અરુણિતાના લગ્નનું કાર્ડ મળતાની સાથે જ ભાવુક થયા પવનદીપ, કહ્યું કે….

બોલિવુડ

ટીવીના લોકપ્રિય સિંગિંગ રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ’ની 12મી સીઝનના વિજેતા રહેલા પવનદીપ રાજન અને રનર અપ અરુણિતા કાંજીલાલે પોતાના સુરીલા અવાજથી દર્શકોને દિવાના બનાવી દીધા હતા. આ શોનો ભાગ બન્યા પછી બંનેની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થયો હતો. આ શોમાં બંનેની કેમેસ્ટ્રી પણ દર્શકોને ખૂબ પસંદ આવી હતી.

પવનદીપ રાજન અને અરુણિતા કાંજીલાલ ઈન્ડિયન આઈડલ 12 સમાપ્ત થયા પછી પણ ઘણા પ્રસંગો પર સાથે જોવા મળ્યા છે. ઘણીવાર કોઈ શોમાં પણ બંને એકસાથે હાજરી આપતા રહે છે. તાજેતરમાં જ બંને એક શોમાં ફરીથી સાથે જોવા મળ્યા હતા. આ શો સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંનેની કેમેસ્ટ્રીને તમે ફરીથી જોઈ શકો છો.

પવનદીપ રાજન અને અરુણિતા કાંજીલાલ તાજેતરમાં જ એક શો પર પહોંચ્યા હતા. આ શોમાં દિગ્ગઝ સિંગર ઉદિત નારાયણ અને પ્રખ્યાત સિંગર અલકા યાજ્ઞિક પણ હાજર રહ્યા હતા. શોના હોસ્ટ ઉદિત નારાયણ અને સુગંધા મિશ્રા છે. શો પર જ્યારે પવનદીપ અને અરુણિતા સાથે જોવા મળ્યા તો સુગંધા અને આદિત્ય એ તેમને સવાલ કર્યો કે હવે ચર્ચામાં છો અને તેની સાથે જોડાયેલો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

શોમાં અરુણિતા અને પવનદીપ બંનેને કેટલાક સવાલ પૂછવામાં આવ્યા હતા અને બંનેએ તેનો જવાબ ગીત દ્વારા આપ્યો. બંનેનો મધુર અવાજ સાંભળીને દરેક મંત્રમુગ્ધ થઈ ગયા. પહેલા શોની હોસ્ટ સુગંધા મિશ્રાએ અરુણિતાને પૂછ્યું કે જો પવનદીપ તને દાંડિયા મારશે તો તમે કયું ગીત ગાશો? થોડો વિચાર કર્યા પછી અરુણિતાએ ‘હમ્પે યે કિસને હરા રંગ ડાલા’ ગીત ગાયું.

ત્યાર પછી શોના બીજા હોસ્ટ આદિત્ય નારાયણે પવનદીપ રાજનને એક સવાલ પૂછ્યો. આદિત્યએ પવનદીપને પૂછ્યું કે જો તમને અરુણિતાના લગ્નનું કાર્ડ મળશે તો તમારું રિએક્શન શું હશે? પવનદીપ સવાલ સાંભળીને વિચારવા લાગ્યો અને પછી તેમણે રણબીર કપૂરની ફિલ્મનું લોકપ્રિય ગીત ‘અચ્છા ચલતા હૂં’ ગાવાનું શરૂ કર્યું.

પવનદીપ અને અરુણિતા બંનેની આ સ્ટાઈલ તેમના ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો તેમના પર ઘણી કમેન્ટ પણ કરી રહ્યા છે. દર્શકોએ તો બંનેના ગીતને એન્જોય કર્યા સાથે જ બંને સ્ટેજ પર એકબીજાના ગીતને એન્જોય કરતા જોવા મળ્યા.

ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયોને અરુણિતાના એક ફેન પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને એક લાખ 89 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.