આ અજાણ્યા વ્યક્તિની બાહોમાં જોવા મળી સારા અલી ખાન, કહ્યું – લવ યૂ, જુવો તસવીરો

બોલિવુડ

બોલિવૂડની સુંદર અભિનેત્રી સારા અલી ખાન તેની ફિલ્મો ઉપરાંત સોશિયલ મીડિયા પર તેની પોસ્ટ્સને કારણે પણ હેડલાઇન્સમાં રહે છે. દરરોજ સારા અલી ખાન સોશિયલ મીડિયા પર પોતાની કોઈ ને કોઈ તસવીર શેર કરતી રહે છે. ફરી એકવાર તે પોતાની પોસ્ટને લઈને ચર્ચામાં છે.

સારા અલી ખાને તાજેતરમાં તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી જે તસવીર શેર કરી છે તેમાં તે એક વ્યક્તિ સાથે જોવા મળી રહી છે. તે વ્યક્તિ વિશે કોઈ પણ નથી જાણતું. આ કારણે સોશિયલ મીડિયા યુઝર્સે ઘણા પ્રકારની વાતો કરવાનું શરૂ કરી દીધું છે. લોકોનું કહેવું છે કે સારા તે વ્યક્તિને ડેટ કરી રહી છે.

જણાવી દઈએ કે સારા અલી ખાને તાજેતરમાં જ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક તસવીર શેર કરી છે. બોલિવૂડ અભિનેત્રીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તેના બીચ પર પસાર કરેલા પોતાના તે સમયને યાદ કરીને એક જૂની તસવીર શેર કરી છે, જ્યારે તેમણે પોતાના મિત્ર જેહાન હાંડા સાથે રજાઓના સારા દિવસોની મજા લીધી હતી. તસવીરો થોડી જૂની છે પરંતુ તેણે ચર્ચાની બજાર ગરમ કરી દીધી છે.

સારા અને જેહની તસવીરો વાયરલ થવાથી લોકો આ વાતનો અંદાજ લગાવી રહ્યા છે કે સારા અલી ખાન હવે જેહન હાંડાના પ્રેમમાં પડી ચુકી છે. લોકોને લાગી રહ્યું છે કે બંને વચ્ચે કંઇકને કંઈક જરૂર ચાલી રહ્યું છે. લોકો સારા દ્વારા લખેલી એક ખાસ ચીજને કારણે પણ આ કરી રહ્યા છે. ખરેખર સારાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર જે તસવીર શેર કરી છે તેની સાથે તેણે લવ યુ અને ટેક મી બેકનું સ્ટીકર પણ લગાવ્યું છે.

સાથે જ જણાવી દઈએ કે સારા અલીની સાથે જ જેહને પણ તેની સાથે પસાર કરેલી પળોને સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેહને એક વીડિયો શેર કર્યો છે જેમાં બંનેની સાથે પસાર કરેલી યાદગાર પણ જોવા મળી રહી હતી. તેમણે તેને શેર કરતા લખ્યું હતું કે, “અમારા પ્રેમ અને મિત્રતાને કોઈ નહિં સમજી શકે.”

હવે જોવાની વાત એ છે કે શું બંને વચ્ચે માત્ર મિત્રતાનો જ સંબંધ છે અથવા બંને ખરેખર એક બીજાને દિલ આપી બેઠા છે. એ તો સમય જ બતાવશે. પરંતુ તસવીરોમાં બંનેની મજબૂત બોન્ડિંગ ખૂબ મજબૂત જોવા મળી રહી છે. તસવીરોમાં જે રીતે બંને એકબીજાને પોઝ આપી રહ્યા છે તેનાથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે બંનેનું અફેયર ચાલી રહ્યું છે.

જણાવી દઈએ કે જેહાન ‘ગાય ઇન ધ સ્કાય પિક્ચર્સ’ ના ક્રિએટિવ ડિરેક્ટર છે. બીજી તરફ સારા અલી ખાન બોલિવૂડની જાણીતી અભિનેત્રી અમૃતા સિંહ અને અભિનેતા સૈફ અલી ખાનની પુત્રી છે. સારા અલી ખાને વર્ષ 2018 માં હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન તેમની પહેલી ફિલ્મ ‘કેદારનાથ’ રિલીઝ થઈ હતી. ફિલ્મમાં દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપુત મુખ્ય ભુમિકામાં હતા. ફિલ્મ હિટ સાબિત થઈ હતી. સારાની આગામી ફિલ્મ ‘અતરંગી રે’ છે જેમાં તે સુપરસ્ટાર અક્ષય કુમાર અને ધનુષ સાથે જોવા મળશે.