જો સવારે ઉઠતાની સાથે જ જોવા મળે આ ચીજો, તો સમજો કે માતા લક્ષ્મી છે તમારાથી પ્રસન્ન અને મળવાના છે પૈસા જ પૈસા

ધાર્મિક

દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે તેની સવાર ખૂબ જ સારી રીતે શરૂ થાય કારણ કે એવું કહેવામાં આવે છે કે જો સવાર સારી હોય તો આખો દિવસ સારો પસાર થાય છે. આ વિશે ઘણા પૌરાણિક ગ્રંથોમાં એવું કહેવામાં આવ્યું છે કે જો સવારે કોઈ સારી ચીજ દેખાય છે તો આખો દિવસ શુભ રહે છે અને કાર્યોમાં સફળતા પણ મળે છે. તો આજે અમે તમને આ પોસ્ટમાં સવારે બનતી તે ઘટનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જો તે ઘટના સવારમાં તમને જોવા મળે છે તો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

સવારે આ ચીજોના દર્શન થવાથી દિવસ બને છે શુભ: જો સવારે ઉઠતાની સાથે જ તમને ક્યાંકથી શંખ, નાળિયેર, ફૂલ, મોર અથવા હંસ જોવા મળે છે, તો તે આ સંકેત આપે છે કે તમારો આખો દિવસ ખૂબ જ સારી રીતે પસાર થશે. ખરેખર આ બધી ચીજો માતા લક્ષ્મીની નિશાની માનવામાં આવે છે.

જો તમે સવારે કોઈ જરૂરી કામથી બહાર જઈ રહ્યા છો કે ઓફિસ જઈ રહ્યા છો અને રસ્તામાં તમને સફાઈ કામદારો સફાઈ કરતા જોવા મળે તો તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે ઓફિસમાં તમારો દિવસ ખૂબ સારી રીતે પસાર થશે અને તમે જે જરૂરી કામ માટે બહાર જઈ રહ્યા છો તેમાં પણ સફળતા મળશે.

સવારે જો કોઈ શણગાર કરેલી સ્ત્રી જોવા મળે તો સમજો કે તમને સાક્ષાત માતા લક્ષ્મીના દર્શન થયા છે. બીજી બાજુ જો કોઈ મહિલા લાલ કપડા પહેરીને જોવા મળે તો તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

જો સવારે ઉઠતાની સાથે જ દૂધ અથવા દહીંથી ભરેલા વાસણ જોવા મળે, તો તે આ વાતના સંકેત છે કે તમારો આખો દિવસ સારો પસાર થશે. ખરેખર દૂધ અને દહીં સવારે જોવા મળવા એ સૌભાગ્યની નિશાની માનવામાં આવે છે. આ સાથે જ ટૂંક સમયમાં ધન લાભ મળવાના સંકેત પણ માનવામાં આવે છે.

સવારે ઉઠીને જો તમે મોર્નિંગ વોક પર જઈ રહ્યા છો અને તે સમયે તમને કોઈ કન્યા જોવા મળે તો સમજો કે તમને સાક્ષાત માતા દુર્ગાના દર્શન થયા છે. આ સિવાય જો કોઈ કન્યા પાણી ભરેલા વાસણ સાથે જોવા મળે તો તે પણ શુભ છે.

હિન્દુ શાસ્ત્રોમાં એવું માનવામાં આવ્યું છે કે આપણી હથેળીમાં બધા તીર્થ અને બધા દેવતાઓનો વાસ હોય છે. આવી સ્થિતિમાં સવારે ઉઠ્યા પછી હથેળીઓ માથા પર અને આખા ચહેરા પર લગાવવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ કરવાથી, વ્યક્તિને બધા તીર્થોના દર્શન કરવાનો લાભ મળે છે.