સલમાન ખાનની બહેન અર્પિતા ખાને ખરીદ્યું આટલા અધધધ કરોડનું લક્ઝુરિયસ ઘર, એક સમયે રસ્તા પર મળી હતી કંઈક આ હાલતમાં

બોલિવુડ

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની બહેન અર્પિતા ખાન ‘ખાન પરિવાર’ની જાન છે. સલમાન ખાનના પરિવારે તેને એટલો પ્રેમ આપ્યો છે કે ક્યારેય અર્પિતાને એવું અનુભવવા નથી દીધું કે તે એક અનાથ છે. બાળપણથી લઈને આજ સુધી અર્પિતા ખાનને ખૂબ પ્રેમ મળ્યો છે, સાથે જ સલમાન ખાનની તે સૌથી લાડલી છે.

નોંધપાત્ર છે કે, અર્પિતા ખાને અભિનેતા આયુષ શર્મા સાથે લગ્ન કર્યા છે. જોકે પહેલા આયુષ શર્મા ફિલ્મોમાં કામ કરતા ન હતા. અર્પિતા ખાન સાથે લગ્ન કર્યા પછીથી જ તેમણે એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.

અર્પિતા અને આયુષ શર્મા બે બાળકોના માતા-પિતા છે અને પોતાનું સુખી જીવન જીવી રહ્યા છે. આ દરમિયાન અર્પિતા ખાને મુંબઈમાં એક લક્ઝરી ઘર ખરીદ્યું છે, જેની કિંમત લગભગ 10 કરોડ જણાવવામાં આવી રહી છે.

રિપોર્ટ્સનું માનીએ તો, અર્પિતા ખાનની નવી પ્રોપર્ટી બિલ્ડિંગના 12મા માળ પર આવેલી છે અને 750 ચોરસ ફૂટમાં ફેલાયેલી છે, જેમાં 4 કાર આરામથી પાર્કિંગ કરી શકાય છે. કહેવામાં આવી રહ્યું છે કે અર્પિતા ખાન શર્માએ આ ઘર માટે લગભગ 40 લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી તરીકે આપ્યા છે. જણાવી દઈએ કે, અર્પિતા ખાનના આ નવા ઘરમાં 4 BHK ઉપલબ્ધ છે.

તમારી માહિતી માટે જણાવી દઈએ કે અર્પિતા ખાન સલીમ ખાનની દત્તક લીધેલી પુત્રી છે. કહેવાય છે કે એક વખત સલીમ ખાન પોતાની પત્ની હેલન સાથે મોર્નિંગ વોક માટે જઈ રહ્યા હતા ત્યારે એક મહિલા રોડ પર મૃત હાલતમાં પડી હતી. તેની બાજુમાં એક નાની છોકરી રડી રહી હતી.

આવી સ્થિતિમાં સલીમ ખાને નક્કી કર્યું કે તે આ છોકરીનું પાલન પોષણ કરશે અને તેને રસ્તા પરથી પોતાના ઘરે લઈ આવ્યા. ત્યાર પછી આ છોકરીનો ખૂબ જ સુંદર રીતે ઉછેર કરવામાં આવ્યો અને આજે અર્પિતા ખાન પ્રખ્યાત સેલિબ્રિટીના લિસ્ટમાં શામેલ છે.

રિપોર્ટનું માનીએ તો અર્પિતાએ લંડન કોલેજ ઓફ ફેશન શોમાંથી ફેશન માર્કેટિંગ અને મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી છે. ત્યાર પછી એક પાર્ટીમાં તેની મુલાકાત આયુષ શર્મા સાથે થઈ. બંનેનો પરિચય એક કોમન ફ્રેન્ડ દ્વારા થયો હતો. કહેવાય છે કે આયુષને અર્પિતા સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો. ત્યાર પછી બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરી અને લગ્નના બંધનમાં બંધાઈ ગયા.

જણાવી દઈએ કે, અર્પિતા અને આયુષે વર્ષ 2014માં લગ્ન કર્યા હતા. હવે બંને બે બાળકોના માતા-પિતા છે. પુત્રનું નામ આહિલ છે અને પુત્રીનું નામ આયાત છે. બંનેની સોશિયલ મીડિયા પર સુંદર તસવીરો વાયરલ થતી રહે છે. અર્પિતાનો પતિ આયુષ શર્મા થોડા મહિના પહેલા ફિલ્મ ‘અંતિમ ધ ફાઈનલ ટ્રુથ’ માં જોવા મળ્યો હતો. આ ઉપરાંત તે ટૂંક સમયમાં એક નવી ફિલ્મમાં જોવા મળશે.

જણાવી દઈએ કે અર્પિતા ભાઈ સલમાન ખાનને પોતાના પિતાની જેમ માને છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન અર્પિતાએ કહ્યું હતું કે, ‘હું સોહેલ ભાઈની વધુ નજીક છું. અમે બંને લગભગ સાથે મોટા થયા છીએ. અમારી મસ્તી ચાલતી રહે છે. સલમાન ભાઈ માટે મારા દિલમાં ખૂબ જ પ્રેમ અને સમ્માન છે. તે મારા માટે પિતા સમાન છે.”