આટલી અધધધ સંપત્તિના માલિક છે રામાયણ ના ‘રામ’ અરૂણ ગોવિલ, જાણો તેમની કુલ સંપત્તિ વિશે

મનોરંજન

ભારતીય ટીવી ઈતિહાસમાં એકથી એક ચઢિયાતી સિરિયલો આવી છે, જોકે જે પ્રેમ, સમ્માન અને લોકપ્રિયતા ઐતિહાસિક સિરિયલ ‘રામાયણ’ને મળી છે, તે અન્ય કોઈ ભારતીય સિરિયલને નથી મળી શકી. આ સીરિયલ લગભગ 34 વર્ષ પહેલા આવી હતી અને આજે પણ તેની ખૂબ ચર્ચા થાય છે.

દિવંગત અને દિગ્ગ્ઝ ડિરેક્ટર રામાનંદ સાગરે ‘રામાયણ’નું નિર્દેશન કર્યું હતું. વર્ષ 1987 થી વર્ષ 1988 સુધી આ સિરિયલ ટીવી પર આવી હતી. આ સિરિયલે દર્શકોના દિલમાં અમીટ છાપ છોડી. દરેક પાત્ર દર્શકોના દિલમાં એવી રીતે ઉતરી ગયું કે પછી તેમના દિલમાંથી બહાર ન નીકળ્યું.

રામાયણમાં કામ કરનાર દરેક કલાકારને સારી ઓળખ મળી હતી. ‘રામાયણ’માં ભગવાન શ્રી રામની ભૂમિકા નિભાવનાર અભિનેતા અરુણ ગોવિલને પણ દરેક વ્યક્તિ ઓળખે છે. શ્રી રામના પાત્રમાં તેમને જોઈને લોકો તેમના દીવાના થઈ ગયા હતા. તે જ્યાં પણ જતા તેમને ખૂબ પ્રેમ અને માન-સન્માન મળતું.

અરુણ ગોવિલ સાથે તો ઘણી વખત એવું કંઈક બની જતું હતું કે તે આશ્ચર્યચકિત થઈ જતા હતા. લોકો તેમનામાં ખરેખર ભગવાનની મૂર્તિ જોવા લાગ્યા હતા અને તેમના ચરણ સ્પર્શ કરવા લાગ્યા હતા. શ્રી રામનું પાત્ર નિભાવ્યા પછી અરુણ ગોવિલની લોકપ્રિયતા એક અલગ જ સ્તરે પહોંચી ગઈ હતી. તે ત્યાર પછી ઘર-ઘરમાં પૂજાવા લાગ્યા હતા.

તે જમાનામાં લોકો પોતાના ઘરોમાં શ્રી રામના રૂપમાં અરુણ ગોવિલની તસવીરો લગાવવા લાગ્યા હતા અને તેમને ખૂબ માનતા હતા. જણાવી દઈએ કે અરુણ ગોવિલે ‘રામાયણ’ પહેલા ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું અને ‘રામાયણ’ પછી પણ તે ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા. જો કે રામાયણે તેમની જોલીમાં જે નાખ્યું તે તેમને બીજે ક્યાંયથી નથી મળ્યું.

ઘણી ફિલ્મોની સાથે અરુણ ગોવિલે ઘણી સિરિયલોમાં પણ કામ કર્યું. જણાવી દઈએ કે તે રામાયણ ઉપરાંત વિક્રમ અને બેતાલ જેવી ટીવી સિરિયલોમાં જોવા મળી ચૂક્યા છે. 64 વર્ષના અરુણ ગોવિલનો જન્મ 12 જાન્યુઆરી 1958ના રોજ ઉત્તર પ્રદેશના મેરઠમાં થયો હતો. અરુણ ગોવિલ એક સમયે અભિનેતા હોવાની સાથે સાથે જ એક રાજકારણી પણ રહ્યા છે.

અરુણ ગોવિલે પોતાની લાંબી ફિલ્મી કારકિર્દીમાં ખૂબ ખ્યાતિ કમાવવાની સાથે જ ખૂબ પૈસા પણ કમાવ્યા છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તે લગભગ 5 મિલિયન ડોલરની સંપત્તિના માલિક છે. ભારતીય ચલણમાં જોઈએ તો આ રકમ લગભગ 38 કરોડ રૂપિયા થાય છે. તેમણે એક્ટિંગ ઉપરાંત આ સંપત્તિ જાહેરાત વગેરેથી પણ કમાઈ છે.

હવે વાત કરીએ અરુણ ગોવિલના અંગત જીવન વિશે. તો તમને જણાવી દઈએ કે અરુણ ગોવિલ પરિણીત છે અને તે બે બાળકોના પિતા છે. આટલું જ નહીં તે દાદા પણ બની ચુક્યા છે.

અરુણે શ્રીલેખા ગોવિલ સાથે લગ્ન કર્યા હતા. અરુણ અને શ્રીલેખાને બે બાળકો છે. પુત્રનું નામ અમલ ગોવિલ અને પુત્રીનું નામ સોનિકા ગોવિલ છે. પુત્ર અમલના લગ્ન થઈ ચુક્યા છે અને તેમને એક પુત્ર છે. જ્યારે સોનિકા મુંબઈમાં નોકરી કરે છે.

અરુણ ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. આ બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની સારી ફેન ફોલોઈંગ છે. ટ્વિટર પર તેને 8 લાખ 82 હજારથી વધુ લોકો ફોલો કરે છે, જ્યારે ઈન્સ્ટા પર તેના 4 લાખ 83 હજારથી વધુ ફોલોઅર્સ છે.