અરિજીતની પહેલી પત્નીને જોતા જ થઈ જશો ફિદા, પછી એક પુત્રીની માતા સાથે કર્યા હતા લગ્ન, જુવો તેની પહેલી પત્નીનિ તસવીરો

બોલિવુડ

આજના સમયમાં સૌથી પ્રખ્યાત અને ચર્ચિત બોલીવુડ સિંગરમાં અરિજિત સિંહનું નામ સૌથી પહેલા આવે છે. અરિજિતે પોતાના સુરીલા અવાજથી લાખો ચાહકોને દિવાના બનાવ્યા છે. અરિજિત તેના ગીતો તેમજ તેની પર્સનલ લાઇફને લઈને પણ ચર્ચામાં રહે છે.

ખૂબ ઓછા લોકો જાણે છે કે અરિજિતસિંહે બે લગ્ન કર્યા છે. તેના પહેલા લગ્ન તો એક વર્ષ પણ ચાલી શક્યા ન હતા. તેમના પહેલા લગ્ન વર્ષ 2013 માં રૂપરેખા બેનર્જી સાથે થયા હતા. પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. ચાલો આજે અમે તમને અરિજિત સિંહની પહેલી પત્ની વિશે જણાવીએ.

અરિજિત સિંહ અને રૂપરેખા બેનર્જીએ વર્ષ 2013 માં સાત ફેરા લીધા હતા અને વર્ષ 2013 માં જ બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. આ સંબંધને તેનું લક્ષ્ય મળ્યું નથી. જણાવી દઈએ કે અરિજિત અને રૂપરેખા બંને એક બીજાને ઘણા લાંબા સમયથી જાણતા હતા. અરિજિતસિંહે જ્યારે વર્ષ 2005 માં ‘ગુરુકુલ’ નામના સિંગિંગ રિયાલિટી શો માં ભાગ લીધો હતો, ત્યારે તેની સ્પર્ધક રૂપરેખા પણ હતી. બંને પહેલીવાર અહીં મળ્યા હતા. રૂપરેખા ખૂબ જ સુંદર લાગે છે.

અરિજિત અને રૂપરેખાએ ‘ગુરુકુળ’માં સુંદર પરફોર્મંસ આપ્યું હતું, પરંતુ તેમાંથી કોઈ પણ તેનો વિજેતા ન બની શક્યા. શોમાં મુલાકાત પછી રૂપરેખા અને અરિઝીતને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો.

એક બીજાને ડેટિંગ કર્યાના થોડા સમય પછી બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. પરંતુ અરિઝીતના પહેલા લગ્ન એક વર્ષ પણ ટકી શક્યા ન હતા.

રૂપરેખા બેનર્જી સાથેના સંબંધો સમાપ્ત થયા પછી અરિજિતસિંહે કોયલ રોય સાથે બીજા લગ્ન કર્યા. બંનેના લગ્ન વર્ષ 2014 માં થયાં હતાં. અરિજિત સિંહની બીજી પત્ની પણ લુકમાં ખૂબ જ સુંદર છે. સાથે જ તમને જણાવી દઈએ કે અરિજિતની પહેલી પત્નીની જેમ તેમની બીજી પત્ની કોયલ રોય પણ સિંગર છે.

જણાવી દઈએ કે જ્યારે કોયલ રોય અરિજિત સિંહની બીજી પત્ની છે, તો અરિજિત પણ કોયલના બીજા પતિ છે. અરિજિત સાથે લગ્ન કરતા પહેલા કોયલ પણ એક લગ્ન કરી ચુકી હતી. પરંતુ તેમના લગ્ન પણ સફળ થઈ શક્યા ન હતા. ત્યાર પછી તેણે બીજી વખત અરિજિત સાથે લગ્ન કર્યા. કોયલને પહેલા લગ્નથી એક પુત્રી છે જે તેની અને અરિઝીત સાથે જ રહે છે. સાથે જ અરિજિત અને કોયલ બે પુત્રોના માતાપિતા છે.

અરિજિત સિંહનો જન્મ 25 એપ્રિલ 1987 ના રોજ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયો હતો. તે શરૂઆતથી જ સંગીતના વાતાવરણ વચ્ચે વચ્ચે મોટો થયો હતો. તેની માતા પણ સિંગર હતી, જ્યારે તેના મામા તબલા વગાડતા હતા. અરિજિત સિંહની સિગિંગ કારકિર્દીની શરૂઆત વર્ષ 2005 માં સિંગિંગ રિયાલિટી શો ‘ગુરુકુલ’ થી થઈ હતી.

અરિજિતે વર્ષ 2011 માં ફિલ્મ ‘મર્ડર 2’ ના ‘ફિર મોહબ્બત’ ગીતથી બોલિવૂડ કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ તેને તેની સાચી ઓળખ 2013 ની ફિલ્મ ‘આશિકી 2’ ના ગીત ‘તુમ હી હો’ થી મળી હતી. આ પછી, તેણે એક પછી એક હિટ ગીતોની લાઇન લગાવી.