આરાધ્યાના 6ઠ્ઠા જન્મદિવસ પર એશ્વર્યા એ આપ્યા હતા આ ખાસ શુઝ, કિંમત જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

બોલિવુડ

બોલિવૂડમાં ઘણા સ્ટાર કિડ્સ છે. મોટાભાગના પોતાના માતા-પિતાની સંપત્તિનો ખૂબ જ શો ઓફ કરે છે. પરંતુ એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની પુત્રી આરાધ્યા એવી નથી. તે પોતાની માતા એશ્વર્યાની જેમ ખૂબ જ ડાઉન ટુ અર્થ છે. તમે એશ્વર્યાને ક્યારેય પોતાના પૈસાનો શો ઓફ કરતા નહિં જોઈ હોય. તેણે આ જ ચીજ પોતાની પુત્રીને પણ શીખવી છે.

6ઠ્ઠા જન્મદિવસ પર ખૂબ જ સુંદર લાગી રહી હતી આરાધ્યા: આ જ કારણ છે કે આરાધ્યા જ્યારે પણ કોઈ પબ્લિક પ્લેસ પર જોવા મળે છે ત્યારે તે ખૂબ જ સિમ્પલ કપડામાં જોવા મળે છે. બચ્ચન પરિવાર પાસે કરોડોની સંપત્તિ છે, પરંતુ છતાં પણ તેઓ તેમની પુત્રીને સિમ્પલ જ રાખે છે. પરંતુ હા, જ્યારે કોઈ ફંક્શન હોય ત્યારે આરાધ્યા ખૂબ જ સારી રીતે તૈયાર થાય છે. હવે તેનો 6ઠ્ઠો જન્મદિવસ જ લઈ લો.

આરાધ્યાના 6ઠ્ઠા જન્મદિવસની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ દરમિયાન તેણે બોલ ગાઉન સ્ટાઈલનો ડ્રેસ પહેર્યો હતો. પેસ્ટલ પિંક કલરના ફ્રોકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેની અંદર સૈટન મટીરિયલ હતું. સાથે જ ઉપર ટૂલ ફેબ્રિક હતું. આ ફ્રોકનું એમ્બ્રોડરી અને સિક્વિન વર્ક તેને વધુ સુંદર બનાવી રહ્યું હતું.

શૂઝની કિંમત જાણીને થઈ જશોઆશ્ચર્યચકિત: આ ડ્રેસ પર આરાધ્યાએ ખૂબ જ આકર્ષક બેલીઝ પહેરી હતી. તે ડ્રેસ સાથે મેચ કરી રહી હતી. પિંક કલરના આ શૂઝની પાછળ બટરફ્લાય હતા. સાથે જ આગળ શિમર જોવા મળી રહી હતી. આ શૂઝ એશ્વર્યાએ ખાસ રીતે પોતાની પુત્રી માટે બનાવ્યા હતા. તેને એક બ્રિટિશ ડિઝાઈનર એ ડિઝાઈન કર્યા હતા. તે શૂઝ એંડ એક્સસરી ડિઝાઇનર સોફિયા વેબસ્ટર હતી.

આરાધ્યાના આ શૂઝની કિંમત પણ ખૂબ વધારે હતી. તે 20,000 થી લઈને 25,000 રૂપિયા સુધીના હતા. એટલે કે એક સામાન્ય વ્યક્તિના ઘરનું ભાડું પણ તેનાથી ઓછું હોય છે. જોકે આરાધ્યા હંમેશા આવી મોંઘી ચીજો પહેરતી નથી. માત્ર ખાસ પ્રસંગો પર માતાપિતા તેને આ બધું અપાવે છે.

સુંદર નેકપીસે પણ જીતી લીધા દિલ: આરાધ્યાના શૂઝ ઉપરાંત તેના બ્લિંગ એલિમેન્ટ નેકપીસે પણ દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે સોનાની ચેનની વચ્ચે હાર્ટ શેપનું પેંડેંટ પહેર્યું હતું. તેમાં હીરા જડેલા હતા. તે તેના ઓવરઓલ લુક પર ખૂબ સુંદર લાગી રહ્યું હતું. આરાધ્યાના જન્મદિવસની આ તસવીરો ચાહકોને આજે પણ પસંદ આવી રહી છે.

જણાવી દઈએ કે આરાધ્યાનો જન્મ 16 નવેમ્બર 2011ના રોજ થયો હતો. આ મુજબ તે અત્યારે લગભગ 11 વર્ષની છે. થોડા સમય પહેલા તે કાન્સમાં મમ્મી-પપ્પા સાથે જોવા મળી હતી. આ દરમિયાન તેની લાંબી હાઈટ ચર્ચાનો વિષય બની હતી. આરાધ્યાની ગણતરી સારા વર્તનવાળા સ્ટાર કિડ્સમાં થાય છે. તે હંમેશા સુંદર રીતે વર્તન કરે છે. આ જ કારણ છે કે ચાહકો તેને પસંદ કરે છે.