આ 8 ચીજો સવારે આંખ ખોલતાની સાથે જ તમને જોવા મળે તો, સમજી લો કે બની ગયો તમારો દિવસ

ધાર્મિક

આ દરેક માને છે કે જો દિવસની શરૂઆત સારી થાય છે તો આખો દિવસ સારો જાય છે. જો તેનાથી વિરુદ્ધ કંઈક થઈ જાય તો આખો દિવસ ખરાબ જાય છે. દરેક વ્યક્તિ ક્યાંકને ક્યાંક એ જ ઈચ્છતા હોય છે કે તેનો દિવસ સારો જાય. દિવસભર તે ખુશ મનથી રહે. નવો દિવસ, નવી હિંમત અને નવો ઉત્સાહ લઈને આવે. સાથે જ તમે પણ તમારા વડીલોને કહેતા સાંભળ્યા જ હશે કે આવી વ્યક્તિ અથવા ચીજ સવારે ઉઠતાની સાથે જ દેખાઈ ગઈ તેથી દિવસ ખરાબ થઈ ગયો અથવા સારો થઈ ગયો. આટલું જ નહીં કેટલાક લોકો તો એવા હોય છે કે તેઓ તેમની સાથે કેટલીક ચીજો લઈને જ સૂવે છે અથવા પોતાના બેડરૂમની આસપાસ જ એવી ચીજો રાખે છે, જેથી ઉઠતાની સાથે જ તે ચીજોને જુવે. જેનાથી તેનો દિવસ સારો જાય.

જોકે આ પ્રકૃતિ પણ આપણને ઘણું બધું જણાવે છે કે જેનાથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે કયો દિવસ સારો રહેશે અને કયો દિવસ ખરાબ રહેશે. આ સંકેતો દ્વારા અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તે કઈ ચીજો છે. જો સવારે તમને દેખાઈ જાય તો તમારો દિવસ શુભ રહેશે.

મુખ્ય દરવાજા પર ગાયનું ભાંભરવું: જણાવી દઈએ કે જો સવાર સવારમાં તમારા મુખ્ય સરવાજા પર ગાય આવે છે અને ભાંભરવાનું શરૂ કરી દે છે. તો તે એક શુભ સંકેત છે. તેનાથી આપણે એ સમજવું જોઈએ કે આપણા ઘર પર માતા લક્ષ્મીજીના આશીર્વાદ છે. જો આવું તમારી સાથે થાય તો તમારે ગાયના પગ સ્પર્શ કરવા જોઈએ અને તેના માથા પર હાથ ફેરવવો જોઈએ. ત્યાર પછી તેને કંઈક ખાવા માટે આપો. તેનાથી તમારો દિવસ સારો જશે.

મંદિરની ઘંટડીનો અવાજ: જો તમને વહેલી સવારે મંદિરની ઘંટડીનો અવાજ સાંભળવા મળે છો, તો તે પણ ખૂબ જ શુભ પ્રતીક માનવામાં આવે છે. તે આ વાતના સંકેત માનવામાં આવે છે કે તમારા બધા અટકેલા કામ ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યા છે. કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે જતા સમયે જો રસ્તામાં મંદિરની ઘંટડીનો અવાજ સંભળાય છે, તો તેને ખૂબ જ શુભ સંકેત સમજવા જોઈએ, કારણ કે તે આ સંકેત હોય છે કે તમે જે કાર્ય માટે જઈ રહ્યાં છો. તે જરૂર પૂર્ણ થશે.

કરોળિયાને ચળતા જોવો: સવારે પથારીમાંથી ઉઠતાની સાથે જ જો તમને કોઈ કરોળિયો ઘરની દિવાલ પર અથવા ક્યાંય પણ ચળતા જોવ મળે છે. તો તે એક શુભ સંકેત છે. આ આ વાતના સંકેત છે કે તમારી પ્રગતિ થઈ શકે છે. આ દેખાવા પર તમારી સફળતાની સંભાવના છે.

ચકલીનું ચીં ચીં કરવું: જો સવારે ઉઠતાની સાથે જ ચાલીઓનો ચીં ચીં અવાજ સંભળાય છે. અથવા ચકલીના ચીં ચીં અવાજથી તમારી નિંદર ખુલી જાય છે તો તેને સારા સંકેત સમજવા જોઈએ. આ એ વાતના સંકેત છે કે તમારો દિવસ ખૂબ સારો પસાર થવાનો છે. ભગવાન તમારા પર મહેરબાન છે. જો પક્ષીઓ તમારા ઘરમાં આવે છે, તો તમારે તેને દાણા નાખવા જોઈએ. તમારે તમારા ઘરની બાલકનીમાં પક્ષીઓ માટે પાણી અને દાણા રાખવા જોઈએ. તેનાથી તમારી સમૃદ્ધિ વધશે.

સવારે સોનું અથવા તાંબુ દેખાવું: સવારે આંખ ખોલતાની સાથે જ જો તમને સોનું અથવા તાંબુ જોવા મળે છે તો તે એક શુભ સંકેત છે. તે દિવસ દરમિયાન તમારી સાથે પોઝિટિવ ઉર્જા રહે છે. તે આ વાતની ગેરંટી છે.

સુહાગન સ્ત્રી લાલ વસ્ત્રોમાં: સવારે કોઈ કામ માટે નીકળતા સમયે જો તમને કોઈ સુહાગન સ્ત્રી લાલ રંગના વસ્ત્રમાં જોવા મળે છે. તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી તમારે એ સમજવું જોઈએ કે તમારું નસીબ ચમકવા જઇ રહ્યું છે. તમારા દ્વારા કરેલા દરેક કાર્યમાં નસીબ તમારો સાથ આપશે.

ઘાસ – ગોબર: જો સવારે તમને ઘાસ પર ગોબર અથવા ઘાસ અને ગોબર જોવા મળે છે તો તે એક સારા સંકેત છે. તે તમારા જીવનમાં સુખ અને શાંતિના આગમનના સંકેત છે.

સફાઈ કરતા કોઈને જોવા: મોટાભાગે ઘરની બહાર જતા સમયે તમને ઘણા લોકો વહેલી સવારે સફાઇ કરતા જોવા મળશે. તે જોવામા ભલે સારું ન લાગે, પરંતુ તે એક શુભ સંકેત માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે તે માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન થવાના સંકેત છે. આ બનવા પર તમને ધન લાભ મળે છે.