લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે ‘પાપા ની પરી’ અરૂણિતા કાંજીલાલની ક્યૂટ સ્ટાઈલ, પવનદીપ રાજન એ કહ્યું કે…

બોલિવુડ

ઈન્ડિયન આઈડલ 12ની ફર્સ્ટ રનર અપ અરુણિતા કાંજીલાલ આ સમયે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાની નવી તસવીરો શેર કરી છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ તસવીરો જોયા પછી ચાહકો તેને પાપાની પરી કહેવા લાગ્યા છે. બીજી તરફ ઈન્ડિયન આઈડલ-12 ના પવનદીપ રાજન પણ જલવા ફેલાવવામાં પાછળ નથી.

જણાવી દઈએ કે અરુણિતા કાંજીલાલ તાજેતરમાં જ પોતાના હોમટાઉન કોલકાતા પહોંચી હતી. ઈંટરનેશનલ ટૂર સમાપ્ત થયા પછી, અરુણિતા પોતાના પરિવાર સાથે ક્વાલિટી ટાઈમ પસાર કરવા ઈચ્છતી હતી અને આ જ કારણ છે કે તેણે ભૂતકાળમાં ઘરે આવવાનો નિર્ણય લીધો.

સોશિયલ મીડિયા પર અરુણિતા કાંજીલાલ સતત પોતાની તસવીરો શેર કરી રહી છે અને તેની લેટેસ્ટ તસવીરો ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે.

આ તસવીરોમાં અરુણિતા કાંજીલાલ બબલ્સ ઉડવતા જોવા મળી રહી છે. તસવીરોમાં જોવા મળી રહેલી અરુણિતા કાંજીલાલની આ ક્યૂટ સ્ટાઈલ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

અરુણિતા કાંજીલાલ એ આ તસવીરો શેર કરતા એ ખુલાસો નથી કર્યો કે આ તસવીર ક્યાંની છે. તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં જ અરુણિતા ફરીથી ઈન્ટરનેશનલ ટૂર પર જવાની છે. ઈન્ડિયન આઈડલ 12ના ટોપ 4 સ્પર્ધકો સાથે આવતા મહિનાથી એક મ્યુઝિકલ ઈન્ટરનેશનલ ટૂર શરૂ થવાની છે.

અરુણિતા કાંજીલાલ ટૂંક સમયમાં જ પોતાના નવા પ્રોજેક્ટ્સ પર પણ કામ કરવાનું શરૂ કરશે. જણાવી દઈએ કે ઈન્ડિયન આઈડલ 12 દરમિયાન જ અરુણિતા કાંજીલાલને ઘણી ઑફર્સ મળી હતી.

વાત કરીએ પવનદીપ રાજનની તો તે આ સમયે હિમાચલ પ્રદેશમાં છે. આ દિવસોમાં પવનદીપ સલીમ મર્ચન્ટના એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા પવનદીપ રાજન વેકેશન એન્જોય કરતા જોવા મળ્યા હતા. ચાહકો તેની વેકેશનની તસવીરોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.