હિમાંશી ખુરાનાની બર્થડે પાર્ટીમાં પહોંચ્યા આસિમ રિયાજ, જુવો સેલિબ્રેશનની મસ્તી ભરી તસવીરો

બોલિવુડ

હિમાંશી ખુરાના એક ખૂબ જ પ્રખ્યાત મોડેલ હોવાની સાથે સાથે એક સિંગર અને અભિનેત્રી પણ છે. ખાસ કરીને તે પંજાબી ફિલ્મોમાં કામ કરે છે. પંજાબી ફિલ્મ સદ્દા હકમાં હિમાંશી ખુરાનાની એક્ટિંગની ખૂબ પ્રશંસા થઈ હતી. બિગ બોસ 13 માં પણ તેણે ભાગ લીધો હતો અને અહીં તેણે મોટી હેડલાઇન્સ પણ બનાવી હતી. હિમાંશી ખુરાનાએ ઇન્સ્ટાગ્રામ પર તેના જન્મદિવસના સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે, જે અત્યારે ખૂબ વાયરલ થઈ રહી છે. ચાલો નજર કરીએ તેના દ્વારા પોસ્ટ કરેલી તસવીરો પર.

હિમાંશી ખુરાનાનો જન્મદિવસ ખૂબ સરસ રહ્યો છે. જોકે તેમાં થોડા લોકો શામેલ થયા હતા, પરંતુ તેમણે પોતાના આ જન્મદિવસને યાદગાર બનાવવા માટે કોઈ કસર છોડી ન હતી. તેમની બર્થડે પાર્ટીમાં તેના પરિવારના સભ્યો સાથે તેના નજીકના મિત્રો પણ હાજર રહ્યા હતા. આ તસવીરમાં બર્થડે પાર્ટીમાં થયેલી મસ્તી સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે.

હિમાંશી ખુરાનાના જન્મદિવસને ખાસ બનાવવા માટે તેનો બોયફ્રેન્ડ આસિમ રિયાઝ પણ પહોંચ્યો હતો. આસિમ રિયાઝ સાથે હિમાંશી ખુરાનાની જોડીને તેના ચાહકો ખૂબ પસંદ કરે છે. હિમાંશી ખુરાનાની બર્થડે પાર્ટીમાં આસિમ રિયાઝે પણ ખૂબ મસ્તી કરી હતી. આ તસવીરમાં જન્મદિવસની પાર્ટીમાં શામેલ થયેલા લોકોના ચહેરા પરની સ્મિત જણાવી રહી છે કે હિમાંશી ખુરાનાના જન્મદિવસની પાર્ટીમાં તેઓએ કેટલો સારો સમય પસાર કર્યો છે.

હવે જરા હિમાંશી ખુરાના દ્વારા પોસ્ટ કરેલી તસવીરોને પણ જોઈ લઈએ. આ તસવીરમાં હિમાંશી અને અસિમ બંને જોવા મળી રહ્યા છે. આ જોઈને સ્પષ્ટ થાય છે કે આ બંને ખૂબ જ મસ્તી ભરેલા મૂડમાં છે. હિમાંશી ખુરાનાના ચહેરાની સ્માઈલ જણાવી રહી છે કે આસિમ રિયાઝ સાથે તે બર્થ-ડે પાર્ટીમાં કેટલું સ્પેશિયલ અનુભવી રહી છે.

આ તસવીર પણ હિમાંશી ખુરાનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરી છે. તેમાં હિમાંશી ખુરાના ગિફ્ટ વચ્ચે બેઠેલી જોવા મળિ રહી છે. હિમાંશી ગિફ્ટ મેળવીને કેટલી ખુશ છે, આ તસવીર તેની પુષ્ટિ કરી રહી છે. કેમેરાની સામે પોઝ આપતા હિમાંશી હસી રહી છે. તેમના હાથમાં પણ ઘણી ગિફ્ટ છે અને તેમની આસપાસ પણ ગિફ્ટ રાખેલી છે.

હિમાંશી ખુરાનાના જન્મદિવસની પાર્ટીની આ તસવીર પણ હિમાંશી દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં ખૂબ જ ખાસ છે. આ તસવીરમાં હિમાંશી ખુરાના સાથે દરેક વ્યક્તિ મસ્તી ભરેલી સ્ટાઇલમાં જોવા મળી રહ્યા છે. હિમાંશી ખુરાના અને આસિમ રિયાઝની પહેલી મુલાકાત બિગ બોસની 13 મી સીઝનમાં થઈ હતી. આ રિયાલિટી શોમાં બંને વચ્ચેની કેમિસ્ટ્રીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.

જ્યારે બિગ બોસની 13મી સીઝન સમાપ્ત થઈ, ત્યારે હિમાંશી ખુરાના અને અસીમ રિયાઝ એક બીજાને ડેટ કરવા લાગ્યા હતા. આ તસવીરમાં અસિમ અને હિમાંશી એક સાથે જોવા મળી રહ્યા છે. આ બંનેની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે. જ્યારે અસિમ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે, ત્યારે હિમાંશી ખુરાના પણ કોઈ ઓછી સુંદર દેખાતી નથી. તેમાં કોઈ શંકા નથી કે હિમાંશીના જન્મદિવસની પાર્ટીમાં પહોંચીને અસિમ રિયાઝે તેમનો જન્મદિવસ ખૂબ જ ખાસ બનાવ્યો હતો. હિમાંશી માટે, આ ક્ષણ ક્યારેય ભૂલી ન શકાય તેવી પળ બની ગઈ છે.

Leave a Reply

Your email address will not be published.