પોતાના જ લગ્નમાં પી ને ટુન્ન થઈ હતી અભિનેત્રી દીપિકા પાદુકોણ, જુવો તસવીરો

બોલિવુડ

બોલિવૂડમાં એવી ઘણી કપલ છે જેમણે પડદા પર પોતાની કેમિસ્ટ્રીથી દર્શકોના દિલમાં આગ લગાવી છે, તો રિયલ લાઈફમાં પણ એક બીજાનો હાથ પકડીને હંમેશા હંમેશા માટે એક થઈ ચુક્યા છે. બોલીવુડના ફિલ્મ સ્ટાર્સ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બોલીવુડની મોસ્ટ ડિમાંડિંગ જોડી છે. બંને તેમની જબરદસ્ત બોન્ડિંગ માટે જાણીતા છે. તેમની જોડી ફિલ્મોની સાથે સાથે રિયલ લાઈફમાં પણ ખૂબ હિટ છે. આ ફિલ્મિ કપલના લગ્નને 2 વર્ષ પૂર્ણ થઈ ચુક્યા છે. બોલિવૂડની આ સૌથી સુંદર કપલે વર્શ 2018 માં ઈટાલીના લેક કોમો સિટી માં ખૂબ જ ધામધુમ સાથે લગ્ન કર્યા હતા.

આ ફિલ્મી કપલના લગ્નએ તે સમયે સોશિયલ મીડિયા પર ખુબ ધૂમ મચાવી હતી. હવે આ લગ્નના લગભગ અઢી વર્ષ પછી અભિનેતા અને અભિનેત્રીની કેટલીક ન જોઈ હોય તેવી તસવીરો સામે આવી છે. દીપિકા અને રણવીરે બેક ટુ બેક 3 હિટ ફિલ્મો આપી અને પોતાની સુંદર કેમિસ્ટ્રીથી દર્શકોના દિલ જીતી લીધા.

તેમની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જે તસવીરો વાયરલ થઈ રહી છે તેમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પોતાના લગ્નમાં તળાવના કિનારા પાસે ઉભા રહીને જામના બે-બે ઘુટ લગાવ્યા હતા. આ તસવીરોમાં જ્યાં દીપિકા ગોલ્ડન ટ્રેડિશનલ સાડી પહેરેલી જોવા મળી રહી છે, ત્યાં રણવીર વ્હાઇટ ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે તળાવોના શહેરમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પતિ-પત્ની બન્યા હતા. આ બંનેની આ તસવીરો દરેકનું દિલ જીતી રહી છે.

જણાવી દઈએ કે આ વાયરલ તસવીર ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણની વિદાયના સમયની છે. આ તસવીરમાં અભિનેત્રી પોતાના પતિ સાથે ઓરેન્જ કારમાં સવાર થઈને જીવનની નવી સફર માટે નીકળી પડી હતી. જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ અને રણવીરસિંહે કેટલાક વર્ષો સુધી એક બીજાને ડેટ કર્યા પછી વર્ષ 2018 માં ઇટાલીના લેક કોમોમાં કોંકણી અને સિંધી રિવાજો સાથે લગ્ન કર્યા હતા. દીપિકા અને રણવીર ભારત આવીને ઘણા બધાં રિસેપ્શન આપ્યા જેમાં બોલિવૂડની અનેક હસ્તીઓ હાજર રહી.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે એક સાથે ઘણી ફિલ્મો કરી છે. જેમ કે ‘ગોલિયોં કી રાસલીલા: રામ લીલા’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’ વગેરે. આ પછી દીપિકા અને રણવીર ટૂંક સમયમાં કબીર ખાનની સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ ’83’ માં સાથે જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર કપિલની ભૂમિકા નિભાવશે, જ્યારે દીપિકા તેની પત્ની રોમી દેવની ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત રણવીરની પાઇપલાઇનમાં અન્ય ઘણી ફિલ્મો છે. જેમ કે ‘સર્કસ’, ‘તખ્ત’. બીજી તરફ અભિનેત્રી દીપિકા પાસે શકુન બત્રાની ફિલ્મ ‘ફાઈટર’ નાગ અશ્વિનની પ્રભાસ અને અમિતાભ બચ્ચન સાથે ‘ધ ઈંટર્ન’ શામેલ છે.

જણાવી દઈએ કે પહેલા દિપિકા પાદુકોણના પિતા કોરોના પોઝિટિવ થયા પછી હોસ્પિટલમાં એદમિટ થવાના સમાચાર આવ્યા હતા. ત્યાર પછી સમાચાર આવ્યા કે દીપિકા પણ કોરોનાની ઝપટમાં આવી ગઈ હતી.