દુનિયાના સૌથી અમીર અભિનેતા માંથી એક છે શાહરુખ ખાન, 28 વર્ષોમાં બનાવી છે આટલા અધધ અબજોની સંપત્તિ

બોલિવુડ

હિંદી સિનેમાના ઈતિહાસમાં એકથી એક ચઢિયાતા અભિનેતા રહ્યા છે. બોલીવુડે દુનિયાને એક પછી એક ઘણા મોટા અને શ્રેષ્ઠ સુપરસ્ટાર આપ્યા છે અને માત્ર ભારત કે હિંદી સિનેમામાં જ નહીં પરંતુ તેને સમગ્ર વિશ્વમાં ઓળખમાં આવે છે. આવા જ હિંદી સિનેમાના સુપરસ્ટાર છે શાહરૂખ ખાન. શાહરુખ ખાનને ‘હકલા ખાન’ જેવા નામથી પણ ઓળખમાં આવે છે.

શાહરૂખ ખાન સિનેમા જગતમાં એક ખૂબ મોટું નામ છે. તેના યોગદાનને ક્યારેય ભૂલી શકાય તેમ નથી. હિંદી સિનેમાને દુનિયાભરમાં પ્રખ્યાત બનાવવામાં શાહરૂખનું એક મહત્વનું સ્થાન છે. શાહરૂખ હિંદી સિનેમાના સુપરસ્ટાર્સમાં ગણવામાં આવે છે જેને પૂરી દુનિયા જાણે છે અને પૂરી દુનિયાના ખૂણે ખૂણે તમને તેના ચાહકો જોવા મળી જશે. શાહરૂખ પ્રત્યે લોકોની દેવાનગી જોતાં જ બને છે.

શાહરૂખ ખાન આજે 55 વર્ષના છે અને આ ઉંમરમાં પણ તેનોના જલવા જોવા મળી રહ્યાં છે. અત્યારે પણ હિંદીસિનેમામાં તે એક મુખ્ય અભિનેતા તરીકે એક્ટિવ છે. શાહરૂખ છેલ્લા 28 વર્ષથી હિંદી સિનેમા પર રાજ કરી રહ્યા છે. 2 નવેમ્બર 1965 ના રોજ નવી દિલ્હીમાં જન્મેલા શાહરૂખે 1992 ની હિટ ફિલ્મ દિવાનાથી હિંદી સિનેમામાં ડેબ્યુ કર્યું હતું. દિવંગત અભિનેતા ઋષિ કપૂર અને દિવંગત અભિનેત્રી દિવ્યા ભારતી આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં હતા.

શાહરૂખે હિંદી સિનેમામાં ડેબ્યુ પહેલા વર્ષ 1989 માં ટીવી સિરિયલ ‘ફૌજી’ માં એક સૈનિકની ભૂમિકા નિભાવી હતી અને થોડા વર્ષો પછી તેણે હિંદી સિનેમામાં ધમાકેદાર ડેબ્યુ કર્યું હતું. ત્યાર પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. ટૂંક સમયમાં તે હિંદી સિનેમાના સુપરસ્ટાર બની ગયા.

શાહરૂખ ખાન સાથે સંબંધિત દરેક ચીજ ચાહકોમાં ખૂબ જ પ્રખ્યાત રહે છે. વાત કરીએ શાહરૂખના બંગલાની તો તેની ચર્ચા સમગ્ર વિશ્વમાં થાય છે. મુંબઈમાં શાહરૂખનો ‘મન્નત’ નામનો બંગલો છે અને તે ખૂબ જ કિંમતી, લક્ઝરી અને સુંદર છે. સફેદ આરસપહાણથી બનેલું આ ઘર માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ટોપ 10 બંગલાઓમાં શામેલ છે. મીડિયા રિપોર્ટ્સ
અનુસાર શાહરૂખના બંગલાની કિંમત આશરે 250 કરોડ રૂપિયા છે.

5067 કરોડ રૂપિયાના માલિક છે શાહરૂખ ખાન: શાહરૂખ ખાને પોતાની 28 વર્ષની લાંબી ફિલ્મી કારકિર્દીમાં ઘણી ખ્યાતિ મેળવવાની સાથે જ અઢળક સંપત્તિ પણ મેળવી છે. તેની ગણતરી બોલીવુડ કે ભારત નહીં પણ વિશ્વના સૌથી ધનિક અભિનેતાઓમાંથી એક તરીકે થાય છે. તે દર મહિને આશરે 25 કરોડ રૂપિયા અને એક વર્ષમાં 300 કરોડ રૂપિયા કમાય છે. તે જ તેની કુલ સંપત્તિ આશ્ચર્યચકિત કરનારી છે. શાહરૂખ કુલ 5067 કરોડના માલિક છે. એક ફિલ્મ માટે પણ શાહરૂખ મોટી ફી ચાર્જ કરે છે. જ્યારે એક સમયે તેને માત્ર 50 રૂપિયા પહેલી રેલેરી તરીકે મળ્યા હતા.

દુબઈ-લંડનમાં પણ 200-200 કરોડના ઘર: શાહરૂખ ખાન પાસે અબજો રૂપિયાની સંપત્તિ વિદેશોમાં પણ છે. વિદેશમાં પણ તેણે ઘર ખરીદી રાખ્યા છે. દુબઈમાં શાહરૂખનું એક લક્ઝરી ઘર છે જેની કિંમત 200 કરોડ રૂપિયા છે તે જ લંડનમાં આવેલ ઘર પણ 200 કરોડ રૂપિયાની કિંમતનું જ છે. તેની પાસે ઘણી લક્ઝરી અને મોંઘી ગાડીઓ પણ છે.

555 નંબરને ખૂબ જ પ્રેમ કરે છે શાહરુખ ખાન: જણાવી દઈએ કે શાહરુખ ખાનને 555 નંબર ખૂબ જ પસંદ છે. તે આ નંબરને ખૂબ જ પ્રેમ કરે છે. તેની દરેક ગાડીના નંબરમાં પણ 555 સંખ્યા શામેલ છે.

શાહરુખની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેની પત્નીનું નામ ગૌરી ખાન છે. બંનેની જોડી હિંદી સિનેમાની સૌથી સફળ, પ્રખ્યાત અને સુંદર જોડીઓમાંથી એક છે. જ્યારે શાહરુખ ખાન 19 વર્ષના હતા ત્યારે તેનું દિલ 14 વર્ષની ગૌરી પર આવી ગયું હતું. બંને પહેલી વખત એક પાર્ટી દરમિયાન મળ્યા હતા અને તે બંને વચ્ચે સારા સંબંધો બની ગયા.

શાહરૂખ અને ગૌરીએ વર્ષ 1991 માં લગ્ન કરી લીધા હતા. બંનેના લગ્ન સરળ ન હતા કારણ કે શાહરુખ મુસ્લિમ છે અને ગૌરી હિંદુ છે પરંતુ બંનેએ પોતાના પ્રેમના કારણે એકબીજાના મેળવી લીધા.

શાહરૂખ અને ગૌરી આજે ત્રણ બાળકોના માતા-પિતા છે. પુત્રીનું નામ સુહાના ખાન અને પુત્રનું નામ આર્યન ખાન છે. તે જ બંનેના સૌથી નાના પુત્રનું નામ અબરામ ખાન છે.