વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આપણા દેશની સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય કપલમાંથી એક છે અને તાજેતરમાં જ વિરુષ્કા પોતાની પુત્રી વામિકા કોહલી સાથે માલદીવથી વેકેશન એંજોય કરીને મુંબઈ પરત આવી છે. સાથે જ અનુષ્કા શર્મા ભલે માલદીવથી વેકેશન એંજોય કરીને પોતાના ઘરે પરત આવી ગઈ છે પરંતુ અનુષ્કા શર્માનું મન અત્યારે પણ ત્યાં જ છે અને અભિનેત્રી પોતાના વેકેશન પર પસાર કરેલી સુંદર પળને યાદ કરી રહી છે.
પોતાના આ વેકેશનની ઘણી સુંદર ઝલક અનુષ્કા શર્માએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કરી છે અને આ દરમિયાન, અભિનેત્રીએ પોતાના માલદીવ વેકેશનનો એક સુંદર વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉંટ પર શેર કર્યો છે. અનુષ્કા શર્મા દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો તેના તમામ ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે અને આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યો છે.
અનુષ્કા શર્મા પોતાના પતિ વિરાટ કોહલી અને પુત્રી વામિકા સાથે થોડા દિવસ પહેલા જ માલદીવ રજાઓ એંજોય કરવા ગઈ હતી અને આ દરમિયાન અનુષ્કા શર્માએ બીચ પર તેના પરિવાર સાથે ખૂબ જ મસ્તી કરી હતી, જેની તસવીરો અનુષ્કા શર્માએ પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયા દ્વારા શેર કરી હતી.
View this post on Instagram
સાથે જ હવે અનુષ્કા શર્માએ પોતાના આ હોલિડેનો એક ક્યૂટ વીડિયો શેર કર્યો છે, જેમાં અનુષ્કા શર્મા પોતાની પુત્રી વામિકા કોહલી સાથે સાયકલિંગ કરતા જોવા મળી રહી છે. અનુષ્કા શર્માની આ સ્ટાઈલ તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે અને અભિનેત્રીનો આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો તેના ચાહકો સાથે શેર કરતી રહે છે. આ દરમિયાન અનુષ્કા શર્માએ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે માલદીવ ટાપુમાં સુંદર જગ્યાએ સાઈકલ ચલાવતી જોવા મળી રહી છે.
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે અનુષ્કા શર્માએ પોતાની સાથે પોતાની 1 વર્ષની પુત્રી વામિકા કોહલીને પણ પોતાની પાછળ સાઇકલ પર બેસાડી છે અને પુત્રી સાથે સાઇકલની સવારીની મજા લેતા અનુષ્કા શર્મા ખૂબ જ ખુશ જોવા મળી રહી છે. આ વીડિયોને શેર કરતા અનુષ્કા શર્માએ કેપ્શનમાં લખ્યું છે કે, “મારા પ્રેમાળ બે લોકો સાથે સૌથી સુંદર યાદો. પેડલ મી બૈક.”
આ વીડિયોમાં અનુષ્કા શર્મા ઓરેન્જ કલરના મોનોકિની ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે અને તે હસતા સ્માઈલ આપી રહી છે. આ ઉપરાંત આ વીડિયોમાં અનુષ્કા શર્મા અલગ-અલગ આઉટફિટમાં અલગ-અલગ જગ્યા પર સાયકલની સવારી કરતા જોવા મળી રહી છે. અનુષ્કા શર્માનો આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતાની સાથે જ વાયરલ થઈ ગયો છે અને આ વીડિયો પર અનુષ્કા શર્માના ચાહકો સતત કમેન્ટ કરી રહ્યા છે અને માતા-પુત્રીની આ જોડીની ખૂબ પ્રસંશા કરી રહ્યા છે.
અનુષ્કા શર્માએ આ પહેલા પણ પોતાના વેકેશનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર તેના ચાહકો સાથે શેર કરી હતી, આ તસવીરોમાં અનુષ્કા તેના પતિ વિરાટ કોહલી અને પુત્રી વામિકા કોહલી સાથે જોવા મળી હતી. વાત કરીએ પ્રોફેશનલ વર્ક ફ્રન્ટની તો અનુષ્કા શર્મા ટૂંક સમયમાં જ ફિલ્મોમાં કમબેક કરવા જઈ રહી છે અને તે તેની આગામી ફિલ્મ ચકદા એક્સપ્રેસમાં જોવા મળશે. સાથે જ અનુષ્કા શર્માના ચાહકો પણ તેને લાંબા સમય પછી ફિલ્મી પડદા પર જોવા માટે ખૂબ જ ઉત્સુક છે. અનુષ્કા શર્મા છેલ્લે વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી, જે બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.