એશ્વર્યાથી પણ મોટી સ્ટાર બનશે આરાધ્યા, આરાધ્યાનું કેટવોક જોઈને ચાહકો એ કરી પ્રસંશા, જુવો તેનો આ વીડિયો

બોલિવુડ

બોલિવૂડમાં જોકે ઘણા સ્ટાર કિડ્સ છે. પરંતુ કેટલાક એવા હોય છે જે સીધા દિલમાં ઉતરી જાય છે. તેને આપણે સૌથી વધુ પસંદ કરીએ છીએ. એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની પુત્રી આરાધ્યા પણ આવી જ એક સ્ટાર કિડ છે. આરાધ્યા અત્યારે 10 વર્ષની છે. તે ઘણી વખત મમ્મીનો હાથ પકડીને પબ્લિક પ્લેસ પર જોવા મળી ચુકી છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે. આ દિવસોમાં આરાધ્યા એક ખાસ વીડિયોને કારણે ચર્ચાનો વિષય બની છે.

આરાધ્યાએ કર્યું સુંદર રેમ્પ વોક: ખરેખર આ દિવસોમાં આરાધ્યાનો એક રેમ્પ વોક કરવાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે રેમ્પ વોક કરતા જોવા મળી રહી છે. આ દરમિયાન તે એકલી છે અને તેની સાથે કોઈ નથી. પરંતુ છતાં પણ જે રીતે તે રેમ્પ પર ચાલે છે, તે દરેકનું ધ્યાન આકર્ષિત કરે છે.

આ વિડિયો થોડો જૂનો છે. તેને થ્રોબેક વીડિયો તરીકે શેર કરવામાં આવ્યો છે. જોકે ચાહકો આરાધ્યાના આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં તમે એક મહિલાનો અવાજ પણ સાંભળી શકો છો. તે કહે છે કે આરાધ્યા ખૂબ જ સુંદર છે. તે ખૂબ સારૂં કરી રહી છે. આરાધ્યાના રેમ્પ વોકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ચાહકોએ કહ્યું- મોટી થઈને માતાને આપશે ચેલેંજ: આરાધ્યાનું સુંદર કેટવોક જોઈને ચાહકો પહેલાથી જ અનુમાન લગાવી રહ્યા છે કે તે મોટી થઈને એક સારી મોડલ અથવા અભિનેત્રી બનશે. સાથે જ કેટલાક લોકોએ તો એ પણ કહ્યું કે આરાધ્યા તો અત્યારથી માતા એશ્વર્યાને ચેલેંજ આપવા લાગી છે. જણાવી દઈએ કે એશ્વર્યા અને આરાધ્યા એકબીજાની ખૂબ જ નજીક છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Tashan (@bollywood_tashan) 

આરાધ્યા જ્યારે પણ બહાર જાય છે ત્યારે એશ્વર્યા એક ક્ષણ માટે પણ પુત્રીનો હાથ છોડતી નથી. આ ચીજ માટે કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરી ચુક્યા છે. પરંતુ આ એક માતાનો પ્રેમ અને ચિંતા છે. તે પોતાની પુત્રીને લઈને ખૂબ જ પઝેસિવ છે.

જોકે આ પહેલા પણ આરાધ્યાના અન્ય ઘણા વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે. તેમાંથી મોટાભાગના વીડિયો તેની સ્કૂલના હોય છે. જણાવી દઈએ કે આરાધ્યા ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. આ સ્કૂલમાં અન્ય ઘણી બોલિવૂડ હસ્તીઓના બાળકો અભ્યાસ કરે છે. જો કે, તમે પણ આરાધ્યાના કેટવોકનો આ અદ્ભુત વીડિયો જુવો.

જોકે તમને આરાધ્યાનો આ વીડિયો કેવો લાગ્યો, અમને કમેન્ટ કરીને જરૂર જણાવો. સાથે જ, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય, તો તેને અન્ય લોકો સાથે શેર પણ કરો.