અરિઝીત સિંહ એ સ્પર્શ કર્યા MS ધોનીના પગ, સિંગર હોય કે અભિનેતા દરેક કરે છે માહીનું સમ્માન

રમત-જગત

દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ એટલે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની નવી સીઝનની શરૂઆત થઈ ચુકી છે. IPLની નવી સિઝનની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. IPL 2023 ની પહેલી મેચ મહેંદ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ વાળી ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ અને હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપવાળી ટીમ ગુજરાત ટાઈટંસ વચ્ચે રમાઈ હતી.

ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે સીઝનની પહેલી મેચ પહેલા IPL 2023નો ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાયો હતો. IPL 2023ની ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ કલાકારોએ ચાર ચાંદ લગાવી દીધા. અરિજિત સિંહ, તમન્ના ભાટિયા અને રશ્મિકા મંદાનાએ ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું હતું.

પહેલા અરિજિત સિંહે પોતાના શ્રેષ્ઠ ગીતોથી દર્શકોના મન મોહી લીધા. ત્યાર પછી તમન્ના ભાટિયા અને રશ્મિકાએ સ્ટેજ પર લાખો લોકોની ભીડ સામે ધમાકેદાર ડાન્સ કર્યો. ત્યાર પછી તમામ કલાકારો અને બંને ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા અને મહેન્દ્ર સિંહ ધોનીને સ્ટેજ પર બોલાવવામાં આવ્યા હતા.

હાર્દિક અને ધોનીએ ભવ્ય સ્ટાઈલમાં સ્ટેજ પર એંટ્રી કરી હતી. અભિનેત્રી અને હોસ્ટ મંદિરા બેદી સાથે પહેલાથી જ સ્ટેજ પર અરિજિત સિંહ, તમન્ના ભાટિયા અને રશ્મિકા મંદાના હાજર હતા. ત્યાર પછી મહેન્દ્ર સિંહ ધોનીની એન્ટ્રી થઈ. મહેન્દ્ર સિંહ ધોની સ્ટેજ પર આવ્યા અને તમન્ના અને રશ્મિકા સાથે હાથ મિલાવ્યો.

રશ્મિકા અને તમન્નાને મળ્યા પછી ધોની અરિજિત સિંહ તરફ ગયા. પરંતુ બદલામાં અરિજીત સિંહે જે કર્યું તેણે લોકોના દિલ જીતી લીધા. આ દરમિયાન અરિજિતે લાખો લોકોની ભીડની સામે સ્ટેજ પરથી પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન અને ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના પગને સ્પર્શ કર્યો હતો.

આ નજારો જોઈને દરેક આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ અરિજિત સિંહ દ્વારા ધોનીને આપવામાં આવેલા આ સન્માને દરેકનું દિલ જીતી લીધું. અરિજીતની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રસંશા થઈ રહી છે. અરિજિત માત્ર એક શ્રેષ્ઠ સિંગર જ નથી, પરંતુ તે એક સારા વ્યક્તિ પણ છે, આ વાતમાં કોઈ શંકા નથી.

ધોની અને અરિજિતની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં ધોની અરિજિત સિંહને મળી રહ્યા છે. ત્યારે જ સ્ટેજ પર જ અરિજીત સિંહ ધોનીના પગને સ્પર્શ કરે છે. સોશિયલ મીડિયા યુઝર્સનો આ તસવીરે દિવસ બનાવી દીધો. આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

ધોની અને અરિજિતની આ તસવીર પર કમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, “જેની પોતાની રિસ્પેક્ટ હોય છે તે બીજાની જરૂર કરે છે અને જ્યારે સામે ધોની હોય ત્યારે શું કહેવું”. એક યુઝરે લખ્યું કે, “માહી ઈઝ ઈમોશન.” એકે લખ્યું કે, “અરિજિતે આ કરીને અમારા દિલને સ્પર્શી લીધું”. એક અન્યએ લખ્યું કે, “બે લીઝેંડ એક ફ્રેમમાં”.

આવી રહી મેચની હાલત: IPL 2023ની પહેલી મેચની વાત કરીએ તો ધોનીની ટીમે પહેલા બેટિંગ કરતા 7 વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા હતા. ઓપનર રુતુરાજ ગાયકવાડે 92 રનની શ્રેષ્ઠ ઇનિંગ રમી હતી. જવાબમાં હાર્દિકની ટીમ ગુજરાત ટાઇટન્સે આ મેચ જીતી લીધી હતી. ગુજરાત તરફથી સલમી બેટ્સમેન શુભમન ગીલે 63 રનનું યોગદાન આપ્યું હતું.