રિતિકના ગીત રિતિકની જેમ જ આશા ભોસલે એ કર્યો ડાંસ, ઈંટરનેટ પર વીડિયો મચાવી રહ્યો છે ધૂમ, તમે પણ જુવો તે વીડિયો

બોલિવુડ

હિન્દી સિનેમાની દિગ્ગઝ સિંગરમાં શામેલ આશા ભોંસલે હંમેશાં ચાહકોના દિલ પર તેમના મધુર અવાજનો જાદુ ફેલાવે છે. જો કે આ વખતે તે એક નવી અને અલગ સ્ટાઈલમાં જોવા મળી રહી છે. ખરેખર, આશા ભોંસલેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ડાન્સ કરતા જોવા મળી રહી છે.

આશા ભોંસલેએ પોતાના શ્રેષ્ઠ અવાજથી આખી દુનિયામાં એક વિશેષ ઓળખ બનાવી છે. તે કોઈ ઓળખની મોહતાજ નથી. સિંગિંગમાં તેમણે નિપુણતા મેળવી છે. સાથે જ હવે તેમનો ડાંસ જોઈને ચાહકો તેમના દીવાના બની રહ્યા છે. વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા લૂટી રહ્યો છે. આશાજી તેમાં તેના ડાન્સ સ્ટેપ્સથી ચાહકોનું દિલ જીતી રહ્યા છે.

રિતિકના ગીત પર કરી રહ્યા છે ડાંસ: જેમ તમે જોઈ શકો છો, આશાજી વીડિયોમાં સુપરસ્ટાર રિતિક રોશનના ગીત પર પોતાના સિગ્નેચર સ્ટેપ કરતી જોવા મળી રહી છે. વાદળી સાડીમાં જોવા મળી રહેલી આશા ભોંસલેની આ સ્ટાઈલ ચાહકો માટે બિલકુલ નવી છે. કારણ કે તે પહેલાં આ સ્ટાઇલમાં ભાગ્યે જ જોવા મળી હશે. બેકગ્રાઉન્ડમાં રિતિક રોશનનું ગીત ‘એક પલ કા જીના’ વાગી રહ્યું છે અને તે રિતિક રોશનની જેમ ડાન્સ કરી રહી છે. જણાવી દઈએ કે આ વિડિઓ જૂનો છે, પરંતુ ચાહકો તેના પર ખૂબ પ્રેમ લૂંટાવી રહ્યા છે.

આશાજીનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ જોવાઈ રહ્યો છે. આ વીડિયો પર સામાન્ય લોકોની સાથે બોલીવુડના સેલેબ્સના રિએક્શન પણ આવી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે કમેંટ કરતા લખ્યું છે કે, કોઈ પણ ફિલ્ડ કેમ ન હોય તમે એડોરેબલ છો. જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે, મને વિશ્વાસ નથી આવી રહ્યો કે તમે આટલો સારો ડાંસ પણ કરો છો. સાથે જ એક અન્ય યૂઝરે લખ્યું છે કે, તમે ખૂબ જ સુંદર છો. આશા છે કે તમે તેને વારંવાર કરતા રહો.

8 સપ્ટેમ્બર 1933 ના રોજ જન્મેલી આશા ભોંસલે એ શાસ્ત્રીય સંગીત, ગઝલો અને પૉપ સંગીતના દરેક ક્ષેત્રમાં પોતાના અવાજથી લોકોના દિલ પર રાજ કર્યું છે. માત્ર હિન્દી જ નહીં પરંતુ તેમણે મરાઠી, બંગાળી, ગુજરાતી, પંજાબી, ભોજપુરી, તમિલ, મલયાલમ, અંગ્રેજી અને રશિયન ભાષાઓમાં પણ ઘણા ગીતો ગાયા છે. માત્ર 15 વર્ષની ઉંમરે આશાજીનું પહેલું ગીત આવ્યું હતું. તેમણે 1948 માં પહેલું ગીત ‘સાવન આયા’ ગાયું હતું, જે ફિલ્મ ચુનરીઆ નું ગીત છે. આશા ભોંસલેએ તેની કારકિર્દીમાં એકથી એક ચઢિયાતા હિટ ગીત આપ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે આશા ભોંસલે કોકિલા લતા મંગેશકરની નાની બહેન છે.