માથા પર માંગટીકા અને કાનમાં ઝુમખા, આરાધ્યાનો આ લુક છે જરા હટકે, જુવો આરાધ્યાની આ સુંદર વાયરલ તસવીરો

બોલિવુડ

સોશિયલ મીડિયા પર એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની પુત્રી અને અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યા બચ્ચન છવાયેલી રહે છે. આરાધ્યાની તસવીર હોય કે વીડિયો, તે ટૂંક સમયમાં જ હિટ બની જાય છે. આરાધ્યા બચ્ચનની કોઈપણ પોસ્ટ આવતાની સાથે જ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દે છે. આરાધ્યાની લોકપ્રિયતા એટલી છે કે લોકો તેના વીડિયો અને તસવીરો તેની માતા એશ્વર્યા રાય કરતાં પણ વધુ પસંદ કરે છે અને તેના પર પ્રેમ લુટાવે છે.

આરાધ્યા બચ્ચનની એક નવી પોસ્ટ આ સમયે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ નવી પોસ્ટમાં આરાધ્યા બચ્ચનની એક તસવીર સામે આવી છે, જેમાં તેનો એકદમ નવો અને અલગ લુક જોવા મળી રહ્યો છે.

આરાધ્યાની આ નવી તસવીર એશ્વર્યા રાયના ફેન પેજ પરથી શેર કરવામાં આવી છે. જો કે, કમેન્ટ સેક્શન જોઈને ખબર પડે છે કે આ તસવીર જૂની છે, જે હવે ફરી એકવાર વાયરલ થઈ રહી છે. તસવીરમાં તમે આરાધ્યાને માતા એશ્વર્યા સાથે જોઈ શકો છો. એશ્વર્યા રાય આરાધ્યાને પકડીને તેની પાછળ ઉભી છે. આ દરમિયાન એશ્વર્યા પણ તૈયાર થયેલી જોવા મળી રહી છે.

પરંતુ આ તસવીર વાયરલ થયા પછી લોકોની નજર એશ્વર્યા પર નહીં પરંતુ આરાધ્યા પર હતી. આરાધ્યા માંગ ટીકા અને ઇયરિંગ્સમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. લોકોનું કહેવું છે કે તેમણે આરાધ્યાનો આવો લુક પહેલા ક્યારેય જોયો નથી.

આ પોસ્ટને 12 હજારથી વધુ લાઈક્સ મળી છે. મોટાભાગના લોકો તેના પર હાર્ટ અને ફાયર ઇમોજી કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું છે, “જુનિયર એશ્વર્યા ખૂબ જ સુંદર લાગી રહી છે”, તો એક અન્ય એ લખ્યું છે, “પોતાની મોટી આંખો સાથે આરાધ્યા ખૂબ જ સુંદર લાગે છે”. એક અન્ય યુઝરે લખ્યું કે, “મેં આરાધ્યાનો આવો લુક પહેલી વખત જોયો છે”.