વિદેશમાં માતા એશ્વર્યા સાથે પૂલમાં ચિલ કરતા જોવા મળી આરાધ્યા બચ્ચન, જુવો તેની આ સુંદર તસવીરો

બોલિવુડ

બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન પોતાના પરિવાર સાથે વેકેશન પર છે. હોળી પહેલા એશ્વર્યા રાય પુત્રી આરાધ્યા બચ્ચન અને પતિ અભિષેક બચ્ચન સાથે વેકેશન પર ગઈ હતી. ત્રણેય એરપોર્ટ પર જોવા મળ્યા હતા. સાથે જ હવે એશ્વર્યા રાયની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં તે પોતાની લાડલી પુત્રી આરાધ્યા બચ્ચન સાથે પૂલમાં ચિલ કરતા જોવા મળી રહી છે.

શેર કરેલી આ તસવીરમાં એશ્વર્યા ગોગલ્સ પહેરીને આરામ કરતા જોવા મળી રહી છે, તો સાથે જ નાની આરાધ્યાને તેની માતાના ખોળામાં આરામ કરતા જોઈ શકાય છે. તસવીરનું બેકગ્રાઉન્ડ જોઈને આ વાતનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ તસવીરો બંનેના માલદીવ વેકેશનની છે. આ રીતે, માતા-પુત્રીની શ્રેષ્ઠ ટ્યુનિંગ ફરી એકવાર સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે અને ચાહકો કમેંટ સેક્શનમાં એકથી એક ચઢિયાતી કમેંટ આપતા જોવા મળી રહ્યા છે.

એશ અને આરાધ્યાની તસવીર પર કમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે કે, ‘સુંદર તસવીર.’ અન્યએ લખ્યું, ‘શું બોન્ડિંગ છે.’ એક અન્ય એ લખ્યું છે કે, ‘ફેમિલી હો તો ઐસી.’ તો સાથે એક અન્ય ચાહકે લખ્યું- માતા સાથે તમારી કેમેસ્ટ્રી ખૂબ જ સારી છે. જણાવી દઈએ કે આરાધ્યા ભલે કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ન હોય, પરંતુ તેના ઘણા ફેન પેજ છે, જેના પર લાખો ફોલોઅર્સ છે.

તમને જણાવી દઈએ કે આરાધ્યાના વીડિયો અને તસવીરો અવારનવાર વાયરલ થતા રહે છે. તાજેતરમાં જ એશ્વર્યાની પુત્રીનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે કવિતા સંભળાવતા જોવા મળી રહી હતી. વિડિયોમાં, આરાધ્યા પહેલા હિન્દી કવિતાની કેટલીક પંક્તિઓ સંભળાવે છે અને પછી કહે છે કે ‘હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા છે. કવિતા ભાષાનું સૌથી સુંદર સ્વરૂપ છે. કહેવાય છે કે જો તમારે કોઈ પણ ભાષા સરળતાથી શીખવી છે તો તમે તેને કવિતા દ્વારા શીખી શકો છો. તો આ કવિતાની મીઠાશ લઈને અમે પ્રાઈમરીના બાળકો સુંદર કવિતાઓ રજૂ કરવા જઈ રહ્યા છીએ. આશા છે કે આ કવિતાઓ દ્વારા તમને અમારો હિન્દી પ્રત્યેનો પ્રેમ જરૂર દેખાશે.’

બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની લાડલી પુત્રી આરાધ્યા રાય બચ્ચન પ્રખ્યાત સ્ટાર કિડ્સમાંથી એક છે. આરાધ્યા હજુ નાની છે, તેથી તેનું ઈન્સ્ટાગ્રામ પર કોઈ ઓફિશિયલ એકાઉન્ટ નથી, પરંતુ એશ્વર્યા અવારનવાર તેના ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરતી રહે છે, જે ખૂબ વાયરલ પણ થાય છે.