અચાનક બગડી અરશદ વારસીની તબિયત, ડૉક્ટરી તપાસમાં નીકળી આ ગંભીર બીમારી, હોસ્પિટલમાં છે એડમિટ

બોલિવુડ

બોલિવૂડ સ્ટાર્સ આજકાલ બીમાર પડી રહ્યા છે. અવારનવાર કોઈને કોઈની બીમારીના સમાચાર સામે આવે છે. તાજેતરમાં જ અભિનેતા પ્રભાસના ઘૂંટણમાં ગંભીર બીમારી હોવાની વાત સામે આવી હતી. હવે મુન્નાભાઈની સર્કિટ એટલે કે અરશદ વારસી પણ ગંભીર બીમારીની ઝપટમાં આવી ગયા છે. તેમણે તાજેતરમાં જ તપાસ કરાવી હતી.

ફિલ્મી સ્ટાર્સની વ્યસ્ત લાઈફસ્ટાઈલના કારણે તે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી. તેનું પરિણામ એ છે કે તેમને કોઈને કોઈ બીમારી ઘેરી લે છે. જો તેની સમયસર જાણ થઈ જાય તો સારું રહે છે. કંઈક આવું જ થયું અરશદ વારસી સાથે જેને પોતાની ગંભીર બીમારી વિશે જાણ થઈ છે.

ઘણા દિવસોથી બેચેની અનુભવી રહ્યા હતા વારસી: અરશદ વારસી એક પ્રખ્યાત ફિલ્મ અભિનેતા છે. તેમણે મુન્નાભાઈની સર્કિટની ભુમિકાથી દરેકના દિલ જીતી લીધા હતા. તાજેતરમાં જ તે બચ્ચન પાંડેની ફિલ્મમાં પણ જોવા મળ્યા હતા. હવે તે એક અન્ય ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું નામ ‘જીવન વિમા યોજના’ છે. આ એક ક્રાઈમ કોમેડી ફિલ્મ છે જે અભિષેક ડોગરા બનાવી રહ્યા છે.

આ ફિલ્મના શૂટિંગમાં જ આ દિવસોમાં મુન્નાભાઈની સર્કિટ ખૂબ જ વ્યસ્ત છે. ફિલ્મ પ્રોડક્શનના એક સભ્યએ જણાવ્યું કે અરશદ વારસી છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ બેચેની અનુભવી રહ્યા હતા. તેમણે ફિલ્મ માટે કેટલાક જરૂરી સીન પણ શૂટ કરવાના હતા પરંતુ શૂટિંગ અધવચ્ચે જ અટકાવવું પડ્યું હતું.

જાણો અરશદ વારસીને કઈ બીમારી થઈ ગઈ છે: અરશદ વારસી છેલ્લા ઘણા દિવસોથી અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા. જોકે છતાં પણ તે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. જો કે આજે શૂટિંગ દરમિયાન તેમની તબિયત વધુ બગડવા લાગી હતી. ત્યાર પછી તેમણે અચાનક શૂટિંગ બંધ કરી દીધું અને સીધા પોતાના ડૉક્ટર પાસે પહોંચી ગયા. તેમણે પોતાના સ્વાસ્થ્ય વિશે ડૉક્ટરને માહિતી આપી.

ત્યાર પછી ડોક્ટરે તેની તપાસ કરાવી. તપાસ પછી તેમની બીમારી વિશે જાણ થઈ જે કિડનીમાં થઈ ગઈ છે. અરશદ વારસીને કિડનીમાં પથરી છે. જેના કારણે તેમની તબિયત બગડી રહી છે. ડૉક્ટરે અભિનેતાને ફિલ્મનું શૂટિંગ બંધ કરીને પહેલા ઓપરેશન કરાવવાની સલાહ આપી છે.

15 દિવસ સુધી નથી કરવાનું કોઈ કામ: હવે અરશદ વારસીને કામ કરવાની મનાઈ કરવામાં આવી છે. તે ઘરની નજીકની હોસ્પિટલમાં એડમિટ છે. હવે તેમની કિડનીમાં રહેલી પથરીનું ઓપરેશન કરાવવાનું છે. ડૉક્ટરે તેમને 15 દિવસ સુધી કોઈ કામ ન કરવાની સલાહ આપી છે. તેમણે માત્ર આરામ કરવો પડશે અને સમયસર તેની દવા લેવી પડશે જેથી તે જલ્દી સ્વસ્થ થઈ શકે.

જોકે અરશદ ઘણા દિવસોથી ડોક્ટર પાસે જવાનું મન બનાવી રહ્યા હતા. ત્યાં વાતાવરણ ખરાબ હોવાને કારણે તે જઈ શકતા ન હતા. તેમની ફિલ્મની વાત કરીએ તો તેમણે માર્ચથી જ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આશા છે કે તે તેને ટૂંક સમયમાં પૂર્ણ કરશે. હાલમાં તેમણે શૂટિંગથી દૂર રહેવું પડશે.