અનુષ્કા શર્મા એ પુત્રી વામિકાને ડેડિકેટ કરતા લખી આ ઈમોશનલ નોટ, લાડલીને આપ્યું આ ખાસ વચન

મનોરંજન

બોલિવૂડ ઈંડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી અનુષ્કા શર્માની પુત્રી વામિકાનો જ્યારથી જન્મ થયો છે, ત્યાર પછીથી તે સંપૂર્ણ રીતે મધરહુડ એન્જોય કરતા જોવા મળી રહી છે. અવારનવાર અભિનેત્રી અનુષ્કા શર્મા પણ પોતાની લાડલી પુત્રી પર પ્રેમ વરસાવતા જોવા મળે છે.

અનુષ્કા શર્મા સમય-સમય પર પોતાની પુત્રી માટે પોતાનો પ્રેમ સોશિયલ મીડિયા પર વ્યક્ત કરતી રહે છે. એક વાર ફરીથી કંઈક આવું જ થયું છે, જ્યારે અનુષ્કા શર્માએ પોતાની પુત્રી માટે પ્રેમ વ્યક્ત કર્યો છે. તેણે પોતાની પુત્રીને સમર્પિત એક ખૂબ જ પ્રેમાળ કવિતા લખી છે.

અનુષ્કા શર્માએ શેર કરી પ્રેમાળ કવિતા: અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અવારનવાર તે સોશિયલ મીડિયા પર પોતાની લાડલી પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. આ વખતે અનુષ્કા શર્માએ કોઈ તસવીર શેર નથી કરી, પરંતુ તેણે એક ખૂબ જ હૃદયસ્પર્શી કવિતા પોતાની પુત્રી માટે પોસ્ટ કરી. તેણે પોતાની ઈંસ્ટાગ્રામ સ્ટોરી પર આ પોસ્ટ શેર કરી છે.

અનુષ્કા શર્માએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર કવિતા શેર કરતાં લખ્યું છે કે, “ડિયર બચ્ચા, હું આ વાત જાણવામાં ખૂબ જ સમય લગાવી દવ છું કે તમારા માટે બેસ્ટ માતા કેવી રીતે બનું. હું જાણું છું કે તેને હું હંમેશા કરી શકીશ નહીં. પરંતુ હું એ વચન જરૂર આપું છું, ભલે કંઈ પણ હોય. હું તને ત્યાં મળીશ, જ્યાં તું છે. ન કે જયાં હું ઈચ્છું છું.”

અનુષ્કા શર્મા દ્વારા પોતાની પુત્રી માટે શેર કરેલી આ પ્રેમાળ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ પર ચાહકો પોત-પોતાના રિએક્શન આપી રહ્યા છે.

નાની વામિકાની તસવીર કેમેરામાં થઈ કેદ: જણાવી દઈએ કે 23 જાન્યુઆરી 2022ના રોજ કેપટાઉનમાં ભારત vs દક્ષિણ આફ્રિકાની મેચ દરમિયાન જ્યારે અનુષ્કા શર્મા અને વામિકા વિરાટ કોહલીને ચીયર કરી રહ્યા હતા, તે દરમિયાન તેમની તરફ કૅમેરો કરવામાં આવ્યો હતો અને ચાહકોએ નાની વામિકાની તસવીરને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. ત્યાર પછી વામિકાની તસવીરો આગની જેમ સોશિયલ મીડિયા પર ફેલાઈ ગઈ હતી. જ્યારે વામિકાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ત્યારે લોકો વામિકાની સરખામણી તેના પિતા વિરાટ કોહલી સાથે કરવા લાગ્યા.

જ્યારે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની પુત્રી વામિકાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી, ત્યારે કપલે લોકોને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાની પુત્રીની તસવીર ક્લિક ન કરવાની વિનંતી કરી હતી. અનુષ્કા શર્માએ નોટમાં લખ્યું છે કે “હાય મિત્રો! અમને ખ્યાલ છે કે અમારી પુત્રીની તસવીરો ગઈ કાલે સ્ટેડિયમમાં ક્લિક કરવામાં આવી હતી અને ત્યાર પછી વ્યાપકપણે શેર કરવામાં આવી હતી. અમે દરેકને જાણ કરવા ઈચ્છીએ છીએ કે અમને ખબર ન હતી કે કૅમેરો અમારા પર હતો. આ બાબત પર અમારું વલણ અને વિનંતિ સમાન છે. અમે ખરેખર પ્રસંશા કરીશું, જો વામિકાની તસવીરોને તે કારણ માટે ક્લિક/પ્રકાશિત કરવામાં નથી આવતી, જેવી અમે પહેલા અપીલ કરી હતી. તમારો આભાર.”

અનુષ્કા અને વિરાટ પોતાની પુત્રીને રાખે છે લાઈમલાઈટથી દૂર: તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ વર્ષ 2017માં સાત ફેરા લીધા હતા. લગ્ન પછી, વર્ષ 2021 માં કપલે તેમની પહેલી પુત્રીનું સ્વાગત કર્યું. આ કપલ પોતાની પુત્રીને લાઈમલાઈટથી સંપૂર્ણપણે દૂર રાખવા ઈચ્છે છે. પરંતુ સોશિયલ મીડિયા પર તે અવારનવાર પોતાની લાડલી પર પ્રેમ લુંટાવતા જોવા મળે છે.