જામીનના સમાચાર સાંભળતાની સાથે જ હસવા લાગ્યો આર્યન ખાન, જેલ અધિકારિઓ અને કેદિઓને કહ્યું કંઈક આવું

બોલિવુડ

અભિનેતા શાહરૂખ ખાનના મોટા પુત્ર આર્યન ખાનને મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં ગુરુવારે બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા છે. કોર્ટના આદેશ પછી આર્યનને શુક્રવાર અથવા શનિવારે મુક્ત કરવામાં આવી શકે છે. આર્યનની સાથે જ કોર્ટે બે અન્ય આરોપીઓ અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધમેચાના જામીનના આદેશ પણ જાહેર કરવામાં આવ્યા છે. સતત ત્રણ દિવસ સુધી સુનવણી ચાલ્યા પછી આર્યનને બોમ્બે હાઈકોર્ટે જામીન અપ્યા છે.

નોંધપાત્ર છે કે આ પહેલા આર્યન ખાનની જામીન અરજી બે વખત સેશન્સ કોર્ટ દ્વારા નકારવામાં આવી હતી. ત્રણ વખત પ્રયત્નો કર્યા પછી આર્યનને ડ્રગ્સ કેસમાં જામીન મળી શક્યા છે. આ પહેલા આર્યન તરફથી વકીલ સતીશ માનશિંદે કેસ લડી રહ્યા હતા, જ્યારે આ વખતે સિનિયર વકીલ મુહુલ રોહતગીએ આર્યન તરફથી કેસ લડ્યો અને આર્યનને છેવટે તેમણે જામીન અપાવ્યા.

આર્યનને મળ્યા જામીનના સમાચાર, આવું આપ્યું રિએક્શન: ગુરુવારે સુનવણી પછી લગભગ 5 વાગ્યે કોર્ટે આર્યન, મુનમુન અને અરબાઝના જામીનનો આદેશ આપ્યો. સાથે જ જ્યારે આર્યનને તેના જામીનના સમાચાર મળ્યા, ત્યારે તે તેની બેરેકના કેટલાક કેદીઓ પાસે ગયો અને તેમની સાથે વાત કરી. કહેવામાં આવી રહ્યું છે કે જેલમાં આર્યનની કેટલાક કેદીઓ સાથે ઓળખ બની હતી અને તેમની સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે તે તેના પરિવારના સભ્યોને આર્થિક મદદ કરશે. તે તેમના ચાલી રહેલા કેસમાં પણ મદદ કરશે.

જેલ અધિકારીઓને કહ્યું- આભાર: કહેવામાં આવી રહ્યું છે કે આર્યનને જામીનના સમાચાર સાંજે લગભગ 6 વાગ્યે મળ્યા હતા. જામીનના સમાચાર મળતાની સાથે જ આર્યન ખાન હસવા લાગ્યો અને ત્યાર પછી તેણે જેલ અધિકારિઓનો આભાર માન્યો.

ઘરે આવશે આર્યન, મન્નતમાં થઈ શકે છે સેલિબ્રેશન: કોર્ટના આદેશની નકલ મળ્યા પછી આજે સાંજે અથવા શનિવારે આર્યન ખાન તેના ઘરે ‘મન્નત’ જઈ શકે છે. એવી આશા રાખવામાં આવી રહી છે કે જ્યારે આર્યન ઘરે આવશે ત્યારે ‘મન્નત’માં સેલિબ્રેશન થઈ શકે છે. ગુરુવારે સાંજે કારમાં બેસીને એક વ્યક્તિ ઘરની બહાર ફૂલ પહોંચાડવા પહોંચ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે શાહરૂખના ઘર ‘મન્નત’ને ફૂલોથી સજાવી શકાય છે.

ગુરુવારે સાંજે ચાહકોએ ‘મન્નત’ની બહાર કર્યું સેલિબ્રેશન: આ પહેલા ગુરુવારે સાંજે આર્યનને જામીન મળવાના સમાચાર સામે આવતાની સાથે જ શાહરૂખના ચાહકો તેના ઘરની બહાર પોસ્ટર લઈને પહોંચી ગયા હતા અને મન્નતની બહાર આર્યનના જામીન પર સેલિબ્રેશન કર્યું. આ દરમિયાન લોકોએ શાહરૂખના ઘરની બહાર ફટાકડા પણ ફોડ્યા હતા.

લીગલ ટીમ સાથે હસતા જોવા મળ્યો શાહરૂખ: પુત્ર આર્યનને જામીન મળ્યા પછી શાહરૂખે રાહતનો શ્વાસ લીધો. જણાવી દઈએ કે, NCBએ 2 ઓક્ટોબરે મુંબઈથી ગોવા જઈ રહેલા જહાજમાંથી આર્યનની ધરપકડ કરી હતી. તેમાં રેવ પાર્ટી ચાલી રહી હતી અને આર્યન તેના મિત્રો સાથે હાજર હતો. પુત્રની ધરપકડ પછીથી શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખૂબ જ પરેશાન અને ચિંતિત હતા. જો કે ગુરુવારે સાંજે શાહરુખે પોતાની લીગલ ટીમ સાથે હસતા હસતા તસવીરો ક્લિક કરી.