35 વર્ષના થયા સિંગર અરિજિત સિંહ, સલમાન ખાન સાથે પંગાથી લઈને અંડરવર્લ્ડ ની ધમકી સુધી, જાણો કેવું રહ્યું છે તેમનું જીવન

બોલિવુડ

કહેવાય છે કે સાચો સિંગર તે જ હોય છે જેના અવાજમાં ઈમોશન હોય. બોલિવૂડ સિંગર અરિજીત સિંહના અવાજમાં તે જાદુ છે, જેને સાંભળીને લોકો ભાવુક થઈ જાય છે. ખાસ કરીને દર્દ ભરેલા ગીતોમાં તેમણે નિપુણતા મેળવી છે. અરિજિત આજે (25 એપ્રિલ) પોતાનો 35મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં અમે તમને તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

બૉલીવુડની સફર: અરિજીત સિંહ મૂળ રીતે પશ્ચિમ બંગાળના છે. તેમનો જન્મ પણ 25 એપ્રિલ 1987ના રોજ પશ્ચિમ બંગાળના જિયાગંજ અઝીમગંજ શહેરમાં થયો હતો. અરિજિત શરૂઆતથી જ ખૂબ જ સીધા-સાદા અને શાંત સ્વભાવના હતા. તેમણે પોતાની કારકિર્દી સિંગિંગ ટેલેન્ટ શો ‘ઈન્ડિયન આઈડોલ’માં સ્પર્ધક તરીકે શરૂ કરી હતી. જો કે તે આ શોનો તાજ પોતાના નામે કરી શક્યા ન હતા. પરંતુ છતાં પણ તેમણે હાર ન માની. પોતાનો સંઘર્ષ શરૂ રાખ્યો.

અરિજીતને 2011માં ‘મર્ડર 2’માં ગાવાની તક મળી હતી. ચાહકોને તેના ગીત ખૂબ જ પસંદ આવ્યા. ત્યાર પછી તેમણે આશિકી 2માં ગાયું. તેનાથી તેમની લોકપ્રિયતા સાતમા આસમાન પર પહોંચી ગઈ. આજે ભાગ્યે જ કોઈ એવું હશે જેને અરિજીતના ગીત પસંદ ન હોય. લોકો તેમના ગીત ખૂબ રસપૂર્વક સાંભળે છે. તેમનામાં ખોવાઈ જાય છે. યુટ્યુબ પર પણ તેમના ગીતને જોરદાર વ્યુઝ મળે છે.

સલમાન ખાન સાથે લડાઈ: અરિજીત સિંહ અને સલમાન ખાનની પરસ્પર બિલકુલ બનતી નથી. તેમની દુશ્મની ની શરૂઆત ગિલ્ડ એવોર્ડ શોમાં થઈ હતી. ત્યારે અરિજિત એવોર્ડ લેવા સ્ટેજ પર આવ્યા હતા. અહીં સલમાને તેના ગીત પર કેટલીક કમેન્ટ કરી હતી. તેના પર અરિજિતે પલટવાર કરતા કહ્યું, ‘આપ ને તો લોકો કો સૂલા દિયા.’ ત્યાર પછી સલમાને કહ્યું, ‘તમે આવું ગીત ગાશો તો લોકોને ઊંઘ આવી જશે’. બસ આ દલીલ પછી બંનેએ એકબીજાની અવગણના કરવાનું શરૂ કરી દીધું.

2 લગ્ન, 1 છૂટાછેડા: અરિજીત સિંહે પોતાના જીવનમાં બે લગ્ન કર્યા છે. તેમની પહેલી પત્ની વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. આ લગ્ન 2013માં થયા હતા. અરિજિતે તેના સ્ટેજ શોની પોતાની કો-કંટેસ્ટેંટ સાથે લગ્ન કર્યા હતા. જોકે લગ્નના એક વર્ષ પછી બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. તેમની પહેલી પત્નીની કોઈ પણ તસવીર સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ નથી.

આ છૂટાછેડા પછી, અરિજિતે 2014 માં પોતાની બાળપણની મિત્ર કોયલ સાથે લગ્ન કર્યા. ખાસ વાત એ છે કે કોયલના પણ આ બીજા લગ્ન હતા. તેના પહેલા લગ્નથી તેને એક સંતાન પણ છે. જોકે છતાં પણ કપલ એકસાથે સુખી જીવન જીવી રહી છે.

અંડરવર્લ્ડની ધમકી: સ્ટારડમના જ્યાં કેટલાક ફાયદા હોય છે તો કેટલાક ગેરફાયદા પણ છે. અરિજીત સિંહ જ્યારે તેની કારકિર્દીના પિક પર હતા ત્યારે તેમને અંડરવર્લ્ડ તરફથી ધમકી મળી હતી. ખરેખર તેમની પાસેથી 5 કરોડ રૂપિયાની ફરૌતી માંગવામાં આવી હતી. તેની ફરિયાદ સિંગરે મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં કરી હતી. તેમણે જણાવ્યું કે રવિ પૂજારી તેમની પાસેથી 5 કરોડ રૂપિયાની રંગદારી માંગી રહ્યા છે. જ્યારે તેમણે પૈસા આપવાની મનાઈ કરી તો ફ્રીમાં બે શો કરવા માટે દબાણ કરી રહ્યો છે. આ 2015 થી છે.