અનુષ્કા શર્મા સાથે 24 × 7 રહે છે તેનો બોડીગાર્ડ સોનૂ, જાણો કેટલી સેલેરી લે છે વિરાટની પત્ની અનુષકા પાસેથી

બોલિવુડ

અનુષ્કા શર્માનું નામ બોલિવૂડની સફળ અભિનેત્રીઓમાં શામેલ છે. શાહરૂખ ખાન સાથે રબ ને બના દી જોડીથી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનાર અનુષ્કાએ ઘણી હિટ ફિલ્મો આપી છે, ત્યાર પછી આવેલી તેની ફિલ્મ ‘બદમાશ કંપની’ અને ‘બેન્ડ બાજા બારાત’ માં પણ તેને દર્શકોની પ્રસંશા મળી છે. અનુષ્કાએ અત્યાર સુધીમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની મુખ્ય ફિલ્મોમાં પીકે, જબ તક હૈ જાન, એનએચ 10, બોમ્બે બેલવેટ દિલ ધડકને દો, સુલતાન, સુઇ ધાગા, સંજુ અને એ દિલ હૈ મુશકિલ અને અન્ય ઘણી હિટ ફિલ્મો છે.

ગૌરવની વાત એ છે કે પોતાના ટેલેંટના આધારે હવે તે પ્રોડ્યૂસર પણ બની ગઈ છે. તાજેતરમાં જ તેની વેબ સિરીઝ પાતાલ લોકે ખૂબ નામ કમાવ્યું. સફળતાની સીડી ચઢીને આજે આ તબક્કે પહોંચનાર અનુષ્કા શર્મા સાથે તેનો બોડીગાર્ડ પ્રકાશ સિંહ એટલે કે સોનૂ હંમેશા પડછાયાની જેમ સાથે રહે છે અને અનુષ્કાને પ્રોટેક્ટ કરે છે.

જોકે પ્રકાશસિંહ વર્ષોથી અનુષ્કાની સુરક્ષામાં છે. ફિલ્મ સેટ હોય કે પબ્લિક મીટિંગ, દરેક જગ્યાએ પ્રકાશ અનુષ્કાને પ્રોટેક્ટ કરતા જોવા મળે છે. અનુષ્કા શર્મા માટે પ્રકાશ બોડીગાર્ડ કરતા વધારે છે. કેટલીકવાર તે તેનો જન્મદિવસ પણ સેલિબ્રેટ કરે છે જાણે કોઈ ઘરનો સભ્ય હોય.

રસપ્રદ વાત એ છે કે ફિલ્મ ઝીરોના સેટ પર, અનુષ્કા શર્માએ શાહરૂખ ખાન સાથે મળીને પ્રકાશસિંહ માટે સરપ્રાઈઝ પાર્ટી રાખી હતી. વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા પછી પણ પ્રકાશ સિંહ અનુષ્કાનો બોડીગાર્ડ છે. પ્રકાશ હવે અનુષ્કા અને વિરાટ બંનેને પ્રોટેક્ટ કરતા જોવા મળે છે.

ખરેખર વર્ષ 2018 ના કેટલાક મીડિયા રિપોર્ટસમાં કહેવામાં આવ્યું છે કે અનુષ્કા શર્મા તેના બોડીગાર્ડને વાર્ષિક 1.2 કરોડ રૂપિયા આપે છે. જો કે હવે કેટલી સેલેરી છે તેના વિશે કોઈ જાણકારી નથી.

અનુષ્કા શર્માએ ક્રિકેટર વિરાટ કોહલી સાથે વર્ષ 2017 માં લગ્ન કર્યા હતા અને 11 જાન્યુઆરી 2021 ના ​​રોજ તેની પહેલી પુત્રીને જન્મ આપ્યો છે. અનુષ્કા શર્માએ ગયા મહિને પુત્રીનું નામ જણાવતા પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. જણાવી દઈએ કે અનુષ્કા અને વિરાટે તેમના બાળકનું નામ વામિકા રાખ્યું છે. વામિકા ઇન્ટરનેટ પર ખૂબ ટ્રેંડિંગ છે અને ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો અનુષ્કા પ્રેગ્નેંસીના દિવસોથી જ ખૂબ એક્ટિવ છે. તે સતત પ્રમોશન અને એડમાં એક્ટિવ રહી હતી. તેણે ફિટનેસ પર ખૂબ ધ્યાન આપ્યું છે, પછી ભલે તે પ્રેગ્નેંસીનો ટાઈમ હોય કે પછીનો. તાજેતરમાં તેણે ઈંસ્ટાગ્રામ પર પોતાની એકદમ ફિટ તસવીર પ્રેગ્નેંસી પછી પોસ્ટ કરી છે. જણાવી દઈએ કે ઝૂલન ગોસ્વામી અને પાની તેની આગામી ફિલ્મો છે.

Leave a Reply

Your email address will not be published.