરિવાર સાથે ખૂબ ખુશ છું. અમારી ખુશીની આ નાનકડી ક્ષણ બદલ આપ સૌનો આભાર. જણાવી દઈએ કે આ સિંગરે માર્ચ 2021 દરમિયાન તેની પ્રેગ્નેંસી વિશે માહિતી આપી હતી. શ્રેયા ઘોષલે માર્ચમાં લખ્યું હતું, બેબી શ્રેયદિત્ય આવશે. શીલાદિત્ય અને હું તમારી સાથે આ સમાચાર શેર કરવામાં ખૂબ આનંદ અનુભવી રહ્યા છીએ. અમારે અમારી જિંદગીની શરૂઆત માટે તમારા બધાના પ્રેમ અને આશીર્વાદની જરૂર છે.

જણાવી દઈએ કે 2021 માં શ્રેયાની ગોદભરાઈની રશમ કરવામાં આવી હતી. આ સમયની કેટલીક તસવીરો શ્રેયાએ તેના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તે તસવીરોમાં શ્રેયા ‘મમ્મી ટૂ બી’ નું પ્લેકાર્ડ પકડ્યું હતું. આ સાથે તેના ઘરે તે સમયે ઘણી બંગાળી વાનગીઓ રાખવામાં આવી હતી. આ તસવીરોમાં જોઇ શકાય છે કે શ્રેયા પ્રેગ્નેંસીમાં કેટલી ચમકી રહી હતી. તેને પોતાના બાળકની આવવાની ખુશી હતી. ખુલ્લા વાળમાં સ્માઈલ કરતી શ્રેયા ઘોષાલ ખૂબ જ ખુશ લાગી રહી હતી.

જણાવી દઈએ કે શ્રેયાનો જન્મ 12 માર્ચ 1984 ના રોજ મુર્શિદાબાદ (પશ્ચિમ બંગાળ) ના એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. શ્રેયા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ‘મેલોડી ક્વીન’ તરીકે જાણીતી છે. તેમણે ઘણી ફિલ્મોમાં એકથી એક ચઢિયાતા ગીત આપ્યા છે. 2015 માં આ સિંગરે શીલાદિત્ય મુખોપાધ્યાય સાથે લગ્ન કર્યા. શીલાદિત્ય એ તેનો બાળપણનો મિત્ર છે. શીલાદિત્ય આઇટી થી બિલોન્ગ કરે છે. તે હિપસેક ડોટ કોમ વેબસાઇટના ફાઉંડર પણ છે.

જણાવી દઇએ કે અમેરિકામાં એક દિવસનું નામ શ્રેયાના નામ પરથી રાખવામાં આવ્યું છે. અમેરિકાના ઓહિયો સ્ટેટ ગવર્નરે 26 જૂન ભારતની આ પ્રખ્યાત સિંગર શ્રેયાને ડેડિકેટ કરી છે. તેને તેણે ‘શ્રેયા ઘોષાલ ડે’ નામ આપ્યું છે. 2010 માં પહેલી વખત આ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે મોટાભાગે રેડિયો સ્ટેશન પર શ્રેયાનાં ગીતો પ્લે કરવામાં આવ્યા હતાં.

નોંધપાત્ર વાત એ છે કે શ્રેયાએ ફિલ્મ દેવદાસથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેણે પાંચ ગીતો ગાયાં અને આ પહેલી ફિલ્મમાં તેને ત્રણ એવોર્ડ મળ્યા. ગીત ‘ડોલા રે ડોલા’ માટે તેને બેસ્ટ સિંગરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો જ્યારે તેમને બીજા એક ગીત ‘બેરી પિયા’ માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. આટલું જ નહીં, તેમને તેના માટે ‘ફિલ્મફેર આરડી બર્મન એવોર્ડ ફોર ન્યૂ મ્યુઝિક ટેલેન્ટ’ થી પણ સમ્માનિત કરવામાં આવી. શ્રેયાએ 16 વર્ષની ઉંમરે ફિલ્મ ‘દેવદાસ’ પરથી ગીત ગાવાનું શરૂ કર્યું હતું.