આ દિવસે માતા બનશે અનુષ્કા શર્મા, પતિ વિરાટ કોહલી એ જણાવી ડિલીવરી ડેટ, જાણો અહિં

બોલિવુડ

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા આજકાલ તેની પ્રેગ્નેંસીનો આનંદ લઈ રહી છે, ત્યારે તેનો પતિ વિરાટ કોહલી આ દિવસોમાં આઈપીએલમાં વ્યસ્ત છે અને અનુષ્કા સાથે વધારે સમય પસાર કરી શકતો નથી. જોકે અનુષ્કા પણ આ દિવસોમાં યુએઈમાં છે અને તે છેલ્લી મેચમાં વિરાટની આગેવાનીવાળી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરને સપોર્ટ કરતી સ્ટેડિયમમાં જોવા મળી હતી, આ દરમિયાનની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેમાં અનુષ્કા ઓરેન્જ કલરના ડ્રેસમાં જોવા મળી હતી. આ દરમિયાન વિરાટ કોહલીએ અનુષ્કાની પ્રેગ્નેંસી અંગે મોટો ખુલાસો કર્યો છે. ચાલો જાણીએ વિરાટે શું કહ્યું છે.

વિરાટે જણાવ્યું, આ તારીખે થશે બાળકનો જન્મ: હકીકતમાં, સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાનીએ રવિવારે તેના ઓફિશિયલ ઇન્સ્ટા એકાઉન્ટ પરથી વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની તસ્વીર શેર કરી છે. આ તસવીર સાથેના કેપ્શનમાં તેણે લખ્યું છે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર વાત કરતા વિરાટ કોહલીએ કહ્યું છે કે તેને આશા છે કે 10 નવેમ્બરના રોજ તેમના બાળકનો જન્મ થઈ જશે.

વિરલ ભયાની આ પોસ્ટ પર લાખોની સંખ્યામાં લાઇક્સ અને કમેંટ્સ આવવા લાગી છે, ત્યાર પછી આ પોસ્ટ હટાવી દેવામાં આવી. હવે જોવાનું એ રહેશે કે વિરલ ભયાનીનો આ દાવો કેટલો સાચો પડે છે. જણાવી દઈએ કે વિરાટ કે અનુષ્કા તરફથી આ વિશે કોઈ નિવેદન આવ્યું નથી.

વિરુષ્કાએ બાળકના જન્મની જણાવી હતી તારીખ: જણાવી દઈએ કે વિરાટ અને અનુષ્કાએ આઈપીએલ શરૂ થતાં પહેલાં જ અનુષ્કાની પ્રેગ્નેંસીની ઘોષણા કરી હતી. બંનેએ તેમના ઇન્સ્ટા એકાઉન્ટ પર તસવીર શેર કરીને માહિતી આપી હતી કે જાન્યુઆરી 2021 માં અમે ત્રણ બનવા જઈ રહ્યા છીએ. આ સમાચાર સાંભળ્યા પછી, તેમના ચાહકોની ખુશીનો પાર ન રહ્યો અને કપલને અભિનંદન મળવા લાગ્યા. કેટલાક ચાહકો તો એવું પણ અનુમાન કરવા લાગ્યા હતા કે વિરાટ અને અનુષ્કા ના ઘરે છોકરો થશે કે છોકરી. આ અંગે, એક જ્યોતિષીએ કહ્યું હતું કે વિરાટ-અનુષ્કાનો ચહેરો વાંચ્યા પછી અને જ્યોતિષી ગણતરી અનુસાર, તેમના ઘરે પુત્રી થવાની સંભાવના છે.

વિરાટ-અનુષ્કાની રોમેંટિક તસવીર થઈ વાયરલ: નોંધનીય વાત એ છે કે તાજેતરમાં જ ‘વિરુષ્કા’ની એક તસવીર સામે આવી હતી, જેમાં બંને એક પુલમાં જોવા મળ્યા હતા. સનસેટની અદભૂત તસવીર યુએઈની છે, જ્યાં વિરાટ અને અનુષ્કા રોમેન્ટિક સ્ટાઈલમાં એક પુલમાં એક સાથે જોવા મળ્યા હતા. આ તસવીર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ લાખો લાઇક્સ અને કમેન્ટ્સ મળી અને આ તસવીર આગની જેમ વાયરલ થઈ ગઈ. જણાવી દઈએ કે આ રોમેન્ટિક તસવીર વિરાટે તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરી હતી અને તે કેપ્શનમાં લખ્યું હતું, ‘ફોટો ક્રેડિટ – એબી ડીવિલિયર્સ’. એટલે કે વિરાટ-અનુષ્કા ની આ તસવીર ને કોહલીના સૌથી સારા મિત્ર મંના એક અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેન ડીવિલિયર્સે ક્લિક કરી હતી.

1 thought on “આ દિવસે માતા બનશે અનુષ્કા શર્મા, પતિ વિરાટ કોહલી એ જણાવી ડિલીવરી ડેટ, જાણો અહિં

  1. F*ckin’ tremendous things here. I am very glad to see your post. Thanks a lot and i am looking forward to contact you. Will you please drop me a e-mail?

Leave a Reply

Your email address will not be published.