સૈફ સિવાય આટલા સ્ટાર્સ સાથે રહી ચુક્યુ છે અમૃતાનું અફેર છે, એક સાથે તો કરી હતી સગાઇ

બોલિવુડ

બોલિવૂડ અભિનેત્રી અમૃતા સિંહ અને અભિનેતા સૈફ અલી ખાનની લવ સ્ટોરી ખૂબ પ્રખ્યાત છે. આ બંનેની લવ સ્ટોરીથી લઈને છૂટાછેડા સુધીની બધી સ્ટોરી ઘણીવાર જોવા અને સાંભળવા મળે છે, પરંતુ શું તમે જાણો છો કે સૈફ સિવાય પણ અમૃતા સિંહનું ઘણા સ્ટાર્સ સાથે અફેર રહ્યું છે. અમૃતા સિંહનું નામ બોલિવૂડના ઘણા મોટા અભિનેતાઓ સાથે જોડાઈ ચુક્યું છે, તો ચાલો જાણીયે અમૃતાના અફેર વિશે.

જ્યારે અમિતાભ બચ્ચને એક પાર્ટીમાં અમૃતાને… : મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એકવાર બોલીવુડના બિગ બી અમિતાભ બચ્ચને અમૃતા સિંહને એક પાર્ટીમાં કિસ કરી હતી. અમૃતા તે પાર્ટીમાં તેના મિત્રો સાથે આવી હતી, જ્યારે અમિતાભ પણ તેના મિત્ર ડેની સાથે તે પાર્ટીમાં ગયા હતા. આ પાર્ટીમાં, અમિતાભની નજર અમૃતા પર સ્થિર થઈ ગઈ હતી અને જ્યારે અમૃતા ઘરે જવા લાગી, ત્યારે અમિતાભે તેને રોકી લીધી. આ પછી, અમૃતા ડેની સાથે ફ્લર્ટ કરવા લાગી અને ત્યાર પછી ડેની અમૃતાને લઈને ડાન્સ ફ્લોર પર ચાલ્યો ગયો. આ બધું જોઈ અમિતાભ દૂર રહી શક્યા નહીં અને તેણે ગુસ્સામાં આવીને ડેનીને અમૃતાથી અલગ કરી દીધો અને તે અમૃતાને સ્મૂચ કરવા લાગ્યા.એવું કહેવામાં આવે છે કે અમિતાભે વિનોદ ખન્ના સાથે બદલો લેવા માટે આવું કર્યું હતું, કારણ કે તે દિવસોમાં બોલિવૂડમાં વિનોદ ખન્નાનું મોટું સ્ટારડમ હતું. અને રસપ્રદ વાત એ છે કે, તે સમયે વિનોદ અને અમૃતાનું અફેર પણ ચાલતું હતું.

વિનોદ ખન્ના સાથે હતું અફેર: અમૃતા સિંહ અને વિનોદ ખન્નાનું અફેર બોલીવુડમાં સૌથી પ્રખ્યાત અફેર માંનું એક છે. એવું કહેવામાં આવે છે કે વિનોદ ખન્નાને જોઇને જ અમૃતા સિંહનું દિલ તેના પર આવી ગયું હતું, પરંતુ વિનોદે શરૂઆતમાં તેમને કોઈ ભાવ આપ્યો ન હતો. આ પછી, વર્ષ 1990 માં, જ્યારે વિનોદ અને અમૃતાએ એક ફિલ્મનું શૂટિંગ સાથે કર્યું, ત્યારે બંને વચ્ચે નિકટતા વધી. તે દરમિયાન અમૃતા અને વિનોદના ડેટિંગના સમાચારોએ ઘણી હેડલાઇન્સ બનાવી હતી. આ લવ સ્ટોરીમાં એક મોટો ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે અમૃતાની માતા રૂખસાનાને વિનોદ ખન્ના અને તેની પુત્રીના અફેરની જાણ થઈ. રૂખસાનાએ તેની પુત્રીને તરત જ આ સંબંધ સમાપ્ત કરવા કહ્યું, તો વિનોદને પણ અમૃતામાં ખાસ રસ ન હતો. આ રીતે બોલીવુડની બીજી એક લવ સ્ટોરીનો અંત આવ્યો.

રવિ શાસ્ત્રી સાથે કરી હતી સગાઈ: વર્તમાન ભારતીય ક્રિકેટ ટીમના કોચ અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રવિ શાસ્ત્રી અને અમૃતા સિંહનું પણ અફેર રહી ચુક્યું છે. અમૃતા અનેક વાર રવિ શાસ્ત્રીને સ્ટેડિયમમાં ચિયર કરતી જોવા મળી હતી. એકવાર બંનેએ એક મેગેઝિન માટે ફોટોશૂટ પણ કરાવ્યું હતું, આ તસવીરો સામે આવ્યા પછી તેમના અફેરના સમાચાર વાયરલ થયા હતા. કહેવાય છે કે વર્ષ 1986 માં બંનેએ સગાઈ પણ કરી હતી. જોકે રવિએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું ક્યારેય અભિનેત્રીની પત્ની ઇચ્છતો નથી. હું માનું છું કે મારી પત્નીની પહેલી પ્રાથમિતા ઘર હોવી જોઈએ. રવિની આ વાતનો જવાબ આપતા અમૃતાએ કહ્યું હતું કે અત્યારે હું પણ કારકીર્દિ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છું, આને કારણે હું આ રિલેશનશિપને આગળ વધારી શકીશ નહિં, મને ફુલ-ટાઈમ મધર અને પત્ની બનવા માટે થોડો સમય લાગશે.

સની દેઓલ સાથે પણ રહી ચુક્યું છે અફેર: ફિલ્મ ‘બેતાબ’ માં સની દેઓલ અને અમૃતા સિંહે સાથે કામ કર્યું હતું. જણાવી દઈએ કે ફિલ્મ ‘બેતાબ’ થી જ સનીએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી અને આ ફિલ્મ જબરદસ્ત હિટ થઈ હતી. દર્શકોએ મોટા પડદા પર સની અને અમૃતાની કેમિસ્ટ્રીની ખૂબ પ્રશંસા કરી. અને બીજી બાજુ ફિલ્મના શૂટિંગ દરમિયાનજ અમૃતાનું દિલ સની દેઓલ પર આવી ગયું હતું, તે રીલ લાઇફ રોમાંસને રિયલ લાઈફ જીવવા માંગતી હતી. અમૃતા આખી દુનિયાની સામે સનીને પોતાનો બનાવવા માટે તૈયાર હતી, પરંતુ સની દેઓલ આ માટે તૈયાર ન હતો. તે તેમના સંબંધને આટલું જલ્દી બહાર લાવવા માંગતા ન હતા.

અમૃતા સિંહ જલ્દીથી સનીને તેના જીવનસાથી બનાવવાની તૈયારીમાં હતી. બીજી તરફ સની પર તેના પરિવારની જવાબદાર હતી, તેથી તેણે તેમના સંબંધને છુપાવવાનો પ્રયાસ કર્યો. તે જ સમયે, અમૃતાની માતા રૂખસાનાએ આ સંબંધ પસંદ ન હતો. રૂખસાના હંમેશા તેની પુત્રી માટે મોટા પરિવારનો છોકરો ઇચ્છતી હતી. તો અમૃતાએ સની વિશે તપાસ શરૂ કરી, જેનાથી ખબર પડી કે સની પહેલાથી જ પરિણીત છે. આ વાતની જાણ થતા અમૃતા સંપૂર્ણ રીતે તૂટી ગઈ અને આ સંબંધને કાયમ માટે સમાપ્ત કરી દીધો.

સૈફ અલી ખાન સાથે કર્યા લગ્ન: જો કે અમૃતાનું અફેર તો બોલિવૂડના કલાકારોથી લઈને ક્રિકેટરો સાથે રહ્યું છે, ત્યારે તેણે પોતાના જીવનસાથી તરીકે સૈફ અલી ખાનને પસંદ કર્યો. આ સંબંધની સૌથી ચોંકાવનારી વાત એ હતી કે સૈફ અમૃતા કરતા 12 વર્ષ નાના હતા. જો કે, બંનેના લગ્ન થયા અને લગ્ન પછી, તેમને બે સંતાનો, એક પુત્રી સારા અલી ખાન અને પુત્ર ઇબ્રાહિમ અલી ખાન હતા. ઘણાં વર્ષો સાથે પસાર કર્યા પછી વર્ષ 2004 માં બંનેનાં છૂટાછેડા થયાં.

1 thought on “સૈફ સિવાય આટલા સ્ટાર્સ સાથે રહી ચુક્યુ છે અમૃતાનું અફેર છે, એક સાથે તો કરી હતી સગાઇ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *