ટ્વિંકલનો લાડલો કોઈને નથી જણાવતો કે તે અક્ષય કુમારનો પુત્ર છે, જાણો શું છે તેનું કારણ

બોલિવુડ

હિન્દી સિનેમાના ખૂબ જ લોકપ્રિય અભિનેતા અક્ષય કુમાર 54 વર્ષની ઉંમરમાં પણ ફિલ્મોમાં સતત એક્ટિવ છે. આજના સમયના સૌથી ચર્ચિત અને લોકપ્રિય બોલિવૂડ કલાકાર હોવાની સાથે જ સૌથી વ્યસ્ત કલાકારોમાં પણ અક્ષય કુમારની ગણતરી થાય છે. અક્ષય એક પછી એક સતત ફિલ્મો કરી રહ્યા છે.

અક્ષય કુમારે હિન્દી સિનેમામાં સફળ 30 વર્ષ પૂર્ણ કર્યા છે અને તેની ગણતરી સુપરસ્ટાર્સમાં થાય છે. અક્ષય કુમારે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 1991માં કરી હતી. તેની પહેલી ફિલ્મ ‘સૌગંધ’ હતી. જોકે અક્ષયની આ ફિલ્મ ફ્લોપ રહી હતી. પરંતુ અક્ષયને આગલા વર્ષે એટલે કે વર્ષ 1992માં ફિલ્મ ‘ખિલાડી’થી ખાસ ઓળખ મળી.

અક્ષયની ફિલ્મ ‘ખિલાડી’ હિટ રહી હતી. ત્યાર પછી તેમણે ‘ખિલાડી’ નામની લગભગ અડધો ડઝન ફિલ્મોમાં કામ કર્યું અને તે ‘બોલીવુડના ખિલાડી’, ‘ખિલાડી કુમાર’ પણ કહેવાયા. અક્ષયની ફિલ્મી કારકિર્દી ખૂબ સારી રહી છે. તે અત્યાર સુધીમાં 100 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે અને તેમની મોટાભાગની ફિલ્મો સફળ રહી છે.

કોઈપણ ફિલ્મમાં અક્ષયની હાજરી એ આજના સમયમાં સફળતાની ગેરંટી માનવામાં આવે છે. ફિલ્મ નિર્માતાઓમાં અક્ષયને લેવા માટે સ્પર્ધા ચાલી રહી છે. અક્ષયની ફિલ્મ સરળતાથી 100 કરોડનો બિઝનેસ કરી લે છે. અભિનેતાની દરેક ફિલ્મ સફળ થાય છે.

અક્ષય પોતાની ફિલ્મો અને એક્ટિંગની સાથે સાથે પોતાના અંગત જીવનને લઈને પણ ખૂબ ચર્ચામાં રહે છે. તેમનું નામ આયશા જુલ્કા, રેખા, રવીના ટંડન, શિલ્પા શેટ્ટી જેવી અભિનેત્રીઓ સાથે જોડાયું હતું, જોકે ‘ખિલાડી કુમાર’એ છેવટે ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંને લગભગ બે વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા.

અક્ષય અને ટ્વિંકલની વચ્ચે નિકટતા વર્ષ 1999માં આવેલી લોકપ્રિય ફિલ્મ ‘ઈન્ટરનેશનલ ખિલાડી’ દરમિયાન વધી હતી અને ત્યાર પછી બંનેએ વર્ષ 2001માં જાન્યુઆરી મહિનામાં લગ્ન કરી લીધા હતા. અક્ષય અને ટ્વિંકલ હવે બે બાળકોના માતા-પિતા છે. પુત્રનું નામ આરવ કુમાર છે જે મોટા છે. સાથે જ પુત્રીનું નામ નિતારા કુમાર છે.

અક્ષય કુમારના પુત્ર આરવ અવારનવાર ચર્ચામાં રહે છે. અક્ષય અને ટ્વિંકલનો પુત્ર આરવ 19 વર્ષનો થઈ ચુક્યો છે અને તે અવારનવાર પૈપરાઝીના કેમેરામાં કેદ થઈ જાય છે. અક્ષય જેવા મોટા સુપરસ્ટારનો પુત્ર હોવા છતાં આરવ તેને પ્રમોટ નથી કરતો. તે કોઈને કહેતો નથી કે તેના પિતા અક્ષય કુમાર છે.

અક્ષય કુમારે એક વખત બેર ગ્રિલ્સના શોમાં ભાગ લીધો હતો. ત્યારે તેમણે તેના વિશે વાત કરી હતી. અક્ષયે ખુલાસો કરતી વખતે, કહ્યું હતું કે, “મારો પુત્ર ખૂબ અલગ છે. આરવ કોઈને કહેતો નથી કે તે મારો પુત્ર છે. તે લાઈમલાઈટથી દૂર રહેવા ઈચ્છે છે. તે પોતાની અલગ ઓળખ બનાવવા ઈચ્છે છે. હું તેની ચીજો સમજું છું તેથી તેને જે રીતે રહેવું છે, હું તેને તે રીતે રહેવા દવ છું.’ આગળ અક્ષયે બેર ગ્રિલ્સ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “મારા પિતાએ જ મારા જીવનને સૌથી વધુ પ્રભાવિત કર્યું છે અને હું તેમના નિયમો અને કાયદાઓનું પાલન કરું છું. હું આશા રાખું છું કે મારો પુત્ર પણ આ જ રસ્તા પર ચાલે.”

અક્ષયના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેની આગામી ફિલ્મ ‘બચ્ચન પાંડે’ છે. આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મ હોળી પર 18 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે. અક્ષય તેમાં મજબૂત ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં કૃતિ સેનન, અરશદ વારસી અને જેકલીન ફર્નાન્ડીઝ પણ જોવા મળશે. આ સિવાય અક્ષય પાસે રક્ષાબંધન, પૃથ્વીરાજ, રામ સેતુ, ગોરખા, સેલ્ફી જેવી ફિલ્મો પણ છે.