બોલીવુડના આ 10 પ્રખ્યાત કલાકાર ચલાવે છે રેસ્ટોરંટ, કોઈએ ભારત તો કોઈએ વિદેશમાં શરૂ કર્યો છે બિઝનેસ, જુવો તેના રેસ્ટોરંટની તસવીરો

બોલિવુડ

બોલિવૂડના ઘણા એવા સ્ટાર્સ છે જેમની કમાણીનું માધ્યમ માત્ર ફિલ્મો કે જાહેરાતો જ નથી. પરંતુ તે બિઝનેસથી પણ મોટી કમાણી કરે છે. ઘણા પ્રખ્યાત સ્ટાર્સ સાઈડ બિઝનેસ તરીકે રેસ્ટોરન્ટ ચલાવે છે. આ લિસ્ટમાં ઘણા મોટા સ્ટાર્સના નામ શામેલ છે. ચાલો આજે તમને બોલીવુડના 10 પ્રખ્યાત સેલેબ્સના રેસ્ટોરંટ્સ વિશે જણાવીએ.

પ્રિયંકા ચોપડા: બોલિવૂડમાંથી નીકળીને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવનારી પ્રિયંકા ચોપરાએ ભૂતકાળમાં ન્યૂયોર્કમાં એક ભારતીય રેસ્ટોરન્ટ ખોલ્યું છે. 26 માર્ચ 2021 ના રોજ શરૂ થયેલા પોતાના રેસ્ટોરંટની તસવીરો પણ પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેમાં તે પતિ નિક જોનાસ સાથે રેસ્ટોરંટમાં પૂજા પાઠ કરતા જોવા મળી હતી. અભિનેત્રીએ તેના રેસ્ટોરન્ટનું નામ ‘સોના’ રાખ્યું છે અને તે જોવામાં ખૂબ જ સુંદર પણ છે.

શિલ્પા શેટ્ટી: શિલ્પા શેટ્ટીની દરેક સ્ટાઈલ ચાહકોનું દિલ જીતી લે છે. તેનો પતિ રાજ કુંદ્રા એક પ્રખ્યાત બિઝનેસમેન છે અને સાથે જ તે પણ ઈન્ડસ્ટ્રીની સફળ બિઝનેસવુમન છે. તે મુંબઈમાં ફેલાયેલા ‘બેસ્ટિયન’ રેસ્ટોરન્ટ ચેઇનની કો-ઓનર છે. મળતી માહિતી મુજબ તેણે આ રેસ્ટોરન્ટ થોડા સમય માટે પહેલા જ ખોલ્યું છે. આ રેસ્ટોરન્ટ 8000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે.

જેક્લીન ફર્નાન્ડીસ: શ્રીલંકાની બ્યૂટી એટલે કે જેકલીન ફર્નાન્ડિસે શ્રીલંકાની રાજધાની કોલંબો શહેરમાં પોતાનું પહેલું રેસ્ટોરંટ ખોલ્યું હતું. બોલિવૂડની સુંદર અભિનેત્રી જેક્લીનની આ રેસ્ટોરન્ટ ફાઇવ સ્ટાર હોટલ શાંગ્રી-લામાં છે. સાથે જ તેમણે કેટલાક મિત્રો સાથે મળીને વર્ષ 2018 માં મુંબઈમાં પાલી હિલમાં પોતાનું એક થાઈ-રેસ્ટોરંટ પણ ખોલ્યું હતું પરંતુ પછી તે બંધ થઈ ગયું હતું.

જુહી ચાવલા: 90 ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી જૂહી ચાવલાના પતિ જય મહેતા એક સફળ બિઝનેસમેન છે. સાથે જ ઝૂહી પતિ સાથે મળીને મુંબઈના પોશ વિસ્તારમાં રૂ ડૂ લિબાન નામનું રેસ્ટોરન્ટ ચલાવે છે. આ રેસ્ટોરન્ટ 3,200 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે.

ચંકી પાંડે: જાણીતા અભિનેતા ચંકી પાંડેનું ‘ધ એલ્બો રૂમ’ નામથી મુંબઈના વેસ્ટમાં ઈટાલિયન ફૂડ રેસ્ટોરંટ છે. તેને તે તેની પત્ની ભાવના પાંડે સાથે મળીને ચલાવે છે.

પરીજાદ જોરાબિયન: અભિનેત્રી પરીજાદ જોરાબિયન ફિલ્મોમાં સફળ થઈ ન હતી, પરંતુ તેમનો રેસ્ટોરંટ બિઝનેસ સફળ છે. તેમના પિતાએ વર્ષ 1975 માં મુંબઇમાં રેસ્ટોરન્ટ ગોંડોલાની શરૂઆત કરી હતી, પછીથી તેને પરિજાદે રિનોવેટ કરાવ્યું હતું. આ રેસ્ટોરન્ટમાં સ્વાદિષ્ટ ઈંડિયન, ચાઇનીઝ અને સીફૂડ મળે છે.

આશા ભોંસલે: દિગ્ગજ સિંગર આશા ભોંસલેએ પોતાના ગીતથી દુનિયાભરમાં ઘણી ઓળખ બનાવી છે. તે રેસ્ટોરંટ પણ ચલાવે છે. ભોજન બનાવવાની અને ખવડાવવાની શોખીન આશા ભોસલે ‘આશા’સ’ નામથી પોતાનો રેસ્ટોરંટ બિઝનેસ ચલાવે છે. ખાસ વાત એ છે કે મુંબઈ, લંડન, દુબઈ સહિત દુનિયાના ઘણા શહેરોમાં તેના રેસ્ટોરંટ ચલાવે છે.

સુનીલ શેટ્ટી: સુનિલ શેટ્ટી રેસ્ટોરંટ્સના બિઝનેસથી કરોડો રૂપિયાની કમાણી કરે છે. તેમણે વર્ષ 2000 માં ફૂડ બિઝનેસની શરૂઆત કરી હતી. તેમનું મુંબઇમાં મિસ્ચીફ રેસ્ટોરન્ટ છે અને આ ઉપરાંત તે એચ20 નામના બારની માલિક પણ છે.

ધર્મેન્દ્ર: દિગ્ગઝ અભિનેતા ધર્મેન્દ્રના રેસ્ટોરંટનું નામ ગરમ-ધરમ છે. તેની શરૂઆત વર્ષ 2015 માં કરવામાં આવી હતી. તેની શાખાઓ નોઇડા, ગાઝિયાબાદ, મુરથલ અને કનૉટ પ્લેસમાં છે. તે આ રેસ્ટોરંટના કો-ઓનર હોવાની સાથે જ બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.

ડીનો મોરિયા: એક સમયે પોતાની એક્ટિંગથી ચર્ચામાં રહેલા ડીનો મોરિયાનું મુંબઈમાં લક્ઝરી કેફે છે. જેનું નામ ક્રેપ સ્ટેશન છે.