ભાભીના બેબી શાવરમાં પહોંચી અનિલ કપૂરની ભત્રીજીઓ, સોનમની બહેને મહેફિલમાં લગાવ્યા ચાર ચાંદ, જુવો તસવીરો

બોલિવુડ

કપૂર પરિવારમાં આ દિવસોમાં ખુશીઓનો વરસાદ થઈ રહ્યો છે. તાજેતરમાં જ અનિલ કપૂરની નાની પુત્રી રિયા કપૂર લગ્નના બંધનમાં બંધાઈ છે. તેણે 14 ઓગસ્ટના રોજ તેના લોન્ગટર્મ બોયફ્રેન્ડ કરણ બુલાની સાથે લગ્ન કર્યા. આ દરમિયાન આખો કપૂર પરિવાર એન્જોય કરતા જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે કપૂર પરિવારમાં હજી સેલિબ્રેશન સમાપ્ત પણ થયું ન હતું કે બુધવારે રાત્રે અનિલ કપૂરની બહેન રીના કપૂરની પુત્રવધૂ અંતરા મારવાહની બેબી શાવર સેરેમની કરવામાં આવી. આ દરમિયાન પણ લગભગ સમગ્ર કપૂર પરિવાર ખૂબ જ ખુશ જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે અંતરાના પતિનું નામ મોહિત મારવાહ છે.

બેબી શાવર સેરેમનીમાં સમગ્ર કપૂર પરિવાર શામેલ થયો હતો. સોનમ કપૂર, રિયા કપૂર, અર્જુન કપૂર, ખુશી કપૂર, શનાયા કપૂર, અંશુલા કપૂર, બધા ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા. પરંતુ સંજય કપૂરની પુત્રી શનાયાએ આખી મહેફિલ લૂંટી લીધી. તેનો લુક બધા પર ભારે પડ્યો. જણાવી દઈએ કે શનાયા કપૂર આ દરમિયાન સિલ્વર લાઈટ યલો કલરના લહેંગામાં જોવા મળી હતી. તેમણે લહેંગા સાથે લાઈટ બ્લૂ કલરનો દુપટ્ટો કેરી કર્યો હતો. માંગ ટીકા અને વાળમાં જૂડો બનાવીને ખુબ જ સુંદર લાગી રહી હતી.

ભાભી અંતરા મારવાહની બેબી શાવર સેરેમનીમાં સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર પણ પહોંચી હતી. તેમની સાથે મોટી બહેન ખુશી કપૂર પણ હતી. જણાવી દઈએ કે બંને બહેનો બોલીવુડમાં પગ મૂકવાની તૈયારી કરી રહી છે. અમે તમને જણાવી દઈએ કે શનાયા આ દિવસોમાં ઘણા ફોટોશૂટ કરાવી રહી છે. તેનું આખું ઇન્સ્ટાગ્રામ ગ્લેમરસ તસવીરોથી ભરેલું છે.

અંતરા મારવાહની બેબી શાવર સેરેમનીમાં સમગ્ર કપૂર પરિવાર શામેલ થયો હતો. આ દરમિયાન નવી દુલ્હન રિયા કપૂર ખૂબ જ સિમ્પલ લુકમાં જોવા મળી હતી. તેણે લાઈટ બ્લૂ કલરનું આઉટફિટ પહેર્યું હતું. બેબી શાવર સેરેમની દરમિયાન અંતરા મારવાહ ખૂબ ખુશ જોવા મળી હતી. આ દરમિયાન તેની માતા અને સાસુ બંને હાજર હતા. બંને સમધનોએ મળીને બધી વિધિઓ કરી.

શનાયા કપૂર છેલ્લા કેટલાક સમયથી પોતાના બોલીવુડ ડેબ્યૂને લઈને ખૂબ ચર્ચામાં છે. ફિલ્મ મેકર કરણ જોહર તેની ફિલ્મમાં તેને લોન્ચ કરવા માટે તૈયાર છે. સાથે જ શનાયા પણ સોશિયલ મીડિયા દ્વારા પહેલાથી જ લોકોના દિલમાં એક ખાસ ઓળખ બનાવવામા સફળ થતી જોવા મળી રહી છે.

જણાવી દઈએ કે બેબી શાવર સેરેમનીનું આયોજન ટીના અંબાણીના ઘરે કરવામાં આવ્યું હતું. અંતરાના પતિનું નામ મોહિત મારવાહ છે. આ કપલના લગ્ન 2018 માં દુબઈમાં થયા હતા અને તેમના લગ્ન પછી જ શ્રીદેવીનું ત્યાંની એક હોટલમાં મૃત્યુ થયું હતું.