સિંગર અરિજિત સિંહ એક કલાકની ફી જાણીને નહીં આવે વિશ્વાસ, મોટા-મોટા અભિનેતાઓને પણ ફીની બાબતમાં છોડી દે છે પાછળ

બોલિવુડ

સિંગર અરિજિત સિંહ આ દિવસોમાં બોલિવૂડમાં છવાયેલા છે. તેમના મધુર અવાજના લોકો દીવાના છે. તે જેવું ગાવાનું શરૂ કરે છે, તરત જ તેના ચાહકો બધું ભૂલીને બસ તેમની ધુનમાં મસ્ત થઈ જાય છે. અરિજીતને આ સફળતા આમ જ નથી મળી. તેના માટે તેમણે ખૂબ સંઘર્ષ કર્યો છે.

ઘણી વખત રિજેક્શનનો સામનો કર્યા પછી, તે આજે એ તબક્કા સુધી પહોંચ્યા છે, જ્યાં તેમની સ્પર્ધા કરવી મુશ્કેલ છે. આ સિંગરને કોઈપણ પ્રકારનું ગીત આપવામાં આવે, તે તેમાં લીન થઈ જાય છે. જો કે અરિજીત હંમેશા સિમ્પલ રહે છે પરંતુ શું તમે તેની ફી વિશે જાણો છો. એક કલાક માટે તે જેટલી ફી લે છે, તેટલી તો મોટા-મોટા અભિનેતાઓને પણ નથી મળતી.

બે લગ્ન કરી ચુક્યા છે અરિજીત: અરિજીત સિંહ 25 એપ્રિલે પોતાનો 34મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે. તેમના અંગત જીવન વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. તેનું એક કારણ તે પોતે છે કારણ કે તેમને પોતાના અંગત જીવન વિશે વાત કરવાનું પસંદ નથી. છતાં પણ તમને જણાવી દઈએ કે અરિજીત સિંહે બે લગ્ન કર્યા છે.

હા, તેમની પહેલી પત્ની રૂપરેખા બેનર્જી હતી. વર્ષ 2013માં બંનેએ લગ્ન કર્યા હતા. અરિજીત અને રૂપરેખા ગુરુકુલ શો પછી એકબીજાની નજીક આવ્યા હતા. ત્યાર પછી બંનેએ સાથે જીવન જીવવાનું નક્કી કર્યું હતું. જોકે, બંનેના આ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. બંનેના છૂટાછેડા થઈ ગયા અને તેમના રસ્તા પણ અલગ થઈ ગયા.

ત્યાર પછી અરિજીતના જીવનમાં તેમની જૂની મિત્ર આવી. તેનું નામ કોયલ છે. કોયલ અને અરિજિતના લગ્ન ક્યારે થયા, તેના વિશે કોઈને ખબર ન હતી કારણ કે તે બધું ગુપ્ત રીતે થયું હતું. કોયલના પણ છૂટાછેડા થઈ ચુક્યા હતા અને અરિજિત પણ રૂપરેખાથી અલગ થઈ ગયા હતા. હવે બંને ખુશીથી જીવે છે. બંનેને બે બાળકો છે.

એક કલાકની ફી જાણીને નહિ આવે વિશ્વાસ: હવે અમે તમને અરિજીત સિંહની કમાણી વિશે જણાવીએ. અરિજીતને જો એક કલાકના લાઈવ પરફોર્મન્સ માટે હાયર કરવામાં આવે તો તેમને 1.5 કરોડ રૂપિયાની ફી ચૂકવવી પડે છે. હા એક કલાક માટે આટલી ફી લેવાની સાથે જ તે ફિલ્મમાં એક ગીત ગાવા માટે પણ સૌથી વધુ કિંમત લે છે.

અરિજીત સિંહ જો કોઈ ફિલ્મમાં ગીત ગાય છે તો તેના માટે તે 10 લાખ રૂપિયા સુધી ચાર્જ કરે છે. તેમની વાર્ષિક આવક પણ લગભગ 70 કરોડ રૂપિયાથી વધુ છે. જો કે તે પ્રામાણિકપણે પોતાનો ટેક્સ પણ ચૂકવે છે. તે સૌથી વધુ ટેક્સ આપનાર સિંગર છે. તેમનો પોતાનો એનજીઓ પણ છે જેના દ્વારા તે ગરીબોની મદદ કરે છે.

અરિજીતના માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ કરોડો ચાહકો છે. તે ઘણી વખત વિવાદોમાં પણ રહી ચૂકી છે. તેમની અને સલમાન ખાનની દુશ્મનીના સમાચાર ખૂબ વાયરલ થયા હતા. એક લાઈવ શોમાં સલમાન ખાન સાથે તેની દલીલ થઈ હતી. ત્યાર પછી સલમાન તેનાથી નારાજ થઈ ગયા હતા. સમાચાર આવ્યા હતા કે ત્યાર પછી સલમાને તેમને પોતાની ફિલ્મોમાં ગાવાથી રોકી દીધા હતા.