કપિલના શો માંથી એક એપિસોડના 10 લાખ કમાય છે અર્ચના પૂરન સિંહ, કુલ આટલા અધધધ કરોડની સંપત્તિની છે માલિક

બોલિવુડ

જૂના જમાનાની અભિનેત્રી અને આ દિવસોમાં કોમેડિયન કપિલ શર્માના શોમાં જોવા મળી રહેલી અર્ચના પુરણ સિંહ અવારનવાર હેડલાઈન્સનો ભાગ બની જાય છે. તાજેતરમાં જ્યારે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી અને નવજોત સિંહ સિદ્ધુની હાર થઈ હતી, ત્યારે તેના પર ઘણા મીમ્સ બન્યા હતા. કારણ કે કપિલના શોમાં અર્ચના જે જગ્યા પર છે ત્યાં એક સમયે સિદ્ધુ હતા.

સિદ્ધુની કારમી હાર પછી એવા મીમ્સ બનવા લાગ્યા હતા કે હવે કપિલના શોમાં ફરી વખત સિદ્ધુની એંટી થશે અને અર્ચનાએ પોતાની ખુરશી છોડવી પડશે. ત્યાર પછી એક ઈન્ટરવ્યુમાં અર્ચનાએ એ પણ કહ્યું હતું કે જો સિદ્ધુ આવે છે તો તે કપિલનો શો છોડવા માટે તૈયાર છે. જો કે તમને જણાવી દઈએ કે વર્ષ 2019 માં કપિલ શોમાં જોડાયા પછીથી જ આ પ્રકારની વાતચીત મસ્તી-મજાક માટે થતી રહે છે.

અર્ચના ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક પ્રખ્યાત ચહેરો છે. નાના પડદા અને મોટા પડદા બંને પર તેણે પોતાના જલવા ફેલાવ્યા છે. અર્ચના આજે કોઈ ઓળખની મોહતાજ નથી. છેલ્લા 3 દાયકાથી પણ વધુ સમયથી તે ફિલ્મી દુનિયા સાથે જોડાયેલી છે. અર્ચના 59 વર્ષની થઈ ચુકી છે. તેમનો જન્મ 26 સપ્ટેમ્બર 1962ના રોજ ઉત્તરાખંડના દેહરાદૂનમાં થયો હતો.

100 થી વધુ ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કર્યું કામ: 80 અને 90ના દાયકામાં અર્ચનાએ મુખ્ય અભિનેત્રી તરીકે ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ તેમાં તેને સફળતા ન મળી. ત્યાર પછી તેણે ફિલ્મોમાં સાઈડ અને સપોર્ટિંગ ભુમિકા નિભાવી. કહેવાય છે કે અર્ચના 100 થી વધુ ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કરી ચુકી છે. સાથે જ તે ઘણા કોમેડી શોને જજ કરી ચુકી છે.

અર્ચનાએ ખૂબ ખ્યાતિ કમાવવાની સાથે જ ખૂબ સંપત્તિ પણ કમાઈ છે. જણાવી દઈએ કે કપિલના શો પર માત્ર મોટેથી હસવા માટે જ અર્ચનાને લાખો રૂપિયા મળે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અર્ચનાને એક એપિસોડ માટે 10 લાખ રૂપિયાની મોટી ફી ચૂકવવામાં આવે છે.

આટલી અધધધ સંપત્તિની માલિક છે અર્ચના: વાત અર્ચનાની કુલ સંપત્તિ વિશે કરીએ તો મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવમાં આવે છે કે અર્ચનાની કુલ સંપત્તિ 220 કરોડ રૂપિયાથી પણ વધુ છે.

અર્ચનાનો મુંબઈના મડ આઈલેન્ડમાં એક સુંદર અને લક્ઝરી બંગલો છે જેમાં તે પોતાના પરિવાર સાથે રહે છે. જણાવી દઈએ કે અર્ચનાએ વર્ષ 1992માં અભિનેતા પરમીત સેઠી સાથે લગ્ન કર્યા હતા. બંનેને બે પુત્રો આર્યમાન સેઠી અને આયુષ્માન સેઠી છે. જણાવી દઈએ કે આ પહેલા અર્ચનાએ એક અન્ય લગ્ન કર્યા હતા પરંતુ તે લગ્ન નિષ્ફળ રહ્યા હતા. તેણે છૂટાછેડા લીધા હતા.

‘અભિષેક’થી હિન્દી સિનેમામાં કર્યો હતો પ્રવેશ: અર્ચના એ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 1987માં આવેલી ફિલ્મ ‘અભિષેક’થી કરી હતી. તેમાં તેણે અભિનેતા આદિત્ય પંચોલી સાથે કામ કર્યું હતું. આગળ જઈને અર્ચના શોલા અને શબનમ, રાજા હિન્દુસ્તાની, આશિક આવારા, કુછ-કુછ હોતા હૈ સહિત ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી. અર્ચનાએ કપિલના શો પહેલા ટીવી શો ‘કોમેડી સર્કસ’ને જજ કર્યો હતો. તેણે તેની ઘણી સીઝનમાં આ ભૂમિકા નિભાવી હતી.