શ્રીદેવી-બોનીના લગ્નથી દુખી અર્જુનની માતા, બર્થ એનિવર્સરી પર પુત્ર એ ઈમોશનલ થઈને કહી આ વાત

બોલિવુડ

માતાને ગુમાવવાનું દુ:ખ ક્યારેય દૂર થતું નથી. જીવનભર તેની કમી અનુભવાય છે. અર્જુન કપૂર પણ અત્યારે આ જ કમી અનુભવી રહ્યો છે. તેમની માતા મોના શૌરીની આજે (3 ફેબ્રુઆરી) 58મી જન્મજયંતિ છે. આ પ્રસંગ પર અર્જુન ખૂબ જ ભાવુક થઈ ગયો. તેણે માતાની તસવીર શેર કરતા એક લાંબી પોસ્ટ લખી છે.

માતાની જન્મજયંતિ પર ભાવુક થઈ ગયો અર્જુન: અર્જુને પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, “જન્મદિન મુબારક માઁ. હું ફોન પર તમારું નામ જોવાનું મિસ કરી રહ્યો છું. ઘરે પરત આવીને તમને મળવાનું મિસ કરી રહ્યો છું. મને તમારી અને અંશુલાની કલાકો વાતો કરવાનું યાદ આવી રહ્યું છે. તમને ખૂબ મિસ કરી રહ્યો છું માઁ.”

અર્જુન આગળ લખે છે, “હું તમારું નામ બોલવાનું, તમારી સુગંધ લેવાનું, મારું મેચ્યોર થવા પર તમારું સમજાવવું, મારું બાળક બનવાનું, તમારી સાથે હસવાનું મિસ કરી રહ્યો છું. હું તમારા વગર અધૂરું અનુભવી રહ્યો છું, કારણ કે તમે હંમેશા મારી સાથે ઉભા રહેતા હતા. હું તમારા વગર અધૂરો છું. આશા છે કે મારું આ વર્જન જોઈને તમે ઉપરથી મને નિહાળતા ગર્વ અનુભવી રહ્યા હશો.”

અર્જુન છેલ્લે લખે છે “હું તમને ખૂબ પ્રેમ કરું છું. તારો ઈમાનદાર ગોળમટોળ ગાલવાળો પુત્ર..” આ સાથે જ અર્જુને હાર્ટ ઈમોજી પણ બનાવ્યું છે. અર્જુનની આ પોસ્ટને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સાથે જ ઘણી સેલિબ્રિટીઓએ પણ અર્જુનની આ પોસ્ટ પર કમેંટ કરીને તેને સાંત્વના આપ્યું છે.

પતિના બીજા લગ્નથી દુઃખી હતી મોના શૌરી: જણાવી દઈએ કે 3 ફેબ્રુઆરી 1964ના રોજ દિલ્હીમાં જન્મેલી મોના શૌરીએ વર્ષ 1983માં બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન પછી તેણે 1985માં અર્જુન કપૂર અને 1987માં તેની બહેન અંશુલાને જન્મ આપ્યો હતો. તેના જીવનમાં ભૂકંપ ત્યારે આવ્યો જ્યારે પતિ બોની કપૂર એ 1996 માં શ્રીદેવી સાથે લગ્ન કર્યા.

પતિના બીજા લગ્નથી મોનાને ખૂબ જ આઘાત લાગ્યો હતો. તેણે 2007માં આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “બોની અને મારા આરેંજ મેરેજ થયા હતા. તે ઉંમરમાં મારાથી 10 વર્ષ નાના હતા. લગ્ન સમયે હું માત્ર 19 વર્ષની હતી. આવી સ્થિતિમાં જ્યારે અમારું 13 વર્ષ જૂનું લગ્નજીવન તૂટી ગયું ત્યારે મને ખૂબ જ આઘાત લાગ્યો હતો. મને વિશ્વાસ આવી રહ્યો ન હતો કે મારા પતિને કોઈ અન્ય સાથે પ્રેમ થઈ ગયો છે.”

માતાના નિધનથી તૂટી ગયો હતો અર્જુન: મોનાનું 25 માર્ચ 2012ના રોજ અચાનક નિધન થઈ ગયું હતું. દુઃખની વાત એ હતી કે તે પોતાના પુત્ર અર્જુન કપૂરનું બોલિવૂડ ડેબ્યૂ પણ જોઈ શકી ન હતી. અર્જુનની પહેલી ફિલ્મ રિલીઝ થયાના 45 દિવસ પહેલા તેની માતાનું નિધન થયું હતું. માતાના નિધનથી અર્જુન તૂટી ગયો હતો. દુઃખની વાત એ હતી કે આ દુઃખની ઘડીમાં તેમના આંસુ લૂછવા વાળું કોઈ ન હતું.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અર્જુન છેલ્લે ફિલ્મ ‘ભૂત પોલીસ’માં જોવા મળ્યો હતો. તેમાં તે સૈફ અલી ખાન, જેકલીન ફર્નાન્ડીઝ અને યામી ગૌતમ સાથે જોવા મળ્યો હતો. તે ટૂંક સમયમાં એક વિલન રિટર્ન્સ, કુટ્ટી અને ધ લેડી કિલરમાં જોવા મળશે.