પહેલા સલમાનની બહેન પર અને પછી તેમની ભાભી પર આવ્યું દિલ, કંઈક આવી તે શરૂ થઈ મલાઈકા-અર્જુનની લવ સ્ટોરી

બોલિવુડ

હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા અર્જુન કપૂર છેલ્લા ઘણા સમયથી અભિનેત્રી મલાઈકા અરોરા સાથે રિલેશનશિપમાં છે. જણાવી દઈએ કે મલાઈકા અભિનેતા અરબાઝ ખાનની પૂર્વ પત્ની અને અભિનેતા સલમાન ખાનની ભાભી છે. બંનેએ વર્ષ 1998 માં લગ્ન કર્યા, પરંતુ વર્ષ 2017 માં છૂટાછેડા સાથે તેમના સંબંધોનો અંત આવ્યો હતો. ત્યારથી મલાઈકા અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે, જોકે શું તમે જાણો છો કે મલાઈકા પહેલા અર્જુન સલમાનની બહેન સાથે પણ ઈશ્ક લડાવી ચૂક્યો છે.

મલાઇકા પહેલા અર્જુનનું રિલેશન સલમાન ખાનની નાની બહેન અર્પિતા ખાન સાથે ઘણા વર્ષો સુધી ચાલ્યું હતું. અર્જુને પોતે પોતાના ઇન્ટરવ્યુમાં અર્પિતા ખાન સાથે અફેયરની વાત સ્વીકારી હતી અને તેમનું કહેવું હતું કે અર્પિતા તે પહેલી છોકરી હતી જેના માટે તે ગંભીર હતા.

મળતી માહિતી મુજબ અર્જુન જ્યારે 22 વર્ષનો હતો ત્યારે જ તેનું દિલ ખાન પરિવારની પુત્રી પર આવી ગયું હતું. સાથે જ અર્પિતા ખાન પણ કપૂર પરિવારના પુત્ર પર ફિદા થઈ ગઈ હતી. કહેવાય છે કે જ્યારે અર્જુન સાથે અર્પિતા રિલેશનશિપમાં હતી ત્યારે તે તેની ભાભી મલાઈકા અરોરા પાસે તે તેના અને અર્જુનના સંબંધો વિશે સલાહ લેતી હતી. પરંતુ ઘણા વર્ષો પછી મલાઈકા અરોરાને અર્જુન કપૂર સાથે પ્રેમ થઈ ગયો.

જણાવી દઈએ કે આ વાતની જાણ સલમાન ખાનને પણ હતી કે અર્જુન કપૂર તેની બહેનને ડેટ કરી રહ્યો છે. એવું પણ કહેવામાં આવે છે કે આ સમય દરમિયાન સલમાન અર્જુનને જ સપોર્ટ કરતો હતો. જોકે લગભગ બે વર્ષ પછી અર્જુન અને અર્પિતાનો સંબંધ તૂટી ગયો. પરંતુ સલમાન ખાન સાથે અર્જુનનો સંબંધ અકબંધ રહ્યો.

જણાવી દઈએ કે એક સમયે અર્જુનનું વજન ખૂબ વધારે હતું અને તે લગભગ 150 કિલોના હતા. ત્યારે સલમાને જ તેને વજન ઘટાડવાની અને હીરો બનવાની સલાહ આપી હતી. ત્યાર પછી અર્જુને તેના શરીર પર કામ કર્યું અને ઘણું વજન ઘટાડ્યું અને હિન્દી સિનેમામાં એન્ટ્રી લીધી. ત્યાર પછી તેણે સલમાન ખાનની ભાભી સાથે ઈશ્ક લડાવીને બધાને ચોંકાવી દીધા.

અર્પિતા સાથેના સંબંધો પર સલમાન, અર્જુન સાથે હતો, પરંતુ જ્યારે મલાઈકા સાથે પણ અર્જુનનું નામ જોડવા લાગ્યું તો સલમાનને આ વાત પર ખૂબ ગુસ્સો આવ્યો અને અર્જુન અને તેમની વચ્ચેનો સારો સંબંધ દુશ્મનીમાં બદલાઈ ગયો. કામના સંબંધમાં અર્જુનને ઘણીવાર સલમાનના ઘરે જવું પડતું હતું અને આ દરમિયાન મલાઈકા અને તેમની વચ્ચે પ્રેમની ખિચડી પાકવા લાગી.

જ્યારે અર્પિતા અને અર્જુનના બ્રેકઅપનું કારણ મલાઈકા બની હતી, તો અરબાઝ અને મલાઈકાના છૂટાછેડાનું કારણ અર્જુનને માનવામાં આવ્યો. મલાઇકા અને અરબાઝના છૂટાછેડા પહેલા ઘણા વર્ષો પહેલા અર્જુન અને મલાઇકાનો પ્રેમ સંબંધ શરૂ થઈ ચુક્યો હતો. વર્ષ 2015 ના અંત સુધીમાં તેની જાણ અરબાજના પરિવારને પણ થઈ ગઈ હતી.

વર્ષ 2016 સુધીમાં ફિલ્મ કોરિડોરમાં પણ મલાઈકા અને અરબાઝના અફેરની ચર્ચા થવા લાગી. આ દરમિયાન મલાઈકા અને અરબાઝ વચ્ચેના સંબંધમાં પણ અનબન થવા લાગી. છેવટે 28 માર્ચ, 2016 ના રોજ અરબાઝ અને મલાઈકાએ એક નિવેદન જાહેર કરીને અલગ થવાની ઘોષણા કરી અને વર્ષ 2017 માં બંનેના છૂટાછેડા થઈ ગયા.

મલાઈકા અને અર્જુનનો પ્રેમ કોઈથી છુપાયો નથી, બંને ઘણીવાર એકબીજા સાથે જોવા મળે છે અને બંને એકબીજા પર ખૂબ પ્રેમ લૂટાવે છે. હવે ચાહકો આ કપલના લગ્નની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ અર્પિતા ખાનની વાત કરીએ તો તે તેના લગ્ન જીવનમાં ખૂબ ખુશ છે. વર્ષ 2014 માં તેમણે અભિનેતા આયુષ શર્મા સાથે લગ્ન કર્યા હતા અને હવે બંને બે બાળકોના માતાપિતા છે.