લગ્નના 4 દિવસ પહેલા સલમાનની બહેનનો કંઈક આ સ્ટાઈલમાં થયો હતો ગ્રહપ્રવેશ, જુવો તેની કેટલીક તસવીરો

બોલિવુડ

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સલમાન ખાનને બે બહેનો છે. તેની મોટી બહેનનું નામ અલવીરા ખાન અગ્નિહોત્રી છે, જેના લગ્ન અભિનેતા અતુલ અગ્નિહોત્રી સાથે થયા હતા, જ્યારે તેની નાની બહેનનું નામ અર્પિતા ખાન શર્મા છે. અર્પિતાના લગ્ન અભિનેતા આયુષ શર્મા સાથે થયા હતા. બંનેએ વર્ષ 2014 માં સાત ફેરા લીધા હતા અને આયુષ શર્મા સલમાન ખાનના બીજા અને નાના જીજુ બન્યા હતા.

જણાવી દઈએ કે સલમાનની મોટી બહેનની સરખામણીમાં તેની નાની બહેન અર્પિતા ખાન શર્મા વધુ ચર્ચામાં રહે છે. અર્પિતા ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં તે ચર્ચાનો ભાગ તે સમયે બની હતી જ્યારે તેની જેઠાણી રાધિકા ગંભીર શર્માએ સસરા અનિલ શર્મા પર દહેજ માંગવાના ગંભીર આરોપ લગાવ્યા હતા, ત્યારે પોતાની જેઠાણીને અરીસો બતાવીને અર્પિતા ખાન પોતાના સસરાના બચાવમાં આવી હતી.

જણાવી દઈએ કે અર્પિતાના સસરા અને આયુષ શર્માના પિતા અનિલ શર્મા હિમાચલ પ્રદેશના મંડીથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. થોડા દિવસો પહેલા આયુષની ભાભી અને અર્પિતાની જેઠાણી રાધિકાએ સસરા અનિલ શર્મા પર સોશિયલ મીડિયા પર ઘણા મોટા અને ગંભીર આરોપ લગાવ્યા હતા. સસરાની ઈજ્જત ઉછળતા જોઈને અર્પિતાએ સ્થિતિ સંભાળી લીધી હતી અને તેમણે સસરાના બચાવમાં ઘણું કહ્યું હતું.

સસરા અનિલ શર્માના પક્ષમાં બોલતા અર્પિતાએ જેઠાણી રાધિકાના આરોપોને ખોટા જણાવ્યા હતા. અર્પિતાનું કહેવું હતું કે રાધિકા એ સસરા અનિલ શર્મા પર લગાવેલા આરોપ સંપૂર્ણપણે ખોટા છે. શર્માના પરિવાર વિશે વાત કરતા અર્પિતાએ કહ્યું હતું કે મુસ્લિમ પરિવારની પુત્રી હોવા છતાં શર્મા પરિવારે તેને તેમના બાળકની જેમ અપનાવી છે. સસરાને અર્પિતાએ એક આદર્શવાદી વ્યક્તિ અને પિતા સમાન જણાવ્યા હતા.

નોંધપાત્ર વાત એ છે કે અર્પિતાના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તે તેના સસરા અને સાસરિયાની કેટલી નજીક છે. જણાવી દઈએ કે તેમનો સસરા સાથે એક ખાસ અને મજબૂત બોન્ડિંગ છે. તાજેતરમાં જ જ્યારે અર્પિતાના સાસરિયામાં પારિવારિક વિવાદ ચાલી રહ્યો હતો, તે દરમિયાન અર્પિતાની એવી તસવીરો સામે આવી હતી, જે સાસરિયામાં અર્પિતાના ગ્રહપ્રવેશ દરમિયાનની હતી.

સોશિયલ મીડિયા પર અર્પિતા ખાનની આ તસવીરોએ ખૂબ હેડલાઇન્સ બનાવી હતી. જણાવી દઈએ કે આ તસવીરો તે સમયની છે જ્યારે અર્પિતા ખાન શર્મા પહેલી વખત આયુષ શર્માના દિલ્હીવાળા ઘરે પહોંચી હતી. જ્યાં તેમનું સુંદર રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. લગ્નના માત્ર 4 દિવસ પહેલા અર્પિતા અહીં તેના સાસુ અને પરિવારના અન્ય સભ્યોને મળવા આવી હતી, જ્યાં તેની સાસુ સુનિતા શર્માએ તેની પુત્રવધૂનો આરતીની થાળી લઈને ગ્રહપ્રવેશ કર્યો હતો.

 

18 નવેમ્બર 2014 ના રોજ થયા હતા આયુષ શર્મા અને અર્પિતા ખાનના લગ્ન: આયુષ શર્મા અને અર્પિતા ખાન શર્માના લગ્ન 18 નવેમ્બર 2014 ના રોજ થયા હતા. બંનેના લગ્નનું રિસેપ્શન હિમાચલ પ્રદેશના મંડીમાં રાખવામાં આવ્યું હતું. જ્યાં આખા પરિવારે પોતાની હાજરી આપી હતી. આયુષ અને અર્પિતા હવે બે બાળકો એક પુત્રી અને એક પુત્રના માતા-પિતા છે.