અનુષ્કા શર્માથી 4 ગણા અમીર છે વિરાટ, બંને છે અબજોપતિ, જાણો કુલ કેટલી સંપત્તિના માલિક છે વિરાટ-અનુષ્કા

બોલિવુડ

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની જોડી ભારતની લોકપ્રિય કપલમાંથી એક છે. જ્યાં વિરાટ કોહલી ક્રિકેટની દુનિયાના કિંગ અને સુપરસ્ટાર છે તો તેમની પત્ની અનુષ્કા શર્મા બોલિવૂડની ટોપ અભિનેત્રી છે. બંને ખૂબ પ્રખ્યાત હોવાની સાથે જ ખૂબ જ અમીર પણ છે.

વિરાટ અને અનુષ્કા કમાણી અને સંપત્તિની બાબતમાં પણ ખૂબ આગળ છે. બંનેની કુલ સંપત્તિ 1200 કરોડ રૂપિયાથી વધુ છે. બંને કમાણી અને સંપત્તિની બાબતમાં દેશની અનેક હસ્તીઓને પાછળ છોડી દે છે. ચાલો આજે આ આર્ટિકલમાં આ કપલની કમાણી, નેટવર્થ વગેરે વિશે જાણીએ.

પહેલા વાત કરીએ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની. વિરાટ કોહલી કોઈ ઓળખના મોહતાજ નથી. આખી દુનિયામાં ક્રિકેટના આ સુપરસ્ટારનું નામ છે. વાત વિરાટ કોહલીની કુલ સંપત્તિ વિશે કરીએ તો તે કુલ 127 મિલિયન ડોલર (લગભગ 1046 કરોડ રૂપિયા)ની કુલ સંપત્તિના માલિક છે.

વિરાટ કોહલી એક દિવસમાં લગભગ 5,76,923 રૂપિયા, અઠવાડિયામાં 28,84,615 રૂપિયા અને મહિનામાં 1,25,00,000 રૂપિયાની કમાણી કરે છે. સાથે જ તેમની સરેરાશ કમાણી 15 કરોડ રૂપિયા છે. વિરાટ BCCIના A+ કોન્ટ્રાક્ટમાં આવે છે અને અહીંથી તેને દર વર્ષે 7 કરોડ રૂપિયા મળે છે.

વિરાટ આઈપીએલ ઉપરાંત મન્યાવર, એમપીએલ, પેપ્સી, ફિલિપ્સ, ફાસ્ટ્રેક, બૂસ્ટ, ઓડી, એમઆરએફ, હીરો, વોલ્વોલિન, પુમા જેવી બ્રાન્ડની જાહેરાતો કરીને પણ કરોડો રૂપિયાની કમાણી કરે છે. સાથે જ એક ઇન્સ્ટા પોસ્ટથી તે લગભગ 9 કરોડ રૂપિયાની કમાણી કરે છે. વિરાટના ઇન્સ્ટા પર 221 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

વિરાટ કોહલી દુનિયાના ત્રીજા એવા એથલીટ છે કે જેમના ઈન્સ્ટા પર સૌથી વધુ ફોલોઅર્સ છે. આટલું જ નહીં, તે ભારત અને એશિયામાં એક માત્ર વ્યક્તિ છે જેના આટલા ઈન્સ્ટા ફોલોઅર્સ છે. સાથે જ ઘણા ક્રિકેટર પણ આ બાબતમાં તેમનાથી ઘણા દૂર છે.

વિરાટ અબજોની સંપત્તિ, લક્ઝરી ઘર અને ઘણી લક્ઝરી કારના પણ માલિક છે. સાથે જ તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીની કમાણીનું માધ્યમ રોકાણ પણ છે. તેમણે બ્લુ ટ્રાઈબ, ચિઝલ ફિટનેસ, ન્યુવા, ગેલેક્ટસ ફનવેર ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડ સ્પોર્ટ કોન્વો અને ડિજીટ જેવી કંપનીમાં રોકાણ કર્યું છે.

સાથે જ વાત અનુષ્કાની કુલ સંપત્તિની વાત કરીએ તો અનુષ્કાની કુલ સંપત્તિ લગભગ 265 કરોડ રૂપિયા છે. અનુષ્કા એક ફિલ્મ માટે 10 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તેની ગણતરી બોલીવુડની ટોપ અભિનેત્રીઓમાં થાય છે.

અનુષ્કા શર્મા એક વર્ષમાં વધુ ફિલ્મો નથી કરતી. તેની એક વર્ષની કમાણી 12 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવે છે. અનુષ્કાની કમાણીનું માધ્યમ ફિલ્મો ઉપરાંત જાહેરાતો પણ છે. અનુષ્કા એક જાહેરાત માટે લગભગ 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. અનુષ્કા ઈન્સ્ટા પરથી પણ કમાણી કરે છે. તેને એક પેઇડ પોસ્ટ માટે લગભગ 95 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે.

જણાવી દઈએ કે અનુષ્કા શર્માએ બોલિવૂડમાં લગભગ 13 વર્ષ પૂરા કર્યા છે. તેણે હિન્દી સિનેમામાં 2009માં આવેલી ફિલ્મ ‘રબ ને બના દી જોડી’થી ડેબ્યૂ કર્યું હતું.