18 વર્ષની ઉંમરમાં જ સલમાન ખાનની બહેન અર્પિતાના પ્રેમમાં પાગલ હતો અર્જુન, પછી કંઈક આવી રીતે તૂટ્યો બંનેનો સંબંધ

બોલિવુડ

આજે અભિનેતા અર્જુન કપૂર અને અભિનેત્રી મલાઇકા અરોરાની ગણતરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખૂબ ચર્ચિત અને પાવરફુલ કપલમાં થાય છે. બંનેએ હજી સુધી લગ્ન કર્યાં નથી, પરંતુ બંને વચ્ચેનો સંબંધ ખૂબ જ મજબૂત છે. બંને ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઘણીવાર અર્જુન અને મલાઈકાના લગ્નના સમાચાર પણ આવે છે. પરંતુ બંનેએ કહ્યું છે કે જ્યારે તે લગ્ન કરશે ત્યારે બધાને ખબર પડી જશે.

આજે અર્જુન મલાઈકાના પ્રેમમાં પાગલ છે, પરંતુ તે પહેલા અર્જુન અભિનેતા સલમાન ખાનની બહેન અર્પિતા ખાનના પ્રેમમાં પાગલ હતો. અર્જુન અને અર્પિતા બંને એક બીજાને પસંદ કરવા લાગ્યા હતા અને આ સંબંધને લઈને અર્જુન ખૂબ ગંભીર હતો. પરંતુ એવું કહેવામાં આવે છે કે અર્પિતાને કારણે આ સંબંધ તૂટી ગયો હતો.

અર્જુનની સાથે જ અર્પિતા પણ તેના સંબંધને લઈને ખૂબ ગંભીર હતી. જોકે તેમનો સંબંધ ખૂબ જ ટૂંક સમયમાં સમાપ્ત થઈ ગયો હતો. સલમાન ખાનની સાથે તેના આખા પરિવારને પણ અર્જુન અને અર્પિતાના સંબંધ વિશે ખબર હતી. જોકે સમયની સાથે સંબંધ આગળ વધી શક્યો નહીં. ચાલો આજે તમને અર્જુન અને અર્પિતાની અધૂરી લવ સ્ટોરી વિશે જણાવીએ.

જ્યારે અર્જુન કપૂર અર્પિતા ખાન પર પોતાનું દિલ હારી બેઠો હતો તે સમયે અર્જુનનો અભિનેતા તરીકે ફિલ્મી દુનિયા સાથે કોઈ સંબંધ ન હતો. આ સમયે અર્જુન કપૂર માત્ર 18 વર્ષનો હતો. અને આ સમયે અર્જુન કપૂર પણ ખૂબ ચરબીવાળો હતો. તેનું વજન 140 કિલો હતું. અર્જુન કપૂરે અર્પિતા સાથે લગ્ન કરવાનું સપનું પણ જોયું હતું, પરંતુ એવું શું બન્યું કે માત્ર 2 વર્ષની અંદર જ બંને અલગ થઈ ગયા.

થોડા વર્ષો પહેલા અર્જુન કપૂરે એક ઇન્ટરવ્યુમાં અર્પિતા અને તેમના સંબંધ વિશે વાત કરી હતી. આ દરમિયાન તેણે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા. અર્જુનના કહેવા મુજબ, અર્પિતા સાથે તેનો એક માત્ર એવો સંબંધ હતો, જેના વિશે તે ખૂબ ગંભીર હતો અને ભવિષ્યનું સપનું જોઈ રહ્યો હતો. અભિનેતાએ કહ્યું હતું કે, ‘તે આજ સુધીનો મારો એકમાત્ર ગંભીર સંબંધ હતો. અમે એક-બીજાને ત્યારે ડેટ કરવાનું શરૂ કર્યું જ્યારે હું 18 વર્ષનો હતો, પરંતુ આ સંબંધ માત્ર 2 વર્ષ સુધી જ ચાલ્યો.’

અર્જુને આગળ તેના ઇન્ટરવ્યુમાં અર્પિતા સાથેના સંબંધ વિશે કહ્યું હતું કે, “હું સલમાન ભાઈ સાથે ઘણા સમય પહેલાથી સંકળાયેલ હતો. અમારા સંબંધની શરૂઆત ‘મૈને પ્યાર ક્યૂ કિયા’ ફિલ્મ દરમિયાન થઈ હતી. હું ડરી ગયો હતો ત્યારે મે સલમાન ભાઈ અને તેમના પરિવારને અર્પિતા અને પોતાના વિશે બધું ફટાફટ જણાવી દીધું હતું. હું ઈચ્છતો હતો કે પહેલા મારા દ્વારા બધાને આ વિશે જાણ થાય. સલમાન ભાઈ શોક્ડ હતા, પરંતુ તે લોકો અને તેમના સંબંધની ઈજ્જત કરે છે. પરંતુ તે અર્પિતા સાથે મારા સંબંધમાં મારી જ સાઈડ લેતા હતા.

અર્પિતાએ કર્યું બ્રેકઅપ: અર્જુન કપૂરે કહ્યું હતું કે, વર્ષ 2003 દરમિયાન તે નિખિલ અડવાણીની ફિલ્મ સલામ-એ-ઇશ્ક આસિસ્ટ કરી રહ્યો હતો, તે દરમિયાન બધુ બરાબર ચાલી રહ્યું હતું. પછી અચાનક એક દિવસ અર્પિતાએ આ સંબંધ તોડી નાખ્યો. અર્જુન સમજી શક્યો નહીં કે તેણે આ શા માટે કર્યું. માત્ર અર્જુન જ નહીં સલમાન અને તેના પરિવારના સભ્યો પણ સમજી શક્યા નહીં કે તેણે અર્જુન સાથે બ્રેકઅપ શા માટે કર્યો.

જણાવી દઈએ કે અર્જુન અને અર્પિતા બંને આજે તેમના જીવનમાં ખુશ છે. જ્યારે અર્જુન ઘણી વાર મલાઈકા અરોરા સાથેના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે, ત્યારે અર્પિતા આજે એક પુત્ર આહિલની માતા છે. અર્પિતાએ વર્ષ 2014 માં આયુષ શર્મા સાથે લગ્ન કર્યા હતા. આ કપલ આજે સુખી જીવન જીવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.