માતા-પિતાનું દિલ તોડીને અને તેમની સાથે ખોટું બોલીને મુંબઈ આવ્યા હતા કાર્તિક આર્યન, પછી કંઈક આ રીતે બદલાઈ ગયું તેમનિ નસીબ

બોલિવુડ

આજના સમયના સૌથી લોકપ્રિય કલાકારોમાં કાર્તિક આર્યન પણ પોતાનું સ્થાન ધરાવે છે. કાર્તિક આર્યને પોતાની એક્ટિંગના દમ પર દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. સાથે જ તે પોતાના લુકથી પણ ચાહકોનું ધ્યાન આકર્ષિત કરતા રહે છે. કાર્તિકની એક મોટી ફેન ફોલોઈંગ છે. ખાસ કરીને મહિલા ચાહકોની વચ્ચે તે ખૂબ જ લોકપ્રિય છે.

તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર કાર્તિકને એક મહિલા ફેન એ લગ્ન માટે પ્રપોઝ કર્યો હતો. આ સાથે ચાહકે અભિનેતાને 20 કરોડ રૂપિયાની ઓફર પણ આપી હતી. આ પહેલા એક વીડિયો વાયરલ થયો હતો જેમાં કેટલીક છોકરીઓ કાર્તિકના ઘરની બહાર કાર્તિકનું નામ બોલી રહી હતી અને તે કાર્તિકને મળવા આતુર હતી. જ્યારે ઘણા ચાહકોએ તેના નામના ટેટૂ પણ કરાવ્યા છે.

31 વર્ષના કાર્તિક આર્યનમાં દર્શકો ભાવિ સુપરસ્ટાર જોઈ રહ્યા છે. કાર્તિક પોતાની એક્ટિંગ અને લુકની સાથે જ ચાહકોની વચ્ચે પોતાના સાદગી ભરેલા વ્યક્તિત્વ અને મિલનસાર સ્વભાવ માટે પણ ચર્ચામાં રહે છે. આજે કાર્તિક હિન્દી સિનેમાના એક દમદાર અભિનેતા બની ચુક્યા છે, જો કે એક સમયે તે પણ સામાન્ય માણસની જેમ જીવન જીવતા હતા.

કારકિર્દીના શરૂઆતના સમયમાં તેમને ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. તે સતત ઓડિશન આપતા હતા અને ઘણી વખત તેમને રિજેક્શનનો પણ સામનો કરવો પડ્યો હતો. કહેવાય છે કે કાર્તિકે સતત ત્રણ વર્ષ સુધી ઓડિશન આપ્યા હતા. 31 વર્ષના કાર્તિક આર્યનનો જન્મ 22 નવેમ્બર 1990ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. તેનું અસલી નામ કાર્તિક તિવારી છે જોકે તેમણે પોતાનું નામ બદલીને કાર્તિક આર્યન રાખ્યું હતું.

ક્યારેક કાર્તિકને પોતાના લુકના કારણે રિજેક્શનનો પણ સામનો કરવો પડ્યો હતો. જ્યારે આજે તેમના લુકના દરેક વ્યક્તિ દીવાના છે. છોકરીઓ તેમના પર જાન છિડકે છે. સતત ત્રણ વર્ષ સુધી ઓડિશન આપ્યા પછી તેમને હિન્દી સિનેમામાં કામ કરવાની તક મળી. જણાવી દઈએ કે કાર્તિકે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે, જોકે તેમનું સપનું અભિનેતા બનવાનું હતું.

માતા-પિતા ઈચ્છતા હતા કે પુત્ર બને ડોક્ટર: જણાવી દઈએ કે કાર્તિકના પિતાનું નામ મનીષ તિવારી અને તેમની માતાનું નામ માલા અતિવારી છે. બંને ડોક્ટર છે. કાર્તિકના પિતા બાળરોગ નિષ્ણાત છે અને તેમની માતા ગાયનેકોલોજિસ્ટ છે. આવી સ્થિતિમાં મનીષ અને માલા પોતાના પુત્ર કાર્તિકને પણ ડોક્ટર બનાવવા ઈચ્છતા હતા. ખાસ વાત એ છે કે કાર્તિકની મોટી બહેન કૃતિ પણ ડોક્ટર છે.

કહેવાય છે કે કાર્તિક અભિનેતા બનવા ઈચ્છતા હતા અને આ વિશે તેમણે ક્યારેય પોતાના માતા-પિતાને જણાવ્યું નથી. પરંતુ જ્યારે પણ તે તેના મિત્રો સાથે આ વિશે વાત કરતા હતા ત્યારે તેમની ખૂબ મજક બનતી હતી. કાર્તિકે 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો અને તેમના મનમાં અભિનેતા બનવા માટે મુંબઈ તરફ વળવાનો વિચાર આવ્યો.

કાર્તિક મુંબઈ જવા માટે રવાના થયા અને તેમણે તેમના માતા-પિતાને કહ્યું કે તે બી.ટેકનો અભ્યાસ કરવા મુંબઈ જઈ રહ્યા છે. તેમનું એડમિશન મુંબઈની ડીવાય પાટીલ યુનિવર્સિટીમાંથયું. કાર્તિકે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને આ દરમિયાન તે અભિનેતા બનવાનું સપનું પણ જીવવા લાગ્યા.

કાર્તિક પોતાનો ક્લાસ મિસ કરી ઓડિશન આપવા જતો હતો. વર્ષ 2011માં તેમની પહેલી ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’ રિલીઝ થઈ હતી. અભિનેતાને સાચી અને ખાસ ઓળખ ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’થી મળી હતી.