મહારાજાઓ જેવું જીવન જીવે છે આશ્રમ ના બાબા નિરાલા, જાણો કુલ કેટલી સંપત્તિના માલિક છે બોબી દેઓલ

બોલિવુડ

હિંદી ફિલ્મ ઈંડસ્ટ્રીમાં બોબી દેઓલને કોઈ ઓળખના મહોતાજ નથી. એમએક્સ પ્લેયર પર રિલીઝ થયેલી હિટ વેબ સિરીઝ ‘આશ્રમ’ માં બાબા નિરાલાની ભૂમિકા નિભાવીને હેડલાઈન્સમાં આવનાર અભિનેતા બોબી દેઓલે હિંદી સિનેમાને ઘણી શ્રેષ્ઠ ફિલ્મો આપી છે.

જણાવી દઈએ કે પોતાની એક્ટિંગ અને પોતાની પર્સનાલિટીથી લાખો દિલો પર રાજ કરનાર બોબી દેઓલે તેની કારકિર્દીની શરૂઆત હિંદી સિનેમામાં બાળ કલાકાર તરીકે કરી હતી અને તેની પહેલી ફિલ્મ ધરમવીર હતી. જ્યાર પછી તેણે સાચી રીતે પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 1995 માં ફિલ્મ બરસાતથી કરી.

નોંધપાત્ર વાત એ છે કે બોબી દેઓલે તેની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચળાવ જોયા છે. ફિલ્મી પરિવાર સાથે સંબંધ હોવા છતાં બોબીને ખૂબ નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો. આ પણ એક કડવું સત્ય છે. આ બધું હોવા છતાં પણ બોબી આજે કરોડોની સંપત્તિના માલિક છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ બોબી દેઓલના લક્ઝરી જીવન વિશે.

જણાવી દઈએ કે એક રિપોર્ટ મુજબ વર્ષ 2021 માં બોબી દેઓલ પાસે આશરે 50 કરોડ રૂપિયાની સંપત્તિ છે અને તેની કુલ સંપતિ 7 મિલિયન જણાવવામાં આવી રહી છે.

સમાચાર અનુસાર આશ્રમના બાબા નિરાલા ઉર્ફ બોબી દેઓલ મહિને 50 લાખ રૂપિયાથી વધારે કમાણી કરે છે અને એક વર્ષમાં તેની
આવક આશરે 6 કરોડ રૂપિયા છે. બોબી દેઓલ રાજાની જેમ એક લક્ઝરી જીવન જીવે છે. તેની પાસે મુંબઈના વિલે પાર્લે એરિયામાં
એક લક્ઝરી ઘર છે. જેનું નામ ધર્મેન્દ્ર હાઉસ છે અને રિપોર્ટ મુજબ આ ઘરની કિંમત 6 કરોડ રૂપિયા છે.

જણાવી દઈએ કે દેશભરમાં બોબીની ઘણી રિયલ એસ્ટેટ પ્રોપર્ટી પણ છે. આટલું જ નહીં ‘કાશીપુર વાલે બાબા’ એટલે કે બોબી દેઓલ
મોંઘી અને રોયલ ગાડીઓના પણ ખૂબ શોખીન છે. તેની પાસે રેંજ રોવર સ્પોર્ટ, લેંડ રોવર ફ્રીલેંડર 2, રેંજ રોવર વોગ, W221
મર્સિડીઝ બેંઝ એસ-ક્લાસ અને પોર્શ કેયેન જેવી ગાડીઓ છે.

સાથે જ તમને જણાવી દઈએ કે બોબી દેઓલ એક ફિલ્મ માટે 4 થી 6 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ ઉપરાંત ફિલ્મના નફામાં પણ તેનો
ભાગ રહે છે. બોબી એડ એંડોર્સમેંટ માટે 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. નોંધપાત્ર વાત એ છે કે બોબી સોલ્જર, ગુપ્ત, હમરાજ, બાદલ, અજનબી, દોસ્તાના જેવી ફિલ્મો માટે જાણીતા છે. આ ઉપરાંત જો આપણે તેની પત્નીની વાત કરીએ તો તે ‘બ્યુટી વિથ બ્રેઈન’ માટે જાણીતી છે. બોબી દેઓલના લગ્ન તાન્યા આહૂજા સાથે 30 મે 1996 ના રોજ થયા હતા અને તે એક બિઝનેસવુમન પણ છે.