અજય દેવગણને છોડીને પુત્રી ન્યાસા સાથે સિંગાપુરમાં રહેશે અભિનેત્રી કાજોલ, જાણો કારણ

બોલિવુડ

બોલિવૂડની સૌથી સિમ્પલ પરંતુ બોલ્ડ શૈલીથી ભરેલી અભિનેત્રી કાજોલને આજે કોઈ ઓળખની જરૂર નથી. તે એક  ખૂબ જ મોટું નામ બનાવી ચુકી છે. તેમણે 90 ના દાયકામાં એકથી એક ચઢિયાતી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમાં ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘કુછ કુછ હોતા હૈં’, ‘કભી ખુશી કભી ગમ’ વગેરે તેની મુખ્ય ફિલ્મો રહી છે. કાજોલ અને અજય દેવગણના લગ્નને ઘણા વર્ષો વીતી ગયા છે. બંનેના પતિ-પત્નીના પ્રેમના કિસ્સાઓ પણ એક સમયે ખૂબ પ્રખ્યાત રહ્યા છે. હવે તેમને બે બાળકો યુગ અને પુત્રી ન્યાસા છે.ન્યાસા છેલ્લા ઘણા સમયથી પોતાની બોલીવુડ એન્ટ્રી માટે હેડલાઇન્સ બનાવી રહી છે. પરંતુ આ વખતે કાજોલ અને ન્યાસાનું હેડલાઇન્સ બનાવવાનું કારણ કોઈ ફિલ્મ અથવા ઇવેન્ટ નહીં પણ કંઈક બીજું જ છે.

તાજેતરમાં જ આવેલા સમાચારો અનુસાર કાજોલ ટૂંક સમયમાં પતિ અજય દેવગણને મુંબઇ છોડીને પુત્રી સાથે સિંગાપોર શિફ્ટ થવા જઈ રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં એક તરફ બંને માં અને પુત્રી સાથે રહેશે, ત્યારે પુત્ર યુગ પાપા અજય સાથે મુંબઇમાં જ રહેવાનો છે. હવે સવાલ એ ઉભો થાય છે કે લગ્નના આટલા સમય પછી પતિ-પત્ની વચ્ચે એવુ શું બન્યું છે, જેના કારણે અચાનક જ તેમને અલગ રહેવાનો નિર્ણય કરવો પડી રહ્યો છે. તો ચાલો તમને જણાવીએ કે તેનું કારણ શું છે.

જણાવી દઈએ કે અજય અને કાજોલની લાડલી પુત્રી ન્યાસા સિંગાપોરની યુનાઇટેડ વર્લ્ડ કોલેજ ઓફ સાઉથ ઇસ્ટ એશિયા માં અભ્યાસ કરી રહી છે પરંતુ કોરોના મહામારીને કારણે ઘણા ભારતીયો દેશ પરત ફરી રહ્યા છે. પરંતુ કાજોલ ઈચ્છતી નથી કે તેની પુત્રીના અભ્યાસ પર કોઈપણ રીતે કોઈ અસર પડે, તેથી હવે તે તેની સાથે રહેવા માટે ન્યૂયોર્ક જવાનું પ્લાનિંગ કરી રહી છે.નવી માહિતી અનુસાર, ન્યાસા હજી 17 વર્ષની છે. આવી સ્થિતિમાં માતા કાજોલ તેની કારકિર્દીને લઈને ખૂબજ ચિંતિત છે અને સિંગાપોર જઇ રહી છે જેથી તે ત્યાં જઇને પોતાની પુત્રીની જાતે સંભાળ લઈ શકે.

પોતાના ઘરમાં રહેશે આ માતા અને પુત્રી

બોલિવૂડની દુનિયાના સ્ટાર્સની લક્ઝરી જીવનશૈલી અને સંપત્તિ કોઈનાથી છુપાઈ નથી. આ લોકો ફક્ત દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ પોતાનો આશરો વસાવીને રાખે છે. કાજોલ અને અજય દેવગણે પણ સિંગાપોરમાં પોતાનો ફ્લેટ્સ ખરીદ્યો છે. આ ફ્લેટ તેમણે બે વર્ષ પહેલાં લીધો હતો. હવે પુત્રી ન્યાસા માટે આ ફ્લેટ ખૂબ મદદગાર સાબિત થવાનો છે. કહેવામાં આવી રહ્યું છે કે કાજોલ હવે ન્યાસા સાથે આ ફ્લેટમાં રહેશે.

અજય રહેશે મુંબઇમાં

જ્યાં એક તરફ, કાજોલ પોતાની પુત્રીનો અભ્યાસ યોગ્ય રીતે કરાવવા માટે સિંગાપોર રહેવા માટે જઈ રહી છે. તો બીજી તરફ પિતા અજય દેવગણ હાલમાં પુત્ર યુગ સાથે મુંબઇમાં જ રહેવાના છે. અહીં રહીને તે પોતાનું કામ કરશે અને યુગના અભ્યાસ ને આગળ જોશે. જણાવી દઈએ કે અજય આ દિવસોમાં બે ફિલ્મની સ્ક્રીપ્ટ પર કામ કરી રહ્યો છે સાથે જ તે આગામી ફિલ્મના પોસ્ટ-પ્રોડક્શનને લઈને પણ વ્યસ્ત છે.

Leave a Reply

Your email address will not be published.