આટલા અધધધ કરોડની સંપત્તિની માલિક છે અનુષ્કા શર્મા, કમાણીમાં પતિ વિરાટને આપે છે ટક્કર

બોલિવુડ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી અનુષ્કા શર્મા ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. અનુષ્કા શર્માની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે અને લાખો લોકો તેને પસંદ કરે છે. જણાવી દઈએ કે અનુષ્કાએ સુપરસ્ટાર શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘રબ ને બના દી જોડી’ દ્વારા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો અને આ સમયે તે હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી છે તેણે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા છે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એક પુત્રીના માતા-પિતા પણ બની ચુક્યા છે, તેમની પુત્રીનું નામ વામિકા છે. આજે અનુષ્કા શર્મા પોતાનો 34મો જન્મદિવસ સેલિબ્રેટ રહી છે. આવી સ્થિતિમાં અમે તમને તેની સંપત્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ….તો ચાલો જાણીએ કે અનુષ્કા શર્મા કેટલા કરોડોની સંપત્તિની માલિક છે?

શાહરૂખ ખાન સાથે અનુષ્કા એ કરી હતી પહેલી ફિલ્મ: જણાવી દઈએ કે, અનુષ્કા શર્માએ પોતાની કારકિર્દીની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી. ત્યાર પછી તેને સુપરસ્ટાર શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘રબ ને બના દી જોડી’માં કામ કરવાની તક મળી.

ત્યાર પછી તેણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું જેમાં ‘ઝીરો’, ‘સુઇ ધાગા’, ‘સુલતાન’, ‘જબ તક હૈ જાન’, ‘યે દિલ હૈ મુશ્કિલ’, ‘બોમ્બે વેલ્વેટ’, ‘બદમાશ કંપની’, ‘દિલ ધડકને દો’, ‘જબ હેરી મેટ સેજલ’, ‘પીકે’, ‘મટરુ કી બિજલી કા મન ડોલા’, ‘પટિયાલા હાઉસ’, ‘સંજુ’ જેવી ફિલ્મો શામેલ છે.

પ્રોડક્શન હાઉસની માલિક છે અનુષ્કા શર્મા: જણાવી દઈએ કે એક્ટિંગની દુનિયામાં પોતાની ઓળખ બનાવ્યા પછી અનુષ્કા શર્મા ફિલ્મો પ્રોડ્યૂસ પણ કરે છે. તેનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે જે તેણે પોતાના ભાઈ કર્ણેશ શર્મા સાથે વર્ષ 2013માં ખોલ્યું હતું. આ પ્રોડક્શન હાઉસ હેઠળ અનુષ્કા શર્મા અત્યાર સુધીમાં ‘બુલબુલ’, ‘પરી’, NH10 જેવી ફિલ્મો પ્રોડ્યૂસ કરી ચુકી છે. આ ઉપરાંત તેણે વેબ સિરીઝ ‘પાતાલ લોક’ પણ પ્રોડ્યુસ કરી છે. આ ઉપરાંત અનુષ્કા શર્મા વર્ષ 2017માં નુશના નામથી એક ક્લોથિંગ બ્રાન્ડ પણ લોન્ચ કરી ચુકી છે, જેના દ્વારા તે કરોડોની કમાણી કરે છે.

અનુષ્કા શર્માની સંપત્તિ: વાત કરીએ અનુષ્કા શર્માની સંપત્તિની તો તે લગભગ 300 કરોડની માલિક છે. આ ઉપરાંત તેના પતિ વિરાટ કોહલી વર્ષ 2019ના રિપોર્ટ અનુસાર 900 કરોડના માલિક હતા. જણાવી દઈએ કે, અનુષ્કા અને વિરાટ કોહલીનું મુંબઈમાં એક લક્ઝરી ઘર છે જેની કિંમત કરોડોમાં હોવાનું કહેવાય છે.

આ ઉપરાંત અનુષ્કા અને વિરાટની સંપત્તિ હરિયાણામાં પણ છે. અનુષ્કા અને વિરાટે હરિયાણાના ગુરુગ્રામમાં એક સુંદર ઘર ખરીદ્યું છે. આ ઘરની કિંમત 80 કરોડ હોવાનું જણાવવામાં આવે છે. જો આ બંને પતિ-પત્નીની સંપત્તિની વાત કરીએ તો બંને લગભગ 1200 કરોડની સંપત્તિના માલિક છે. જણાવી દઈએ કે અનુષ્કા શર્મા એક ફિલ્મ માટે લગભગ 7 થી 8 કરોડ રૂપિયા લે છે, જ્યારે તે એક જાહેરાત માટે પણ લાખો રૂપિયા ફી ચાર્જ કરે છે.