લગ્નમાં લહેંગો પહેરીને પહોંચી આરાધ્યા બચ્ચન, માતા એશ્વર્યાને સુંદરતામાં આપી સખત ટક્કર, જુવો તસવીરો

બોલિવુડ

બોલિવૂડ સ્ટાર્સ જ્યારે પણ કોઈ લગ્નમાં શામેલ થાય છે તો તેમાં ચાર ચાંદ લાગી જાય છે. પછી તે લગ્નની ચર્ચાઓ દરેક જગ્યાએ થવા લાગે છે. આવ જ કંઈક હાલ તાજેતરમાં એશ્વર્યા રાય બચ્ચનની કઝિન બહેન શ્લોકા શેટ્ટીના લગ્નમાં થયા. તાજેતરમાં શ્લોકા લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. આવી સ્થિતિમાં એશ્વર્યા રાય તેના પતિ અભિષેક બચ્ચન, પુત્રી આરાધ્યા બચ્ચન અને માતા વૃંદા રાય સાથે આ લગ્નમાં શામેલ થવા પહોંચી હતી.

પોતાની બહેનના લગ્નમાં એશ્વર્યાએ બધા ફંક્શન અટેંડ કર્યા. હવે તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોની ખાસ વાત એ છે કે તેમાં એશ્વર્યાની પુત્રી આરાધ્યા પણ તેની માતાને સુંદરતાની બાબતમાં સખત ટક્કર આપતા જોવા મળી રહી છે. આ લગ્નમાં આરાધ્યા બચ્ચન સિલ્વર કલરનો લહેંગો પહેરેલી જોવા મળી હતી. આ સાથે તેણે લહેંગાની મેચિંગ જ્વેલરી પણ કેરી કરી હતી.

આરાધ્યાની માંગમાં ટીકો, હાથમાં બંગડીઓ અને કાનના ઝુમખાઓ તેની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા. આ ફંક્શનમાં આરાધ્યાએ ખુલ્લા વાળ રાખ્યા હતા. આ લુકમાં જ્યારે તે સ્માઈલ આપી રહી હતી ત્યારે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

એક વ્યસ્ત અભિનેત્રી હોવા છતાં પણ એશ્વર્યા રાયે પોતાની બહેનના લગ્નની નાની -મોટી વિધિઓમાં સક્રિયપણે ભાગ લીધો હતો. તેમણે લગ્નની દરેક વિધિઓ નિભાવી હતી. જેમ કે શ્લોકાને ટીકું લગાવવું અથવા પછી તેની નજર ઉતારવી વગેરે. આ દરમિયાન એશ્વર્યાની પુત્રી આરાધ્યા પોતાની માતાને લગ્નની આ વિધિઓમાં ભાગ લેતા ખૂબ જ ધ્યાનથી જોઈ રહી હતી. તે પણ કદાચ આ ધાર્મિક વિધિઓને સમજવાનો પ્રયત્ન કરી રહી હતી.

સાથે જ એશ્વર્યા રાયની બહેન પણ તેના લગ્નમાં ખૂબ ખુશ જોવા મળી રહી હતી. તેના હાથની મહેંદી ખૂબ જ સુંદર લાગી રહી હતી. ખાસ કરીને એશ્વર્યા લગ્નમાં સામેલ થયા પછી તેની સુંદરતા વધુ વધી ગઈ.

જણાવી દઈએ કે આરાધ્યા પણ તેની માસી શ્લોકા શેટ્ટીની ખૂબ નજીક છે. જ્યારે તે લગ્નમાં પહોંચી ત્યારે માસીએ પ્રેમથી તેની ભત્રીજીને ગળે લગાવી અને માથા પર ચુંબન કર્યું.

લગ્નમાં એશ્વર્યાના લુકની વાત કરીએ તો અભિનેત્રીએ મરૂન કલરનું ટ્રેડિશનલ આઉટફિટ પહેર્યું હતું. તેમાં તે બલાની સુંદર લાગી રહી હતી. તેની માંગમાં સિલ્વર ટીકો, તેના કપાળ પર બિંદી અને ગળામાં લાઈટ નેકલેસ તેની સુંદરતામાં વધારો કરી રહ્યો હતો. આ દરમિયાન તે ખુલ્લા વાળમાં ખૂબ જ સારી લાગી રહી હતી.

એશ્વર્યા રાયની કઝિન બહેનની વાત કરીએ તો તે તેના લગ્નમાં ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. આ લગ્નમાં સંગીત સેરેમની પણ હતી, જેમાં એશ્વર્યાએ પતિ અભિષેક અને પુત્રી આરાધ્યા સાથે ડાન્સ પણ કર્યો હતો.

આ લેટેસ્ટ તસવીરો જોઈને એમ કહી શકાય છે કે આરાધ્યાની ઉંચાઈ પહેલા કરતા ઘણી વધી ગઈ છે. તે હવે વધુ સુંદર દેખાવા લાગી છે. એ કહેવું બિલકુલ ખોટું નહિં હોય કે આવનારા દિવસોમાં તે સુંદરતાની બાબબતમાં પોતાની માતા એશ્વર્યાને પણ ટક્કર આપી શકે છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એશ્વર્યા રાય ટૂંક સમયમાં સાઉથની 500 કરોડના બજેટની ફિલ્મ પોન્નીયિન સેલવનમાં જોવા મળશે. આ સાથે જ અભિષેક બચ્ચન બોસ બિસ્વાસ અને દસવી જેવી ફિલ્મોમાં જોવા મળશે.