સ્કૂલ યૂનિફોર્મમાં આરાધ્યા બચ્ચનની તસવીરો થઈ વાયરલ, તમે પણ જુવો આરાધ્યાની આ સુંદર તસવીરો

બોલિવુડ

તાજેતરમાં આરાધ્યા બચ્ચન અને એશ્વર્યા બચ્ચનની એક તસવીર વાયરલ થઈ હતી જેમાં એશ્વર્યા પોતાની લાડલી પુત્રી આરાધ્યા બચ્ચન સાથે પૂલમાં ચિલ કરતા જોવા મળી રહી હતી. માતા-પુત્રીની શ્રેષ્ઠ ટ્યુનિંગ વાળી આ તસવીર સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી અને ચાહકોએ કમેંટ સેક્શનમાં ખૂબ રિએક્શન આપ્યા હતા.

હવે આરાધ્યા બચ્ચનની એક અન્ય તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેને જોઈને ચાહકો આરાધ્યા બચ્ચન અને બચ્ચન પરિવારની પ્રસંશા કરતા થાકી રહ્યા નથી. જણાવી દઈએ કે આ આરાધ્યાની સ્કૂલની તસવીર છે. જ્યાં તે અન્ય ક્લાસમેટ સાથે સ્કૂલના ગ્રાઉંડમાં જોવા મળી રહી છે.

આરાધ્યાના ફેન પેજ પર જોવા મળી તસવીર: આરાધ્યા બચ્ચનના ફેન પેજ પર એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસ્વીરમાં જોઈ શકાય છે કે આરાધ્યા બે ચોટી સાથે ફુલ સ્કૂલ યૂનિફોર્મમાં સ્કૂલ ગ્રાઉંડમાં જોવા મળી રહી છે.

આ સાથે તેણે ફેસ માસ્ક પણ પહેર્યું છે. જેને જોઈને ચાહકો તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. એક ચાહકે કમેંટ કરતા લખ્યું કે- આ હોય છે શિસ્ત. તો એક અન્ય ચાહકે લખ્યું- સો ક્યૂટ. થોડા દિવસો પહેલા આરાધ્યાનો સ્કૂલ યુનિફોર્મમાં એક વીડિયો વાયરલ થયો હતો. જેના પર તેણે ખૂબ પ્રસંશા મેળવી હતી.

ખૂબ જ લોકપ્રિય છે આરાધ્યા: જણાવી દઈએ કે આરાધ્યા બચ્ચન બચ્ચન પરિવારની સૌથી નાની સભ્ય છે, પરંતુ તેની લોકપ્રિયતા કોઈ મોટા સ્ટારથી ઓછી નથી, ભલે આરાધ્યા કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ન હોય, પરંતુ તેના એક નહીં પરંતુ હજારો ફેન પેજ છે જેના પર લાખોની સંખ્યામાં ફોલોઅર્સ છે.

બચ્ચન પરિવારનો કોઈપણ સભ્ય કેમ ન હોય, ચાહકો તેની પોસ્ટ અને તેની એક ઝલક જોવા માટે ખૂબ જ આતુર રહે છે. બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની લાડલી પુત્રી આરાધ્યા રાય બચ્ચન પ્રખ્યાત સ્ટાર કિડ્સમાંથી એક છે. આરાધ્યા અત્યારે નાની છે, તેથી તેનું ઈન્સ્ટાગ્રામ પર કોઈ ઓફિશિયલ એકાઉન્ટ નથી, પરંતુ તેની તસવીરો એશ્વર્યા અવારનવાર પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે જે ખૂબ વાયરલ થઈ જાય છે.