મહારાણીઓ જેવું જીવન જીવે છે પુષ્પા ગામની શ્રીવલ્લી, 6 વર્ષમાં ઉભી કરી લીધી છે આટલા અધધધ કરોડની સંપત્તિ

બોલિવુડ

ફિલ્મ પુષ્પાથી દેશ અને દુનિયામાં એક મોટી અને ખાસ ઓળખ બનાવી ચુકેલી અભિનેત્રી રશ્મિકા મંદાના માટે 5 એપ્રિલનો દિવસ ખૂબ જ ખાસ છે. રશ્મિકાએ 5 એપ્રિલે પોતાનો 26મો જન્મદિવસ ઉજવ્યો છે. 5 એપ્રિલ 1996ના રોજ તેમનો જન્મ કર્ણાટકમાં થયો હતો.

મદન મંદાના અને સુમન મંદાના ના ઘરે જન્મેલી રશ્મિકા દક્ષિણ ભારતીય સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી છે. તે પોતાની એક્ટિંગની સાથે જ પોતાની સુંદરતા માટે પણ પ્રખ્યાત છે. ખૂબ જ ઓછા સમયમાં તેણે ખૂબ ખ્યાતિની સાથે સાથે ખૂબ સંપત્તિ પણ મેળવી લીધી છે.

રશ્મિકા મંદાના એક લક્ઝરી જીવન જીવે છે. તેમની પાસે જરૂરી દરેક ચીજ છે. તેમની પાસે લક્ઝરી ઘર, મોંઘી કાર અને કરોડો રૂપિયાની સંપત્તિ છે. અભિનેત્રીને તેના ચાહકો એક્સપ્રેશન ક્વીન અને નેશનલ ક્રશ તરીકે પણ જુવે છે. 6 વર્ષની કારકિર્દીમાં રશ્મિકાએ અત્યાર સુધીમાં 13 ફિલ્મોમાં કામ કર્યું છે.

રશ્મિકાએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 2016માં કન્નડ ફિલ્મ ‘કિરિક પાર્ટી’થી કરી હતી. આ ફિલ્મ હિટ રહી હતી અને અભિનેત્રીને ઓળખ મળી ગઈ. જોકે તેને મોટી અને ખાસ ઓળખ મળી હતી ફિલ્મ ‘ગીતા ગોવિંદમ’ દ્વારા. આ ફિલ્મ વર્ષ 2018માં રિલીઝ થઈ હતી. તેમાં તેણે અભિનેતા વિજય દેવેરાકોંડા સાથે કામ કર્યું હતું.

રશ્મિકાએ પોતાની નાની કારકિર્દીમાં ઘણી શાનદાર ફિલ્મો આપી છે. તેની કારકિર્દીમાં ડિસેમ્બર 2021માં આવેલી ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ સૌથી સફળ અને લોકપ્રિય સાબિત થઈ હતી. આ ફિલ્મમાં તેણે ‘શ્રીવલ્લી’ નામની છોકરીની ભૂમિકા નિભાવી હતી. જણાવી દઈએ કે કન્નડ અને તેલુગુ સિનેમામાં કામ કર્યા પછી હવે રશ્મિકા હિન્દી સિનેમામાં પણ પગ મુકવા જઈ રહી છે.

આટલા કરોડ રૂપિયાની માલિક છે રશ્મિકા મંદાના: રશ્મિકા મંદાનાએ પોતાની કારકિર્દીમાં ખૂબ સંપત્તિ મેળવી છે. તે એક ફિલ્મ માટે ચારથી પાંચ કરોડ રૂપિયા ફી લે છે. જ્યારે એક સમયે તે એકથી બે કરોડ રૂપિયા ચાર્જ કરતી હતી. રશ્મિકાની કુલ સંપત્તિની વાત કરીએ તો તે કુલ 6 મિલિયન ડોલરની માલિક છે. જો ભારતીય ચલણમાં જોઈએ તો તેમની પાસે કુલ 45 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમની કમાણીનું માધ્યમ ફિલ્મોની સાથે જ જાહેરાત પણ છે.

બેંગ્લોરમાં બનેલું છે 10 કરોડ રૂપિયાનું ઘર: રશ્મિકાનું બેંગ્લોરમાં લક્ઝરી અને સુંદર ઘર બનેલું છે. તેમના બેંગ્લોરમાં આવેલા ઘરમાં તેના માતા-પિતા રહે છે. અભિનેત્રી પણ અહીં આવતી જતી રહે છે. તેમના આ લક્ઝરી અને સુંદર ઘરની કિંમત લગભગ 10 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવે છે.

ગોવામાં પણ છે રશ્મિકાનું ઘર: જણાવી દઈએ કે બેંગ્લોર ઉપરાંત રશ્મિકાનું એક ઘર ગોવામાં પણ છે.

હૈદરાબાદમાં પણ ખરીદ્યો છે બંગલો: હૈદરાબાદમાં પણ રશ્મિકાએ એક બંગલો ખરીદ્યો છે. હૈદરાબાદ વાળું ઘર રશ્મિકાએ વર્ષ 2020માં ખરીદ્યું હતું.

2021માં મુંબઈમાં ખરીદ્યું હતું સુંદર ઘર: બેંગ્લોર, ગોવા અને હૈદરાબાદ ઉપરાંત રશ્મિકાએ એક ઘર ગયા વર્ષે ‘માયાનગરી’ મુંબઈમાં પણ ઘર ખરીદ્યું હતું. તેમનું મુંબઈ વાળું ઘર પણ ખૂબ જ સુંદર અને લક્ઝરી છે.

રશ્મિકાની પાસે છે મોંઘી કાર: રશ્મિકા મંદાના મોંઘી અને લક્ઝરી કારમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. તેના કાર કલેક્શનમાં મર્સિડીઝ-બેન્ઝ સી-ક્લાસ ઉપરાંત, ઓડી ક્યૂ3, રેન્જ રોવર જેવી કાર શામેલ છે.

કિરિક પાર્ટી, ચલો, ગીતા ગોવિંદમ, અંજની પુત્ર, ચમક, યજમાન, ડિયર કોમરેડ, દેવદાસ, સરીલેરુ નેક્કેવારુ, ભીષ્મા, પોગરૂ, સુલતાન અને પુષ્પા ધ રાઇઝ જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂકેલી રશ્મિકા હવે હિન્દી સિનેમામાં પગ મુકવા જઈ રહી છે. હિન્દી સિનેમામાં રશ્મિકાનું ડેબ્યૂ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ ‘મિશન મજનૂ’થી ડેબ્યૂ થશે. ત્યાર પછી તે દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘ગુડબાય’માં જોવા મળવાની છે. હાલમાં બંને કલાકારો આ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.