રામભક્ત બચ્ચન પરિવારની પૌત્રી આરાધ્યા જોવા મળી સીતાના લુકમાં, જુવો તેની આ વાયરલ તસવીરો

બોલિવુડ

અમિતાભ બચ્ચનની પૌત્રી અને અભિષેક બચ્ચન અને એશ્વર્યા બચ્ચનની પુત્રી આરાધ્યાની ગણતરી સૌથી પ્રખ્યાત સ્ટાર કિડ્સમાં થાય છે. આરાધ્યા બચ્ચનની એક અનસીન તસવીર તેના ફેન પેજ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તેમાં તે માતા સીતાના લુકમાં જોવા મળી રહી છે. માતા સીતાના ગેટઅપમાં આરાધ્યાની તસવીરને ખૂબ લાઈક્સ મળી રહી છે.

રામચરિત માનસ ના કરવામાં આવે છે પાઠ: તમને જણાવી દઈએ કે બચ્ચન પરિવાર શરૂઆતથી જ રામ ભક્ત પરિવાર તરીકે ઓળખાય છે. બચ્ચન પરિવારમાં પેઢીઓથી તુલસીદાસ દ્વારા રચિત રામચરિત માનસ અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે. ફિલ્મ કુલીના શૂટિંગ દરમિયાન ઈજા થયા પછી જ્યારે અમિતાભ બચ્ચનને ગંભીર હાલતમાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે તેમના પિતા હરિવંશરાય બચ્ચન એ હોસ્પિટલમાં અને ઘરે બંને જગ્યાએ રામ ચરિત માનસના પાઠ કર્યા હતા.

હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહેલા અમિતાભની બાજુમાં બેસીને તેમના પિતા થોડો સમય રામચરિત માનસના પાઠ જરૂર કરતા હતા. આટલું જ નહીં અમિતાભ પોતે પણ મોટા રામ અને હનુમાન ભક્ત છે. હનુમાન ચાલીસાના પાઠ વાળા આલ્બમમાં ઘણા કલાકારો સાથે અમિતાભ પણ છે. તેમના અવાજમાં હનુમાન ચાલીસાનો વીડિયો યુટ્યુબ પર 2 મિલિયનથી વધુ વખત જોવામાં અને સાંભળવામાં આવી ચુક્યો છે.

રામનવમી પહેલા આરાધ્યાની તસવીર વાયરલ: 10 વર્ષની આરાધ્યા બચ્ચનના એક થ્રોબેક સ્કૂલ પ્રોગ્રામની તસવીર તેના ફેન પેજ પર શેર કરવામાં આવી છે. રામનવમી પહેલા તેની તસવીરો ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. ચાહકો આ તસવીરો પર ખાસ રિએક્શન આપી રહ્યા છે. આ અનસીન તસવીરો સોશિયલ મીડિયા પર ખાસ પસંદ કરવામાં આવી રહી છે. આરાધ્યાની આ તસવીરો તેની સ્કૂલની લાગી રહી છે.

આ તસવીરોમાં જોઈ શકાય છે કે આરાધ્યા સીતાના લુકમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. સાથે જ અન્ય તસવીરોમાં તેની સાથે ક્લાસ મેટ્સ પણ જોવા મળી રહ્યા છે. આ તસવીરોમાં આરાધ્યા ખૂબ જ સુંદર લાગી રહી છે.

ચાહકો કરી રહ્યા છે કમેંટ: વાયરલ થઈ રહેલી આ તસવીરોને જોઈને ચાહકો ખૂબ કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- શું વાત છે, આરાધ્યા ખૂબ જ ટેલેન્ટેડ છે. તો સાથે જ બીજા યુઝરે કહ્યું કે સો સ્વીટ. જણાવી દઈએ કે આરાધ્યાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. તે મોટાભાગે પોતાના માતા અને પિતા સાથે જોવા મળે છે.