અક્ષયના આ કરોડપતિ મિત્ર સાથે અસિને કર્યા છે લગ્ન, પતિની આ ખાસ વાત પર ફિદા થઈ ગઈ હતી અભિનેત્રી

બોલિવુડ

દક્ષિણ ભારતીય સિનેમા અને હિન્દી ફિલ્મોની અભિનેત્રી અસિન એ 26 ઓક્ટોબર ના રોજ પોતાનો 36મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. 26 ઓક્ટોબર 1985ના રોજ અસિનનો જન્મ કેરળના કોચીમાં થયો હતો. તેમણે પોતાની સુંદરતા અને શ્રેષ્ઠ કામથી બોલિવૂડની સાથ જ દક્ષિણ ભારતીય સિનેમામાં સારું નામ કમાવ્યું છે. જોકે લગ્ન પછીથી અસિન ફિલ્મી દુનિયાથી દૂર છે.

અસિને વર્ષ 2016માં બિઝનેસમેન રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા હતા. બંનેની લવસ્ટોરી કોઈ ફિલ્મથી ઓછી નથી. રાહુલ વિશે અસિન પહેલા અજાણ હતી, પછી જ્યારે તેને રાહુલ વિશે જાણ થઈ ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. ચાલો આજે અમે તમને અસિન અને રાહુલની ફિલ્મ લવ સ્ટોરી વિશે જણાવીએ.

બંનેની પહેલી મુલાકાતનો કિસ્સો ખૂબ જ મજેદાર છે. બંને પહેલી વખત ત્યારે મળ્યા હતા જ્યારે અસિન હિન્દી સિનેમાના સુપરસ્ટાર અક્ષય કુમાર સાથે તેની ફિલ્મ હાઉસફુલ 2ના પ્રમોશન માટે બાંગ્લાદેશ જઈ રહી હતી. અક્ષય અને અસિનની સાથે પ્લેનમાં રાહુલ શર્મા પણ હાજર હતા. નોંધપાત્ર છે કે, અક્ષય કુમાર અને રાહુલ શર્મા મિત્રો છે.

અસિન આ વાતથી અજાણ હતી કે રાહુલ શર્મા અક્ષય કુમારના મિત્ર છે. અસિનને પાછળથી આ વાતની જાણ થઈ કે બાંગ્લાદેશમાં ફિલ્મ હાઉસફુલ 2ના પ્રમોશન માટે જે કાર્યક્રમ થયો હતો તે રાહુલે જ આયોજિત કર્યો હતો. સાથે જે પ્લેનમાં બેસીને અક્ષય અને અસિને બાંગ્લાદેશ માટે ઉડાન ભરી હતી તે પણ રાહુલનું જ હતું.

રાહુલની આ વાત પર ફિદા થઈ ગઈ હતી અસિન: જેમ-જેમ અસિનને રાહુલ વિશે જાણ થઈ તે આશ્ચર્યચકિત થતી ગઈ. અસિનના પતિ રાહુલ એક મોટા બિઝનેસમેન છે અને તે કરોડો રૂપિયાની સંપત્તિના માલિક છે. જોકે અસિનનું દિલ રાહુલની સંપત્તિ પર નહિં પરંતુ તેની એક ખાસ વાત માટે ધડકતું હતું. કહેવાય છે કે જ્યારે અસિનને જાણ થઈ કે આટલા અમીર હોવા છતાં રાહુલ એક ખૂબ જ સરળ વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ છે, ત્યારે અસિન તેના પર પડી ગઈ.

બંનેએ લીધા એકબીજાના ફોન નંબર: બાંગ્લાદેશમાં થયેલી તે ઇવેન્ટમાં બંને એકબીજા સાથે સારી રીતે પરિચિત થઈ ગયા હતા. ત્યાર પછી બંનેમાં મિત્રતા થઈ અને અહીંથી બંનેની લવ સ્ટોરી શરૂ થઈ હતી. જણાવી દઈએ કે આ ઘટના પછી બંનેએ એકબીજાના ફોન નંબર લીધા હતા અને ત્યાર પછી બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી.

અસિન તો રાહુલની સાદગી પર ફિદા થઈ ગઈ હતી, સાથે જ પછી રાહુલનું દિલ પણ અસિન માટે ધડકવા લાગ્યું અને તે પણ અસિનને પ્રેમ કરવા લાગ્યા. કહેવાય છે કે ખૂબ જ જલ્દી રાહુલે અસિન સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે અસિને સંબંધમાં ઉતાવળ ન કરી અને પહેલા બંનેએ એકબીજાને થોડા વર્ષો સુધી ડેટ કરી.

અસિન જ્યારે ફિલ્મ ‘ઓલ ઈઝ વેલ’નું શૂટિંગ કરી રહી હતી ત્યારે તેમણે દુનિયાની સામે એક ઈન્ટરવ્યુમાં પોતાના અને રાહુલના સંબંધની પુષ્ટિ કરી હતી. તેમણે એ પણ કહ્યું હતું કે, રાહુલ અને તેની લવસ્ટોરી ફિલ્મ ‘ગજની’ જેવી છે. જણાવી દઈએ કે દિલ્હીની એક હોટલમાં રાહુલે અસિનને ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કર્યો અને અભિનેત્રીને ‘AR’ લખેલી વીંટી ગિફ્ટમાં આપી.

બે ધર્મના રીતિ-રિવાજ મુજબ થયા હતા લગ્ન: વર્ષ 2016માં દિલ્હીમાં અસીન અને રાહુલ હિન્દુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજ સાથે લગ્નના બંધનમાં બંધાયા હતા. આ લગ્નમાં અક્ષય કુમાર પણ પહોંચ્યા હતા. ખાસ વાત એ છે કે રાહુલ અને અસિન બંને એકબીજાને મળવાનો શ્રેય અક્ષય કુમારને આપે છે.